હૈદરાબાદ રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર બાદ જયા બચ્ચને કઈંક આવો પ્રતિભાવ આપ્યો

હૈદરાબાદ રેપ કાંડ નાં ચારેય આરોપીયો નું એન્કાઉન્ટર કરવા પર સમાજવાદી પાર્ટીની સાંસદ જય બચ્ચાને પણ પ્રતિભાવ આપતા કહ્યું કે અંતે કંઇક સારું થયું . તેલંગાણા રેપ કાંડ પર સાંસદમાં ચર્ચાઓ દરમિયાન સાંસદ જયા બચ્ચને કહ્યું હતી કે આવા લોકોને પબ્લિકનાં હવાલે કરી દેવા જોઈએ. ચર્ચાઓ દરમિયાન ઘણા અન્ય સાંસદોએ પણ પોતપોતાની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવા મામલાનું નિવારણ જલ્દી થઇ જવું જોઈએ. જેથી સમાજમાં આવા કિસ્સાઓ ન બંને અને આવા ખરાબ વિચાર રાખનારા નાં મનમાં ડર બેસી જાય.

રેપની ઘટનાઓ પર ચર્ચાઓ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો વિપક્ષ પર નિશાનો :

હૈદરાબાદ રેપ કાંડના ચારેય આરોપીયોનું એન્કાઉન્ટર કર્યું તે પહેલા તેના પર ડોક્ટર પ્રિયંકાનો રેપ કરીને જીવતી સળગાવી નાખવાનો કેસ ચાલતો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તે બધા ભાગી જવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલ ફાયરીંગ થી બધા મરી ગયા.

મળતી માહિતી મુજબ અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ પોલીસ ચારેય આરોપીયોને ઘટના સ્થળે લઇ ગયા જેથી “સીન ઓફ ક્રાઈમ” ((રિક્રિએશન) કરી શકાય. પરંતુ તેમાંથી એક આરોપી પોલીસનું હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરવા લાગ્યો, પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે જો આ આરોપીઓ ભાગી જાત તો મોટો હોબાળો થાત તેથી તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો અને ફાયરીંગમાં ચારેય આરોપી મારવામાં આવ્યા.

હરભજને પણ કર્યા હૈદરાબાદ પોલીસના વખાણ :

28 નવેમ્બરે આ ચારેય આરોપીયો કે જેની ઉંમર 20 થી 26 વર્ષની વચ્ચે હતી, મહિલા ડોક્ટરને ટોલનાકા પર સ્કૂટી પાર્ક કરતા જોઈ હતી. આરોપ છે કે આ ચારેય આરોપિયોએ મળીને તેની સ્કૂટી જાણીજોઈને પંચર કરી હતી. ત્યારબાદ મદદ કરવાના બહાને તેને કોઈ અજાણી જગ્યા પર લઇ જઈને ગેંગરેપ કર્યો બાદમાં પેટ્રોલ નાખીને જીવતી સળગાવી. પોલીસે જણાવ્યા પ્રમાણે આ ઘટના પહેલા આ લોકોએ દારુ પીધો હતો.

જયા બચ્ચને ગુસ્સામાં કહ્યું આ અંદરની ફીલિંગ છે – જૂવો વિડીઓ

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!