દરેક બહેનોએ જરૂર વાંચવા જેવું – હેર સ્પા હકીકત માં વાળને શું કરે છે અને સાચી રીત શું છે!

મહિલા ની સુંદરતા તેના વાળ થી નિખરે છે. પહેલાના સમય માં બધા ના વાળ ખુબ જ મોટા અને ચમકીલા અને મજબુત હતા. કેવી રીતે ? આ સમય માં બધા ને મજબુત, ગ્રોથ વાળા, ચામ્કીલા, સિલ્કી વાળ જોય છે.જેના માટે તેને દરેક ઘરગથ્થું ઉપચાર કરે છે. તો કોઈ આયુર્વેદિક ઉપચાર કરે છે. તો કોઈ પાર્લર માં જઈ ને હેર સ્પા કરે  છે. પણ શું તમને ખબર છે હેર સ્પા તમારા વાળ માટે યોગ્ય છે.કે નહિ. હેર સ્પા થી ખરતા વાળ અટકી જાય છે. વાળને મજબૂતી મળે છે. મહિના માં એક વાર તો હેર સ્પા કરવું જ જોઈએ. શું તમને ખબર હતી આ વાત ? તો ચાલો તમને જણાવીએ આ અહેવાલ માં

હેર સ્પા ના લાભ જાણો :-

અમુક લોકો નું એવું માનવું છે. કે હેર સ્પા કરવાથી માથા માં મસાજ થાય પણ એવું નથી હેર સ્પા કરવાથી માથા માં રહેલી ગંદકી દુર થાય છે, તડકા ના લીધે બેજાન થઇ ગયેલા વાળ ને સ્ફૂર્તિ મળે છે, વાળ ચમકીલા બંને અને મજબુત પણ બંને છે, સાથે ખરતા વાળ કે બે મોઢા વાળ ની સમસ્યા ખત્મ થાય છે.

હેર સ્પા કરવાની રીત :-

જેમ આપણા શરીર ને ખોરાકની જરૂર રહે છે, તેમ વાળ ને પોષણ યુક્ત રાખવા માટે હેર સ્પા ની જરૂર રહે છે. હેર સ્પા કરવાના ૫ પોઈન્ટ છે મસાજ, સ્ટીમ, શેમ્પુ, કંડીશનર, અને માસ્ક બહુ જ સહેલું છે. જે તમે ઘરે પણ ક્રી શકશો.

હેડ મસાજ કરો :-

વાળ ની સૌથી પહેલા મસાજ કરવામાં આવે છે. મસાજ માં કોઇપણ ગરમ તેલ થી મસાજ કરવામાં આવે છે. બંને ત્યાં સુધી તેલ જેતુન કે સરસવ નું હોવું જોઈએ. તેલ  ની મસાજ કરવાથી વાળ ને પોષણ મળે અને વાળ મજબુત થાય છે. મસાજ થઇ ગયા બાદ થોડી વાર વાળ માં તેલ ને રહેવા દેવું.

વાળ ને સ્ટીમ આપો :-

વાળ ની સુંદરતા વધારવા માટે વાળ ની મસાજ કર્યા બાદ તેને સ્ટીમ આપો, સ્ટીમ મશીન નો ઉપ્યોગ કરવો જો તમારી પાસે સ્ટીમ મશીન નથી તો  એક મોટા તપેલા માં પાણી ગરમ કરો. પાણી ગરમ થઈ ગયા બાદ તેમાં મોટો ટુવાલ નાખો આ ટુવાલ ને સરખો ભીનો કરો, અને પછી તેને નીચવીને માથા પર બાંધી દો. થોડી વાર રાખ્યા બાદ તેને કાઢી નાખો.

શેમ્પુ :-

સ્ટીમ લીધા પછી વાળ ને શેમ્પુ થી ધોય નાખો. વાળ ધોવા માટે કોઈ સારી કંપનીનું શેમ્પુ વાપરવું.. વાળ ને ધોવા માટે હળવું ગરમ પાણી જ લેવું પાણી વધારે ગરમ ના હોય એનું ધ્યાન રાખવું..

કંડીશનર :-

વાળ ધોયા પછી કંડીશનર કરવું જરૂરી છે. કંડીશનર માટે ચા ના પાણી ને ઉકાળો અને તેમાંલીંબુ નાખો આ મિશ્રણ ને રૂ ની મદ્દદ થી વાળમાં લગાવવું  જેથી વાળ ચમકીલા બંને અને સુંદર દેખાય છે. કંડીશનર માટે તમે દહીં પણ લગાવી શકો.. દહીં લગાવ્યા બાદ માથા માં ખોલો નથી રહેતો. અને વાળ ચમકીલા બંને છે,

હેર મસક :-

હેર માસ્ક લગાવવું પણ જરૂરી છે. તેના માટે ઈંડા, મધ અને નારિયલ ના તેલ નું મિશ્રણ કરી માથામાં લગાવવું અને 10 મિનીટ સુધી રાખો જો તમને ઈંડા ના ગમે તો તમે કેળા નો ઉપયોગ પણ કરિ શકાય.

કેળા ને સારી રીતે પીસી ને તેમાં દૂધ, નારિયલ નું તેલ, અને મધ નાખી માસ્ક બનાવી શકાય અને આ માસ્ક વાળ માં લગાવો ૩૦ મિનીટ સુધી આ માસ્ક રાખી ને વાળ ને ધોય લેવા આ પ્રયોગ તમે મહિના માં એક વાર કરી શકો. હેર સ્પા મહિના માં એક વાર જરૂર કરવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!