ટેલીવીઝન ના આ સ્ટાર્સ જેમને હિંદુ-મુસ્લિમ કે કોઈ પણ ધાર્મિક સંકુચિતતા વગર કર્યો પ્રેમ
આપણા દેશ માં જયારે પણ ધર્મ ની ચર્ચા થાય તો હિંદુ અને મુસ્લિમ ની જ હોય જયારે આપને શીખવી કે સર્વ ધર્મ એક સમાન તો આ વાત માનવી પણ જોઈએ મોટાભાગે લોકો ખુબ જ જગડતા હોય છે અને ત્યાં એવા પણ લોકો છે જેને હિંદુ મુસ્લિમ માં કોઈ ફેર જ નથી પડતો. સાથે કામ કરવાથી એટલી મિત્રતા હોય છે કે લગ્ન પણ કરી લેતા હોય છે. આજેઆપને આ લેખ માં ટી.વી.ની દુનિયા ની વાત કરશું જે સીરીયલ માં સાથે કામ કરતા હોય અને પ્રેમ થઇ જાય છે. તો ચાલો જાણીએ કે કોણ કોણ છે આ જોડી જે અલગ ધર્મ ના હોવા છતાં સાથે લગ્ન કરી ખુશી થી રહે છે.
જૈન ઈમામ અને અદિતિ રાઠોડ :-

જૈન એક મુસ્લિમ છે અને અદિતિ હિંદુ છે આ બંને પોતાની સીરીયલ ” નામ કરન ” થી ભેગા થયા, ખુબ લોક પ્રિય રહી ચુકેલી આ સીરીયલ માં દર્શકોને તેની જોડી પણ ખુબ જ ગમી બન્ને સાથે કામ કરતા હોવાથી બંને ને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને હવે એકબીજા સાથે થોડાજ સમય માં લગ્ન પણ કરવાના છે..
હિબા હબાબ અને રોહન ગંડોત્રા :-
આ જોડી માં હિબા મુસ્લિમ છે અને રોહન હિંદુ છે. ઓન સ્કીન દર્શકોને તેની જોડી ખુબ જ ગમી હતી. તે બંને ” નાગિન ” સીરીયલ માં સાથે જોવા મળ્યા હતા.. હવે તેમનું ભવિષ્ય સાથે છે કે નહિ એ તો એ જણાવી શકશે..
મોહશીન ખાન અને શિવાંગી જોશી :-
ટી.વી.ની ખુબ જ જાણિતી જોડી છે જેટલો બંને વચ્ચે ઓન સ્ક્રીન પ્રેમ દેખાય છે એટલો જ ઓફ સ્ક્રીન પણ દેખાય છે, સીરીયલ ” યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ” થી ટેલીવિઝન પર છવાયેલી આ જોડી જયારે સીરીયલ માં બંને ને દેખાડવા માં આવ્યા ત્યારે ખુબ જ ચર્ચા માં હતી.. શિવાંગી એ એવું કહ્યું પણ હતું કે બંને વચ્ચે એવું કઈ જ નથી.. પણ કેમેરા થી ક્યાં છુપે છે હવે તો બંને નો પ્રેમ લગ્ન સુધી પહોચી ગયો છે. સીરીયલ દર્શકો આ બંને ને જોવા માટે જ જોવે છે. એવું પણ કહી શકાય.
શોઅબ ઈબ્રાહીમ અને દીપિકા કક્કડ :-
શોઅબ મુસ્લિમ પરિવાર માંથી છે તો દીપિકા હિંદુ પરિવાર ની છે બંને એકસાથે સીરીયલ ” સસુરાલ સીમર ક ” માં જોવા મળ્યા હતા. આ બંને એ દુનિયા ની પરવા કર્યા વગર જ એકબીજા સાથે લગ્ન કર્યા. ત્યાર પછી દીપિકા બીગ બોસ માં આવી હતી, અને વિજેતા પણ બની હતી.. બંને વચ્ચે નો પ્રેમ વધતા તે નચ બલીએ માં પણ જોવા મળ્યા હતા..
અદનાન ખાન અને ઈશા સિંહ :-
અદનાન અને ઈશા ઝી ટીવી ની સીરીયલ” ઈશ્ક સુભાન અલ્લાહ ” માં ઝારા અને કબીર ની જોડી બહુ જ લોક પ્રિય થઈ, બંને વચ્ચે પ્રેમ થયો અને એકબીજા ને ડેટ પણ કરે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.