હિંદુ ધર્મમાં થાય છે આ 8 પ્રકારના લગ્ન – જાણો કયા લગ્ન છે સૌથી શ્રેષ્ઠ

લગ્ન એ જીવન નો બીજો ભાગ છે, જેમાં બંને  વ્યક્તિ એકમેક ની ભાવના થી એકબીજા ને પોતાનું જીવન સમર્પણ કરતાં હોય છે, બધા ધર્મ માં અલગ રીતે લગ્ન થતાં હોય છે, અને બધા ધર્મના ના લગ્ન ની રીત નો  મતલબ પણ જુદો થાય છે આજે અમે તમને જણાવશું હિન્દુ ધર્મ માં લગ્ન ના 8 પ્રકાર બધા પ્રકાર ના લગ્ન આપના સમાજ માં થાય છે, પરંતુ ક્યાં લગ્ન સૌથી શ્રેષ્ઠ છે, તે અમે તમને કહીશું, જેમાથી 5 પ્રકાર ના લગ્ન અમાન્ય ગણાય છે, બ્રમ્હ, દૈવ, આર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ,રાક્ષસ, પિશાચ આ 8 પ્રકાર ના લગ્ન આપના હિન્દુ શાસ્ત્ર માં આપેલા છે, આ બધા પ્રકાર ના લગ્ન ની વિશેષતા આજે તમને જણાવશુ..

બ્રમ્હ વિવાહ :- 

આ લગ્ન બંને પક્ષ ની સહેમતી થી  થાય છે, તેમાં કન્યા ની ઈચ્છા અનુસાર કરવામાં આવે છે, કન્યા પક્ષ અને વર  ની સહેમતી હોવી જોઈએ, આ લગ્ન ને હિન્દુ ધર્મ માં શ્રેષ્ઠ લગ્ન ગણવામાં આવે છે. આ લગ્ન પૂરા રીત રિવાજ અને ધાર્મિક વિધિ થાય છે, જેમાં દરેક નીતિનિયમ પણ લાગુ પડે છે,

દૈવ વિવાહ :- 

દેવ વિવાહ અનુસાર આ લગ્ન માં પૈસા ને વર ના સ્વરૂપ માં રાખવામા આવે છે, બધ અદાગીના કન્યા ના હાથ માં આપી ને લગ્ન કરવામાં આવે છે, આ લગ્ન માં કન્યા ની ઈચ્છા ને ગણવામાં આવતી નથી,

આર્ષ વિવાહ :- 

આર્ષ વિવાહ એટલે પહેલા ના સમય માં ખેતી નું મહત્વ વધારે હતું, તેથી વર પક્ષ દ્વારા કન્યા પક્ષ ને ગાય, બળદ, અને દાગીના સાથે પૈસા આપવામાં આવે છે, મતલબ કે કન્યા ના લગ્ન કન્યા નું મૂલ્ય ચૂકવી ને કરવામાં આવે છે,

પ્રજા પત્યે વિવાહ :- 

આ લગ્ન માં કન્યા ની પસદગી પુછવામાં આવતી નથી, આ લગ્ન માં પૈસાદાર વર અને પ્રતિષ્ઠિત ઘર માં કન્યા ના લગ્ન કરવામાં આવે છે, આમ જો કહીએ તો માતા પિતા લાલચ માં આવીને તેને બળજબરી થી લગ્ન કરવા મજબૂર કરે છે,

ગાંધર્વ વિવાહ :-

ગાંધર્વ વિવાહ એટલે પ્રેમ લગ્ન આ લગ્ન માં બંને પરિવાર ની સહેમતી વગર જ વર કન્યા એક બીજા સાથે લગ્ન કરે છે, કોઈ રીત રિવાજ વગર લગ્ન કરે છે પ્રાચીન કાળ માં સકુંતલા અને રાજા દુષ્યંત એ લગ્ન કર્યા હતા, અને ત્યાર પછી અર્જુન અને શુભદ્રા એ પણ ગાંધર્વ લગ્ન કર્યા,

અસુર વિવાહ :- 

અસુર લગ્ન એટલે જેમાં કન્યા ને વસ્તુ ની જેમ ખરીદી કરી લગ્ન કરવાં આવે તેને અસુર લગ્ન કહેવાય, આજે પણ આપના સમાજ માં ગરીબઘર  ની કન્યા ને પૈસા આપી લગ્ન કરવામાં આવે છે, જેથી કન્યા ના માતપિતા નું જીવન થઇ શકે,

રાક્ષસ વિવાહ :- 

રાક્ષસ વિવાહ માં કન્યા નું અપહરણ કરી ને લગ્ન કરવામાં આવતા, પહેલા જ્યારે કોઈ રાજા યુધ્ધ માં હારી જતાં ત્યારે તેના રાજ્ય ની સાથે તેની પત્ની અને દીકરી સાથે બળજબરી થી લગ્ન કરતાં, તેને રાક્ષસ વિવાહ કહેવાય છે,

પિશાચ વિવાહ :- 

પિશાચ લગ્ન માં જે કન્યા સાથે લગ્ન કરવામાં આવે છે, તેની સાથે પહેલા શારીરિક સંબંધ રાખવામા આવે છે, પછી જ તેની સાથે લગ્ન કરાય, જો કોઈ એનો વિરોધ કરે તો તેની અને તેના પરિવાર ની હત્યા પણ કરવામાં આવે છે,

આ 8 પ્રકાર ના વિવાહ માં બ્રમહ લગ્ન એક ને જ આપણાં સમાજ માં પ્રાધાન્ય મળ્યું છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!