ATM માં બેસીને ભજીયા વેંચવા લાગ્યો આ ભાઈ – અને પછી લોકોને ખબર પડીને જે થયું એ વાંચવા જેવું છે

આપણા દેશ ની જનતા બધી વાત માં ખુબ જ હોશિયાર છે. કોઈને કામ કરવા માટે કેમ રાજી કરવા, વેપાર કેમ કરવો, અને કોઈને ઉલ્લુ કેમ બનાવવા.. ના ના કોઈ ને ઉલ્લુ નથી બનાવવાના પણ કોઈ વસ્તુ નો જુગાડ કેમ કરવો એ કોઈ આ મહારથી પાસે થી શીખે..આપણે અંગત જીવન માં ઘણી વાર કોઈ પ્રસંગો માં કે પરીક્ષા માં કે કોઈક વાર તો રસ્તા પર કોઈ ને કોઈ વસ્તુ માટે જુગાડ કરતા જ હોય છીએ.. આવી જ એક વાત છે રાજધાની દિલ્લી ની આ વ્યક્તિ એ તો સૌથી વધારે ચોકાવનારો જુગાડ કર્યો.

ચાલો જાણીએ..વરસાદ ની સીઝન માં ભજીયા ખાવાનું દરેક ને મન થાય અને હવે તો ગમે ત્યારે વરસાદ આવે છે. સીઝન માં ભજીયા બનાવવા અને ખાવા બધાને ગમે પણ જયારે બનાવવાના હોય ત્યારે શું થાય.. જયારે સીઝન નો પહેલો વરસાદ આવે ત્યારે ભજીયા ખાવાનું તો મન થાય. પણ ગરમી પણ વધારે થાય, આપણ ને ભજીયા ખાવાની તો મજા આવે પણ એમને ભજીયા બનાવવની તકલીફ પડતી હોય છે. ત્યારે આ વ્યક્તિ એ ગરમી થી બચવા એવો જુગાડ કર્યો જાણી ને રહી જશો દંગ.

જુગાડ કરવા માં આપણા દેશના લોકો ગમે ત્યાંથી કરી જ લે છે. આ વ્યક્તિ એ ગરમી થી બચવા પોતાની દુકાન “બેંક ઓફ બરોડા ” ના ATM માં જ પોતાની દુકાન લગાવી દીધી.. તેમાં હજુ એક બીજો વ્યક્તિ પણ તેની સહાય કરતો દેખાય છે. આ વિચાર આવે અને અમલ માં મુકવું એ જ હિમંત નું કામ છે આ તસ્વીરો બધી સોસીયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઈ છે. અને આ વ્યક્તિ રાતો રાત સોસીયલ મીડિયા થી દેશમાં છવાઈ ગયો.. ATM ની બહાર આ વ્યક્તિ ને જોઈ ને બધા હસી ઉડવા લાગ્યા. અને કોઈ એ એક્તેની તસ્વીર સોસીયલ મીડિયા માં અપલોડ કરી તો એક યુઝરે તેની તસ્વીર સાથે ગીત મુક્યું તો બીજા યુઝરે કહ્યું ” મારો દેશ બદલી રહ્યો છે” ફરી કોઈએ કમેન્ટ માં કીધું “બહુ જ જોરદાર જુગાડ લગાડ્યો છે”, તો કોઈ એ વિરોધ કરતા કહ્યું કે “આવું એને કરવાનો કોઈ જ અધિકાર નથી”

તમારા મંતવ્ય પ્રમાણે શું કરવું જોઈએ આ વ્યક્તિ એ કર્યું એ સાચું છે કે નિયમોના વિરુધ છે. સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે ઘટના દિલ્લી ની છે પણ દિલ્લી ના ક્યાં વિસ્તાર ની છે એ હજી ખબર નથી તેની કોઈ પુષ્ટી કરવા માં આવી નથી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!