રિયલ લાઈફમાં વૃદ્ધ થઇ ગયા છે બોલીવુડના આ હેન્ડસમ ફિલ્મી સિતારાઓ – જૂવો અસલી ચહેરાઓ

ફિલ્મોમાં કામ કરતા દરેક સિતારાઓ મેકઅપ કર્યા બાદ જ ચમકતા હોય છે. જો કે મેકઅપ વગર કોઈ અભિનેતા કે અભિનેત્રીઓ કેમેરા સામે આવીને શૂટિંગ કરતા નથી. કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસ મેકઅપ વગર ટીવી કે ફિલ્મોમાં એટલા સુંદર લાગતા નથી. ઉંમર વધારે હોવા છતાં પણ મેકઅપના કમાલથી તે સારો એવો રોલ નિભાવી શકે છે અને મેકઅપ બાદ તેની સાચી ઉંમર પણ સામે આવતી નથી.

તમે કદાચ નહિ જાણતા હોય કે ફિલ્મોમાં હેન્ડસમ દેખાતા અભિનેતાઓને પોતાની રિયલ લાઈફમાં મેકઅપ વગર તમે કદાચ ઓળખી પણ ન શકો. તમે બધા અભિનેતાને માત્ર ફિલ્મોમાં જોયા હોય છે જો તમે તેને રિયલમાં અને એ પણ મેકઅપ વગર જોવો તો તમે પણ ચોંકી જાવ કે આટલી ઉંમર હોવા છતાં ફિલ્મોમાં કોઈ ફરક કેમ નથી દેખાતો? ત્રણેય ખાનથી લઈને શાહરૂખ સુધી દરેક સિતારાઓની ઉંમર વધુ છે તેમ છતાં ફિલ્મોમાં તે ખુબ જ હેન્ડસમ દેખાય છે.

તો ચાલો આજે જોઈએ બોલીવુડના અમુક સિતારાઓ વિશે કે ફિલ્મોમાં ખુબ જ હેન્ડસમ નજર આવે છે પરંતુ મેકઅપ વગર તે કેવા દેખાય છે તે તસ્વીરો જોઈએ…

આમીર ખાન :

ત્રણ ખાનમાંથી પહેલું નામ આવે છે આમીર ખાનનું, આમીર ખાને પોતાની એક્ટિંગથી દુનિયાને પોતાની દીવાની બનાવી છે તેમજ તેનો લૂક પણ લાખો લોકો પસંદ કરે છે. તે ફિલ્મોમાં ખુબ જ હેન્ડસમ લાગે છે. ફિલ્મ 3 ઈડિયટમાં તો તેને કોલેજ સ્ટુડન્ટનો પણ કિરદાર નીભાવેલો. પરંતુ તમને જણાવી દઈએ કે હાલમાં તેની ઉંમર 54 વર્ષ છે. તેનો સાચો લૂક જોવો હોય તો તમારે તેનું ફિલ્મ “દંગલ” જોવું પડે.

અક્ષય કુમાર :

પોતાની 52 વર્ષની ઉંમરે પણ ખુદને ફીટ રાખીને આજે પણ બોલીવુડમાં અક્ષય કુમાર હિટ ફિલ્મો આપી રહ્યા છે. તે આજે પણ યોગા અને કસરત કરીને ખુદને ફીટ રાખવા ઘણી મહેનત કરે છે તેની વધતી ઉંમરનો અંદાજો આજે પણ લોકોને લગાવા નથી દેતા. જો કે તમે તેને રીયલ લાઈફમાં જોશો તો તમને તેની સાચી ઉંમરનો અંદાજ આવી જ  જશે.

શાહરૂખ ખાન :

બોલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાન પણ હવે 54 વર્ષના થઇ ચુક્યા છે. તેની વધતી ઉંમરનો અંદાજો મેકઅપનાં લીધે ફિલ્મોમાં નજરે નથી આવતી પરંતુ તમે તેને મેકઅપ વગર જોશો તો શાહરૂખની સાચી ઉંમરનો અંદાજ તમને આવી જશે.

સલમાન ખાન :

બોલીવુડના ભાઈજાન પણ શાહરૂખ ખાનની જેમ જ હવે 54 વર્ષ પાર કરી ચુક્યા છે. જો કે આટલી ઉંમરે પણ તેના લગ્ન નથી થયા, લોકોને આજે પણ સલમાની ફિલ્મો ખુબ જ પસંદ આવે છે. સલમાન બધાનો ફેવરીટ અભિનેતા છે. જો કે સલમાનની બોડીથી તેની ઉંમરનો અંદાજ લગાવી નહિ શકાય પરંતુ તેના વાળ અને દાઢી નો કલર હવે સફેદ થવા લાગ્યો છે. તે જોઇને જ તમને ખ્યાલ આવી જશે કે તે હવે જુવાન નથી રહ્યા.

અનિલ કપૂર :

અનીલ કપૂર હાલ 62 વર્ષ પાર કરી ચુક્યા છે પરંતુ કહી શકાય કે ઘઢપણ તેનાથી દુર જ છે. જી હા, તમે જોતા હસો કે અનીલ કપૂરને લોકો આજે પણ પસંદ કરી રહ્યા અને આજે પણ તેની દરેક ફિલ્મો હિટ જાય છે. ફિલ્મોમાં તેની ઉંમર તમને 30 થી 40 લાગશે પરંતુ તેની હાલની ઉંમર 62 વર્ષ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!