આજ થી જ ચાલુ કરી દો શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે અક્ષીર ખજુર, ફાયદા જાણીને દંગ રહી જશો

શિયાળાની ઋતુ આવતાની સાથે શરીરના સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે વિવિધ પ્રકારના ઉપાયો કરતા હોઈએ છે. કસરત તથા યોગની સાથે સાથે બીજી કેટલીક જુદી જુદી વસ્તુઓ પણ આપણે આ દરમિયાન ખાવાનું શરૂ કરી દઈએ છે. તો આ શિયાળાની ઠંડીમાં તમે ખજૂર ખાવાનું શરૂ કરો છો તો તમારા શરીરના સ્વાસ્થ્ય સબંધિત ઘણા બધા ફાયદા થઇ શકે છે.

ખજૂર એ માણસના શરીર માટે સૌથી વધુ શ્રેષ્ઠ વસ્તુ કહેવામાં છે. આમ તો દરેક ઋતુમાં ખજૂર શરીર માટે ઉપયોગી છે તે આમ છતાં પણ શિયાળાની અંદર આપણી શરીરની આંતરિક પ્રક્રિયા થોડીક ચેન્જ થતી રહેતી હોય છે અને આ સમય દરમિયાન જો તમે ખજૂરનું સેવન શરૂ કરી દો છો તો તમારા શરીરમાં વિવિધ પ્રકારના આશ્ચર્યજનક બદલાવ આવી શકે છે.

તો આવો જાણીએ આ આર્ટિકલમાં ખજૂર ખાવાથી આપણા શરીરમાં કયા કયા અગત્યના ફાયદા થાય છે.

તાકાત (એનર્જી) વધારવામાં મદદરૂપ:

ખજૂરની અંદર પુષ્કળ માત્રામાં ફાયબર, આયરન, કેલ્શિયમ, વિટામિન તથા મેગ્નેશિયમ મળી આવે છે. શિયાળાની ઠંડીમાં આ બધા જ જરૂરી તત્વો શરીરમાં વધુ ગરમી પેદા કરે છે જેના લીધે તમારી આંતરિક તાકાતમાં જરૂરત કરતાં વધારો થાય છે.

પાચનક્રિયાને બનાવે છે એકદમ ઝડપી:

ખજૂરની અંદર પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલું છે જે તમારી પાચનક્રિયાને વધુ સક્રિય તથા મજબૂત બનાવે છે. જેના લીધે તમને એસીડીટી જેવા તકલીફથી છુટકારો મળે છે. દરરોજ સવારે ઉઠતાની સાથે ભૂખ્યા પેટે ખજૂર ખવામાં આવે તો એસીડીટીની તકલીફમાં સરળતાથી મદદ મળે છે.

હાડકા બનાવે છે ખડતલ:

ખજૂરમાં મેગ્નીજ, કોપર તથા મેગ્નેશિયમ રહેલા છે જે તમારા હાડકાને વધુ દમદાર બનાવે છે. શિયાળામાં જો તમે રોજ ખજૂરનું સેવન કરવાનું ચાલુ કરી દો છો તો તમારા હાડકા વધુ મજબૂત બનશે. કસરતની સાથે સાથે ખજૂર પણ તમને ઉપયોગી બની રહેશે.

સ્ટ્રોક આવવાનો ખતરો દૂર થાય છે:

ખજૂરની અંદર પોટેશિયમની સાથે થોડી માત્રામાં સોડિયમ હજાર હોય છે જેના લીધે તમારી નર્વ્સ સિસ્ટમ સક્રિય રહે છે અને શરીરમાં જમા થતા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવામાં મદદ કરે છે જેના લીધે સ્ટ્રોક આવાનો ખતરો પણ ઓછો થાય છે.

અસ્થમાના દર્દીઓ માટે ઉપયોગી:

શિયાળો આવતાની સાથે જ અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા નડે છે. તો આ સમયે જો રોજ સવારે તમે બે કે ત્રણ ખજૂર ખાવાનું ચાલું કરી દેશો તો તમને આ તકલીફમાં થોડી મદદ જરૂર મળશે.

હૃદય માટે છે ફાયદાકારક:

વધુ પડતી ઠંડીના લીધે હાર્ટએટેક આવવાની સંભાવના રહેલી હોય છે પણ જો તમે શિયાળા દરમિયાન ખજૂરનું સેવન કરો છો તો ખજૂર તમારા હૃદયના ધબકારાને ઓછા થતા તથા વધતા રોકે છે. જેના લીધે તમને હૃદય સંબંધી તકલીફો થવાનો ખતરો પણ ઓછો રહે છે.

ચહેરાની સુંદરતામાં કરે છે અનેક ગણો વધારો:

ખજૂર શરીરને સ્વસ્થ રાખવામાં તો હેલ્પ ફૂલ બને જ છે તેની સાથે સાથે ખજુરથી તમારા ચહેરાની રોનક માં પણ વધારો થઇ શકે છે. ખજૂરની અંદર એન્ટી-એજિંગ ગુણ હજાર હોય છે જેના લીધે ઘડપણ જલ્દી નથી આવતું અને ચહેરો સુંદર પણ બને છે.

શરદી-ઝુકામમાં મદદ આપે છે:

શિયાળો આવતાની સાથે જ મોટાભાગના લોકોને શરદી ઝુકામની તકલીફ સતાવવા લાગતી હોય છે. પણ જો તમે રોજ 2-3 ખજૂર, કાલા મરી અને ઇલાયચીને પાણીમાં ઉકાળી રોજ રાત્રે સુતા પહેલા પીવાનું રાખશો તો આ સમસ્યામાં પણ તમને ફાયદો થશે.

વજન વધારવામાં ફાયદાકારક:

જો તમે ઓછા વજનની તકલીફથી પરેશાન છો તો તમારા માટે ખજૂર ખુબ જ ઉપયોગી છે.ખજૂરની અંદર સુગર, વિટામિન અને થોડાક જરૂરી પ્રોટીન રહેલા છે જે વજન વધારવામાં ખુબ જ મદદરૂપ રહે છે. રોજ 5-6 ખજૂર ખાવાથી થોડા જ દિવસમાં તમારા શરીરમાં આવેલો તફાવત તમે જોઈ શકશો.

તો આ છે ખજૂર ખાવાં કેટલાક ફાયદાઓ, જે તમારા શરીરના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનવવામાં ખુબ જ મદદરૂપ બનશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!