ઉંબરાની પૂજા કરવાનું આ ખાસ મહત્વ અને કારણ ઘણા હિંદુ મિત્રોને નહિ જ ખબર હોય – જરૂર વાંચો

ભારત દેશએ બાકીના બધા જ દેશો કરતા આધ્યાત્મિકતાની બાબતે એકદમ જુદો પડે છે. કેમ કે, ભારતમાં જેટલો ભક્તિભાવ, આધ્યાત્મ, શાસ્ત્ર, દર્શન શાસ્ત્રનો અનોખો પ્રભાવ જોવા મળે છે એટલો પ્રભાવ બીજે ક્યાય પણ જોવા મળતો નથી.

યોગ, તથા વેદ, શાસ્ત્ર જેવી વિવિધ ભેટો ભારતે આખા વિશ્વને આપી છે. તે પૈકી માણસે કેમ તંદુરસ્ત, શિક્ષિત તથા જીવન નિર્વાહ કરવો તે સમજાવવામાં આવ્યું છે. મનું સ્મૃતિ નામના ગ્રંથમાં પણ માણસે કેવી રીતે જીવન જીવવું તેનું સંપૂર્ણ આલેખન કરવામાં આવ્યું છે.

માણસએ પોતાની નજીક રહેલી વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો, કેટલીક વસ્તુનો સંગ્રહ કરવો, કેટલીક વસ્તુની પૂજા કરવી તે ઉપરાંત અમુક વસ્તુ ખાવી કે ના ખાવી એવું પણ હિંદુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે તે પણ વિજ્ઞાનિક રીતે પુરવાર પણ થયું છે. આવી જ રીતે આજ આપણે જોઈશું કે ઘરના ઉંમરાની પૂજા કેમ અનોખી રીતે કરવામાં આવે છે. ઉંમરાની પૂજા કરવા પાછળ શું લાભ થાય છે? તે વૈજ્ઞાનિક તથા ધાર્મિક દ્રષ્ટીએ શું શું મહત્વ ધરાવે છે? જે પૂરી માહિતી તમે આ લેખમાં જાણશો તો તમને નવાઈ થશે.

એમ કહેવામાં આવે છે કે આપના ઘરનો ઉંમરો આપનું જરૂરી રક્ષણ કરે છે, આમ દેખવા જઈએ ઉંમરાને લક્ષ્મણજી એ દોરેલી લક્ષ્મણ રેખા સાથે પણ સરખાવી દેવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે, જેવી રીતે સીતાજીને પણ લક્ષ્મણજીએ ચેતવણી આપી હતી, તેવી જ રીતે ઘરમાં રહેલો ઉંમરો એ આજની સ્ત્રીને ચેતવણી આપે છે કે જો કોઈ અનિષ્ટ માણસો અવાજ આપે તો તેને જવાબ ઉંમરાની અંદર રહીને જ આપી દેવો જોઈએ, તે બોલાવે તો પણ ક્યારેય બહાર ના જવું.

આ જૂના ઘરનો ઉંમરો સ્ત્રીમાટે ઘરના વડીલ જેવી ભૂમિકા નિભાવે છે કારણ કે, પહેલા ઘરના ઉમરા થોડાક ઊંચા રાખવામાં આવતા, તો નોર્મલ એવી રીતે તેને ઉંમરો ઓળંગવો એમ માનવામાં આવતું, તો કોઈ સ્ત્રી ખરાબ કામ કરવા માટે ઉંમરો ઓળગતા પહેલા વિચાર કરી લેતી હતી, કે આનું પરિણામ શું આવશે? કેમ કે, તેને ખબર હતી કે આ ઉંમરાનું મહત્વ કેટલું છે તે…

કોઈ પારકો માણસ પહેલા ઘરે આવતો હતો તો પણ સ્ત્રી તેને ઘરમાં આવવા નથી દેતી., કારણ કે તે આવનારો માણસ કેવી પ્રકૃતિ ધરાવતો હતો તે ખબર જ ના હોય… જો સ્ત્રીને એમ લાગે કે આ કોઈ સજ્જન છે તો જ તેને ઘરમાં પ્રવેશ મળતો હતો. તેથી એ વખતે ઉંમરાનું મહત્વ ઘરના વડીલ જેવું ગણાતું…

કોઈપણ યુવક જયારે સાંજે કામકાજ કરીને ઘરે આવે ત્યારે તે પહેલા તેના પગ તથા મોં ઘરની બહાર રહેલા બાથરૂમમાં ધોઈને જ ઘરમાં પ્રવેશ કરતો, કારણ કે એવું માનવામાં આવતું હતું કે પુરુષ દિવસ દરમિયાન ઘણા સારા તથા ખરાબ લોકોને મળ્યો હોય, તો તે બધા લોકોની અસર ઘરમાં ખરાબ રીતે ના પડે એટલા માટે તે હાથ પગ ધોઈને જ ઘરનો ઉમરો ઓળગવાનો રીવાજ હતો.

પુરુષ ઘણી વખત કમાઈને ઘરમાં જ્યારે આવતો ત્યારે તેને અવશ્ય પૂછવામાં આવતું કે આ કમાણી નીતિની જ છે ને? જો અનીતિની કમાણી હોય તો ઘરના ઉંમરાની બહાર જ મુકીને ઘરમાં પ્રવેશ કરજો, આમ ઘરના માલિક એવા પુરુષને પણ ઉંમરો વિચારવા માટે થોડાક ક્ષ્ણ માટે મજબુર કરી દેતો હતો…

સ્ત્રી ઘણીવાર ઉંમરાની પૂજા કરતી વખતે એમ પણ કહેવામાં આવે છે કે, હે મારા ઘરના રખેવાળ એવા ઉંમરા મારા ઘરમાં દરરોજ નીતિનો રૂપિયો, મર્યાદા વાળી ઉત્તમ વાણી, મનમાં સંતોષ તથા ઘરમાં શાંતિ આવે એવું કરજો તથા અનિષ્ટ તત્વો, લોભ, મોહ અને ક્રોધ જેવા તત્વો મારા ઘરમાં ક્યારેય ના પ્રવેશે તેનો સદા ખ્યાલ રાખજો. મારા ઘરે મહેમનનો સદાય વાસ રાખજો, સાધુ સંતો તેમજ સજ્જન વ્યક્તિઓથી મારા ઘરને સદાય ખુશ રાખજો.

જેવી રીતે આપણે તરસ લાગે ત્યારે ગંદુ પાણી કેમ નથી પી શકતા? ચોખ્ખું પાણી કેમ પીવાનું કરીએ છીએ ? એવી રીતે ઉંમરો એ વડીલની જેમ ઘરમાં પ્રવેશતા ખરાબ, અનિષ્ટ તત્વોને દુર રાખીને સારા, પોઝિટિવ અને સંસ્કૃત્તિક તત્વોને પ્રવેશ આપે એ માટે બધી જ સ્ત્રીઓએ એક વડીલની જેમ ઘરમાં રહેલા ઉંમરાની પૂજા અવશ્ય કરવી જોઈએ… અને આ મહત્વ આપણને ઋષિમુનીઓના વખતથી કહેવામાં આવ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!