ફાઈવ સ્ટાર હોટેલને પણ ટક્કર આપે છે સલમાન ખાનનો ગેલેકસી એપાર્ટમેન્ટ – બેડરૂમની તસ્વીરો જોઇને આંખો ફાટી જશે

સલમાન ખાન બોલીવુડના ભાઈજાન છે અને તેની ફિલ્મની જેમ એક દબંગ માણસ છે. તેમજ સલમાન ખાને બોલીવુડમાં પૈસાની સાથે નામ પણ પણ મેળવ્યું છે. સાથે જ તેઓ તેના પરિવાર અને દોસ્તી માટે પણ જાણીતા છે. સલમાન તેના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે અને તેનો પરિવાર આજે પણ એકસાથે જ રહે છે, સલમાન હાલમાં ગેલેક્સી એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહે છે. હવે આ ઘર સલમાન ખાનનું છે તો તેની ખૂબીઓ પણ હશે જ. તો ચાલો આજે જોઈએ સલમાન ખાનનો ગેલેક્સી એપાર્ટમેન્ટ.

પુરા પરિવાર સાથે રહે છે સલમાન ખાન :

સલમાનનાં આ ફ્લેટમાં ઇન્ટીરિયલ ખુબ જ શાનદાર છે. તેના એપાર્ટમેન્ટમાં તમને તેની ઘણી તસ્વીરો પણ જોવા મળશે. સલમાનાનો આ એપાર્ટમેન્ટ જોઇને એકવાત તો સાફ સમજાય જાય છે કે તેને લાઈટીંગનો ખુબ જ શોખ છે. કેમ કે તેના બધા જ રૂમ હંમેશા જગમગતા જ હોય છે. આ રૂમમાં જતા જ તમને મહેસુસ થશે કે તમે કોઈ મોટી હોટલમાં આવ્યા હોય.

દબંગ ખાનનાં આ એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ છે. – એક ગ્રાઉન્ડ ફ્લોર અને બીજો ફર્સ્ટ ફ્લોર. રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સલમાનની માં સલમા અને પિતા સલીમ ખાન પહેલા માળે રહે છે અને સલમાન પોતે ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. સલમાન L શેપ નાં ફ્લેટ માં રહે છે જેમાં કિચન, બેડરૂમ અને હોલ છે. તેમાં 4 ફૂટની ગ્લાસ વોલ છે જેનાથી ડાયનીંગ રૂમ વધુ જબરદસ્ત લાગે છે.

સલમાન ખાનનો બેડરૂમ 170થી 190 સ્વેર ફૂટનો છે, તેમાં બાથરૂમ પણ છે. આ ગેલેક્સી એપાર્ટમેન્ટ 8 માળનો છે અને ખાન પરિવાર તેમાં રહેતો હોવાથી ખુબજ ફેમસ છે. સલમાનના જન્મ દિવસ પર દરવર્ષે લાખોની સંખ્યામાં આ બિલ્ડીંગ નીચે સલમાનના ફેંસ આવે છે.

ટીવી અને બોલીવુડની દુનિયામાં ભાઈજાનનું છે મોટું નામ  :

ભાઈજાનનાં ઘરની હંમેશા ચર્ચાઓ પણ થતી રહે છે. એક વખત બીગ બોસની કન્ટેસ્ટેટ અર્શી ખાન પણ સલમાનના એપાર્ટમેન્ટ ગેલેક્સીની બહાર જોવા મળી હતી. ચર્ચાઓ છે કે તે ત્યાં સલમાનની મુલાકાત કરવા ગઈ હતી, પરંતુ મુલાકાત થઇ ન શકી.

જણાવી દઈએ કે અર્શી અપોઈમેન્ટ લીધા વગર જ સલમાનનાં ઘરે પહોંચી ગઈ હતી, જેથી તેને નીચે ગાર્ડે જ રોકી લીધી અને ત્યાંથી જ પરત આવવું પડ્યું. જો કે અર્શી ઘર-ઘર માં નામ બનાવી ચુકી છે. એક વખત સલમાનની દીવાની પણ તેના ફ્લેટ પર ધમાલ મચાવા ગઈ હતી. તેનું કહેવું હતું કે સલમાન સાથે તેના લગ્ન થયા છે અને તે તેના પતિ છે.

જો કે હાલમાં સલમાન ખાન તેના પરિવાર સાથે જ આ એપાર્ટમેન્ટમાં રહે છે અને જાણકારી આપ્યા વગર કોઈ ઘરમાં પ્રવેશ પણ કરી શકતું નથી. વાત કરીએ તેના કરિયરની તો હાલમાં જ તેની ફિલ્મ “દબંગ 3” રીલીઝ થવાની છે. સલમાનની દરેક ફિલ્મો સુપરહિટ સાબિત થાય છે અને ટીવીમાં પણ તે બીગ બોસ શો દ્વારા છવાયા છે. છેલ્લી ઘણી સિઝનથી આ શો સલમાન ખાન જ હોસ્ટ કરી રહ્યા છે. કદાચ આ કારણે જ શો માં કંઈ ખાસ વાત ન હોવાથી પણ તેના ફેંસ આ શો જોવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!