ક્રિકેટર મનીષ પાંડેએ કર્યા સાઉથની આ ખુબસુંદર અભિનેત્રી સાથે લગ્ન – જૂવો તસ્વીરો

ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન અને કર્નાટકનાં કેપ્ટન મનીષ પાંડે પોતાની બીજી ઇનિંગ્સમાં ડેબ્યુ કરી ચુક્યા છે. ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સોમવારે લગ્ન જીવનમાં બંધાય ચુક્યા છે. મનીષ પાંડેએ 2 ડીસેમ્બરે અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. મનીષ પાંડે ઇન્ડિયન ક્રિકેટમાં એક જાણીતું નામ છે જ્યારે આશ્રિતા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેતી છે. આશ્રિતા શેટ્ટીની ઉંમર ૨૬ વર્ષ છે. તેને સાઉથની ઘણી મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

આશ્રીતા શેટ્ટી અત્યાર સુધીમાં “ઇન્દ્રજીત” “ઓરું કન્નીયૂમ” “ઉદ્યમ” અને “એનએચ’ જેવી મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. મનીષ પાંડે અને આશ્રિતા શેટ્ટી ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આટલો સમય એકબીજાને ડેટ કર્યા બાદ હવે તે બંનેએ 2 ડીસેમ્બરનાં રોજ લગ્ન કર્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર માંન્નીશ અને આશ્રીતા નાં લગ્નમાં તેના નજીકના દોસ્તો અને સંબંધીઓ જ હાજર રહેશે.

મનીષ પાંડે અને આશ્રિતા શેટ્ટીનાં લગ્ન 2 દિવસ સુધી ચાલ્યા. મનીષ પાંડેની વેડિંગમા ભારતીય ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે મનીષ પાંડેએ તેના લગ્નના આગળ દિવસે જ કર્ણાટકને મુશ્તાક અલી ટ્રોફીમાં ચમત્કારિક જીત અપાવી હતી. કર્ણાટકે તામિલનાદુને માત્ર એક રન માટે હરાવ્યું હતું. મનીષ પાંડે એવા પહેલા કેપ્ટન છે જેને સતત બે વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતવાના ચમત્કારિક કારનામાં કરી બતાવ્યા છે.

જાણવા મળ્યું છે કે મનીષ પાંડે અને આશ્રિતાના લગ્ન કુમાઉ ની રીતિ રીવાજ અને દક્ષીણ ભારતીય રીતી રીવાજ અનુશાર થયા છે. વિજય હજારે ટ્રોફીમાં કર્નાટકની ટીમની કેપ્તાની કરી રહેલ મનીષ પાંડે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે ગયેલ ઇન્ડિયન ક્રિકેટરનાં સભ્ય હતા. મનીષ આઇપિએલમાં પ્રથમ સદી ફટકારનાર ક્રિકેટર હતો.

ભારતીય પ્રવાસે આવેલ દક્ષીણ આફ્રિકી ટીમ સાથે ટી20 મેચની સીરીઝોમાં પણ મનીષ પાંડે ભાગ લઇ ચુક્યો છે. મનીષ પાંડે બાગેશ્વર જીલ્લાના દોફાળ ક્ષેત્રનાં રાજસ્વ ગામ ભીડી ગ્રામ પંચાયત મટીયાલી નાં રહેવાસી છે. મનીષ પાંડેના લગ્નમાં દેશ વિદેશનાં ખેલાડીઓ અને સગા સંબંધીઓ ને હાજર રહેવાનો મોકો મળ્યો હતો. ગામના લોકો તેના લગ્નની તારીખથી પણ અજાણ હતા.

જો કે તેના ગામનાં લોકોએ તેના લગ્નની ખબરો પણ ખુસી જાહેર કરી છે. ગામના લોકોને એ ઉમ્મીદ છે કે મનીષ અથવા તેના માતા-પિતા ગામડે આવશે તો મનીષના લગ્નનો જશ્ન જરૂર માનવસે. મનીષના કાકા માધવાનંદ પાંડેએ જણાવ્યું કે મનીષનો જન્મ રાનીખેત માં થયો હતો. મનીષના પિતાનું નામ કૃષ્ણાનંદ છે. જે હાલમાં જ સેનાનાં કર્નલનાં પદ પરથી રીટાયર્ડ થયા છે. મનીષના માતા-પિતા બેંગ્લોર માં રહે છે.

જૂવો મનીષ અને આશ્રિતાના લગ્નની તસ્વીરો :

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!