નાના પર્દા પર ફ્લોપ રહેલ આ અભિનેત્રીઓ આજે બોલીવુડની ટોપ એક્ટ્રેસ – શ્રીદેવી નું નામ પણ છે સામેલ

જે અભિનેત્રીઓ નાના પર્દા પર કામ કરતી હોય તેને મોટા પર્દા પર સફળ થવું અઘરું છે. પરંતુ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નાના પર્દા પર સફળ થઇ નથી પરંતુ ફિલ્મોમાં તે સુપરહિટ રહી છે. તેની ફિલ્મો સુપરહિટ રહી છે તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.

રવિના ટંડન :

બોલીવુડની ફેમસ અભિનેત્રી રવિના ટંડન ખુબ જ સુંદર અને ટેલેન્ટેડ છે. તેને ઘણીબધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે હાલમાં તો તે ફિલ્મોથી દુર છે. રવિનાએ ફિલ્મોની સાથે સાથે ટીવી સીરીઅલ “સાહિબ બીબી ઓર ગુલામ” માં નાની વહુનો કિરદાર નિભાવ્યો હતો. જણાવી દઈએ કે રવિના ટંડનની આ સીરીયલ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.

સોનાલી બેન્દ્રે :

સોનાલી બેન્દ્રે પણ બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી છે તેને પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેના સિવાય સોનાલી બેન્દ્રેએ નાના પર્દા પર “અજીબ દાસ્તાન હૈ” સીરીયલમાં પણ કામ કર્યું હતું. પરંતુ આ સીરીયલ દર્શકોને જરા પણ પસંદ આવી નહિ. સોનાલી બેન્દ્રે બોલીવુડમાં સુપરહિટ અભિનેત્રી હોવા છતાં નાના પર્દા પર સફળ થઇ નહિ.

ભાગ્યશ્રી :

બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે “મેને પ્યાર કિયા”થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ભાગ્યશ્રીએ વધુ ફિલ્મોમાં કામ કર્યું નથી. પરંતુ ભાગ્યશ્રીની પહેલી જ ફિલ્મ “મેને પ્યાર કિયા હૈ” રાતોરાત સુપરહિટ થઇ હતી. અને તેને લોકો વચ્ચે એક અલગ જ ઓળખાણ બનાવી છે. ફિલ્મોથી દુર થયા પછી ભાગ્યશ્રીએ લાઈફ ઓકે ચેનલ પર આવતો શો “લોટ આઓ તૃષા” થી નાના પર્દા પર કામ કર્યું. આ સીરીયલ એક સસ્પેન્ડ ફેમીલી ડ્રામા હતી. જો કે આ ફિલ્મ ઘણા લોકોને પસંદ આવી હતી પરંતુ આગળ જતા આ સિરીયલને વધુ રિસ્પોન્સ ન મળ્યો અને આ સીરીયલ બંધ થઇ ગઈ. ફિલ્મોમાં સફળ હોવા છતાં ભાગ્ય =શ્રી સીરીયલો માં એટલે કે નાના પર્દા પર સફળ થઇ નહિ.

શ્રીદેવી :

શ્રીદેવીને બોલીવુંળની પહેલી સુપરસ્ટાર કહેવામાં આવે છે. ભલે આજે તે આ દુનિયામાં નથી. પરંતુ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રીદેવી ફિલ્મોમાં જેટલી સફળ રહી છે એટલી સીરીયલો માં નથી રહી. જણાવી દઈએ કે શ્રીદેવીએ ટીવી સીરીયલમાં “માલિની અય્યર” ની ભૂમિકા નિભાવી હતી. પરંતુ અફસોસ કે નાના પર્દા પર શ્રીદેવી સફળ રહી નહિ. આ સીરીયલ હિટ ન ગઈ અને ટૂંક સમયમાં જ બંધ થઇ ગઈ.

અમૃતા રાવ :

બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવએ ફિલ્મ “ઈશ્ક” દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તેની સાથે સહીદ કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગનાં કારણે અમૃતા રાવના ખુબ જ વખાણ થયા હતા. ત્યાર બાદ અમૃતાએ “વિવાહ”, “મેં હું ના”, “જોલી એલએલબી” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મો બાદ અમૃતાએ નાના પર્દા પર આવનાર ટીવી સીરીયલ “મેરી અવાજ હિ મેરી પહેચાન હૈ” થી એન્ટર થવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ સીરીયલ દર્શકોને વધુ પસંદ આવી નહિ અને અમૃતા ટીવી પર સફળ રહી નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!