એક રોટલીમાં છૂપાયેલું છે તમારી દરેક તકલીફનું સમાધાન, કરી આ નાનકડો ઉપાય

રોટલી જ એક માત્ર એવી વસ્તુ છે જેના માટે માણસ પોતાનો સમગ્ર સમય મહેનત મજૂરીમાં ગુજારે છે,જેના કારણે તે પોતાના અને આખા પરિવાર માટે બે ટાણાની રોટલીની સગવડ કરી શકે. દરેક માણસની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે, ઘરનું વાતાવરણ પોઝિટિવ ઊર્જા, પ્રેમ અને એકબીજાના સહિયોગથી હમેશા છલકાયું રહે.

એવામાં દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવે છે કે તે પોતાની સાથે સાથે પોતાના ઘરે આવેલા મહેમાનને પણ ભૂખ્યા ના રાખે જેને કારણે તેઓના આગળના પાપ પણ દૂર થઇ જાય.આ જ કારણને લીધે લોકો સમય સમય પર દાન કરવામાં પણ વિશ્વાસ અતૂટ રાખે છે. બે સમયની રોટલી પેટનો ખાડો તો પુરે જ છે પણ સાથે જ આ રોટલી ચમત્કારી પણ છે જેના લીધે જ્યોતિષી ઉપાયો પણ છે. એવામાં આજે અમે તમને જ્યોતિષોના પ્રમાણે રોટલીને લગતા તથા બીજા વિવિધ ઉપાયો પણ કહેવા જઈ રહ્યા છીએ.

જો તમારી કુંડળીમાં શનિ કે રાહુ-કેતુનો કોઈ વધુ દોષ હોય તો દરરોજ રાતે જે રોટલી સૌથી છેલ્લે બને છે, તેના પર તેલ અવશ્ય લગાવો અને આ રોટલી કાળા કૂતરાને દરરોજ ખાવા માટે આપી દો. જો કાળું કૂતરું ના મળે તો ગમે તે એક કૂતરાને પણ જમાડી શકો છો.

હંમેશા તમારા ઘરમાં બનાવામાં આવેલી પ્રથમ રોટલી ગાય માટે અવશ્ય કાઢો. જેના કારણે ઘરમાં સુખશાંતિ સ્થાપી રહે છે તથા ફેમિલી વચ્ચે માન-સન્માન જળવાઈ રહે છે તથા છેલ્લી રોટલી હંમેશા કુતરા માટે કાઢવી જોઈએ.

રોટલીને ખાંડ સાથે ભેગી કરીને નાના-નાના ટુકડા કરી લો.તેને કીડીઓને જમવાથી અસફળતા અવશ્ય દૂર થઇ જાય છે અને સફળતા પ્રાપ્ત થવા લાગે છે.

દરેક અમાસના દિવસે ચોખાની ખીર અવશ્ય બનાવો તથા રોટલીના નાના નાના ટુકડા તે ખીરમાં ભેગા કરી દો. તેના બાદ રોટલી અને ખીરને ઘરના મકાન પર રાખી દો. આ ઉપચારથી ઘર પર દેવતાઓની અનેક ગણી કૃપા બની રહે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક રમે છે અને યોગ્ય રીતે જમતું ના હોય તો રોટલી પર થોડો ગોળ લગાવી રાખી અને તેને બાળકના માથા ઉપરથી 11 થી 21 વાર ફેરવી લો. ત્યારબાદ આ રોટલી કોઈ કૂતરાને ખાવા માટે મૂકી દો. આ ઉપચારથી બાળક પર લાગેલી તમામ દુષ્ટ ખરાબ નજર દૂર થઇ જાશે અને તે ફરીથી યોગ્ય રીતે જમવા લાગશે.

આ ઉપરાંત રોટલીના એક સરખા ચાર ટુકડા કરીને પહેલો ટુકડો ગાયને, બીજો ટુકડો કૂતરા,ને ત્રીજો ટુકડો કાગડા માટે ઘરના મકાન પર મુકવાનો રહેશે. અને છેલ્લો ટુકડો ઘરની પાસેના કોઈ ચાર રસ્તા પર મૂકી દો આવો ઉપાય રોજ કરવાથી ઘરની ગરીબી સંપૂર્ણ દૂર થઇ શકે છે.

આ ઉપરાંત ઘરમાં બીજા વિવિધ ઉપાયો કરીને પણ ઘરમાં સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકાય છે…

પોતાના ઘરમાં ક્યારેય પણ કોઈપણ જગ્યાએ સાવરણીને ઉભી કદી ના રાખવી જોઈએ ,કે ના તો તેના પર પગ અવશ્ય લગાવો, કે ના તો સાવરણીની ઉપરથી ચાલવું જોઈએ,નહીંતર લક્ષ્મી તમારાથી નાખુશ થઈ શકે છે અને ઘરમાં ગરીબી દૂર થવા લાગે છે.

ઘરના મેઈન ગેટ દ્વાર પર કે જ્યાં-ત્યાં બુટ-ચપ્પલ મૂકવા જોઈએ નહિ ખાસ કરીને ઉલ્ટા ક્યારેય રાખવા ન જોઈએ જેનાથી ઘરમાં અશાંતિ પેદા થાવા લાગે છે.

તમારા ઘરના પૂજા અર્ચનાનું સ્થાનમાં હંમેશા પાણીથી ભરેલો એક કળશ અવશ્ય મૂકવો જોઈએ.

તમારા સુવાના બેડ અથવા ખાટલા પર બેસીને ક્યારેય પણ જમવું જોઈએ નહિ આમ કરવાથી ખરાબ કે ડરામણા સપના આવવા લાગે છે,અને ઘરમાં ગરીબી આવવા લાગે છે.

ઘરમાં દરરોજ સવારે કેટલોક સમય સુધી ભક્તિ ગીત,ભજન અવશ્ય કરવા જોઈએ

પૂજામાં સામગ્રીમાં ઉપીયોગમાં લેવામાં આવતી ધૂપ,આરતી,હવનની અગ્નિ જેવા અનેક પવિત્રતાના પ્રતીક સમાન વસ્તુઓ ક્યારેય પણ પોતાના મોં વડે ફૂંક મારીને ઓલવવા જોઈએ નહિ.

ઘરના મેઈન દરવાજા પર જમણી બાજુએ સિંદૂરથી સાથિયો અવશ્ય બનાવો,આ ઉપરાંત સૂર્યાસ્તના સમયે દરેક રોજ ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડની પાસે ઘી નો દીવો ચોક્કસ કરો.તેનાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બનેલું રહેશે,અને ઘરના દરેક માણસો પણ હળી મળીને રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!