દરેક હોટલમાં થતી આ 12 વસ્તુ/એક્ટીવીટી જે વાંચીને ચોંકી જશો – લગભગ કોઈને ખ્યાલ નથી હોતો આ વિષે

આપણે જ્યારે પણ ઘરથી દુર જાય એટલે રોકાવા માટે હોટલમાં જતા હોઈએ છીએ. આ હોટલનું ભાડું એક રાતનું 2-3 હજારથી લઈને લાખો સુધી પણ હોઈ શકે છે. જ્યારે તમે આટલું વધુ ભાડું આપો છો તો તમે હોટલ તરફથી સારી સુવિધાઓ પણ એક્સ્પેટ કરતા હસો. ખાસ કરીને સાફ સફાઈની વાતમાં તો તમે પરફેક્ટ જ ઈચ્છતા હોય.

બહારથી જોઇને તો તમને હોટલો આલીશાન અને ટીપ ટોપ લાગે છે. અને તેનો સ્ટાફ પણ વિનમ્ર લાગે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે તે લોકો ઘીબધિ વસ્તુઓ તમારાથી છુપાવે છે. આજે અમે આ જ વાતથી તમને વંચિત કરવા જઈ રહ્યા છીએ.

1 રૂમની સફાઈની હકીકત :

હોટલના એક જ રૂમમાં મહીને ઘણાબધા લોકો રોકાતા હોય છે. હવે આ લોકો રૂમમાં શું શું કરે છે કોને ખબર? હોટલ વાળા રૂમની બેડશીટ ભલે બદલી નાખે પરંતુ રજાઈ અને બેડ કવર ઘણા મહિનાઓ સુધી ચલાવે છે. ઘણી વખત તેની સફાઈ પણ બરોબર થતી નથી.

2 ગ્લાસની સફાઈ નહિ પોલીસ થાય છે :

બેડ શું ગ્લાસની પણ આ જ હાલત છે. તેને કેમિકલ લગાવીને ચમકાવવામાં આવે છે. ઘણી વખત તો ગ્લાસને પાણીમાં પલાળતા પણ નથી. તેમજ ત્યાના ફર્નીચારોને પણ કેમિકલ થી ચમકાવવામાં આવે છે. ઘણી હોટલમાં તો ગ્લાસને બાથરૂમના પાણીથી જ સાફ કરવામાં આવે છે.

3 મિની બાર :

ઘણી મોટી હોટલોમાં રૂમની અંદર જ મિની બાર હોય છે જેમાં પાણી, બીયર, જ્યુસ અને અન્ય લીક્વીડ પદાર્થ હોય છે. જો કે આનો ઉપયોગ ફ્રિ હોય છે પરંતુ ઘણીવાર હોટલવાળા તેના રૂપિયા કાપી લેતા હોય છે. તેથી તેને પીધા પહેલા મેનેજરને એકવખત જરૂર પૂછી લેવું અને રૂમમાં આવ્યા પહેલા બધી બોટલનું સીલ જરૂર ચેક કરી લેવું. ક્યાંક એવું ન થાય કે તમારી પહેલાના કસ્ટમરે પીધું હોય અને બીલ તમારે ચુકવવું પડે.

4 કીડા મકોડા અને જીવડા :

હોટલવાળા તમને ક્યારેય નહિ જણાવે કે તમને બેડ પર જીવડા અને કીડા મકોડા પણ મળી શકે છે. જીવડા અને મકોડા તમારી રાત ખરાબ કરી શકે છે એવામાં રૂમ રાખ્યા પહેલા જ ચેક કરી લો અને ક્લીયર કરી લો.

5 મૃત્યુ અને આત્મહત્યા :

ઘણી વખત હોટલમાં અમુક કસ્ટમર આત્મહત્યા કરી બેસે છે જ્યારે અમુક બીમાર કસ્ટમર પણ હોટલમાં રોકાયા હોય છે. એવામાં તેના કીટાણું પણ હોટલમાં હોય છે. તેથી તમારી તબિયતને નુકશાન પહોંચી શકે છે.

6 દુર્ઘટના :

ઘણીવખત હોટલમાં લાપરવાહી અને પર્યાપ્ત સુરક્ષા ન હોવાના કારણે દુર્ઘટના પણ બની શકે છે. જેમ કે સીડીઓ પરથી પડી જવું, હોટલમાં કોઈ ભયંકર જાનવર, ખરાબ લીફ્ટ હોવાને કારણે દુર્ઘટના, વગેરે…તેથી હોટલમાં રોકાયા પહેલા બની શકે તો તેનું ઓનલાઈન રીવ્યુ ચેક કરી લેવું જોઈએ.

7 આગ પર કાબુ કરવાની સુવિધા ન હોય :

એક હોટલમાં આગ લાગવાનો ખતરો હંમેશા રહે છે. એવામાં જોઈ લેવું જોઈએ કેમ કે હોટલમાં આગ પર કાબુ કરવાનાં સાધનો ઉપલબ્ધ ન પણ હોય અથવા પહેલા પણ આગ ;લાગવા જેવી દુર્ઘટના બની ચુકી હોય.

8 સિતારાઓ :

તમે જે હોટલમાં રોકાયા છો જેમાં કોઈ ફેમસ સિતારાઓ પણ રોકાયા હોય, પરંતુ હોટલવાળા આ વાત જગ જાહેર કરા નથી. તેનું કારણ છે કે આ સિતારાઓને તેના પર્સનલ જીવનમાં કોઈ દાખલગીરી પસંદ નથી.

9 વસ્તુઓ ખોવાઈ જવી અને ગાયબ થઇ જવી :

ઘણા લોકો તેનો સમાન હોટલમાં ભૂલી જતા હોય છે. એવામાં જરૂરી નથી કે તમે જ્યારે તે વસ્તુ લેવા જાવ ત્યારે તમને ઈમાનદારીથી પાછી આપી દે. એટલે કે હોટલમાં કામ કરતા કર્મચારીઓ તમારો ભુલાઈ ગયેલો સમાન છુપાવી શકે છે. એવામાં આ વસ્તુને લઈને હોટલની શું વેલ્યુ છે તે જાણી લેવું જોઈએ.

10 હોટલ વાળા પણ કરી શકે છે તમારા રૂમનો ઉપયોગ :

જણાવી દઈએ કે તમે જ્યારે રૂમ રાખીને બહાર ફરવા જાવ ત્યારે હોટલવાળા પણ તમારા રૂમનો ઉપયોગ કરી શકે છે. જણાવી દઈએ કે હોટલવાળા પાસે તમારા રૂમની એક એક્સ્ટ્રા ચાવી હોય છે.

11 વૈલે પાર્કિંગ :

તમારે વૈલે પાર્કિંગમાં કોઈ પણ વૈલે ડ્રાઈવરને તમારી કાર પાર્કિંગ માટે આપવી જોઈએ નહિ. જો તે ડ્રાઈવરથી કારમાં કંઈ નુકશાની થશે તો હોટલવાળા તેની જવાબદારી લેતા નથી.

12 જિસ્મફરોસી :

ઘણી હોટલો એવી પણ હોય છે જ્યાં વૈશ્યાવૃતિનો ધંધો પણ ચાલતો હોય છે. એવામાં કદાચ આ માહોલ તમારા ફેમીલી માટે બરોબર ન હોય. તેથી તમારે આ વિશે પણ જાણકારી મેળવી લેવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!