અંબાણી પરિવારની દિકરીને સસરા તરફથી ગીફ્ટમાં મળ્યો 500 કરોડનો આલિશાન બંગલો – જુવો અંદરની તસ્વીરો

ગયા વર્ષે જ ઈશા અંબાણી અને આનંદ પિરામલનું રોયલ વેડિંગ થયું હતું. તેના લગ્નમાં માત્ર દેશના જ નહિ પરંતુ વિદેશથી પણ મહેમાનો આવ્યા હતા. અમેરિકન પોપ સિંગર બેયોન્સેને પણ ઈશા અંબાણીના લગ્નમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. બેયોન્સે તેના પર્ફોમ્સથી ઇશાના લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

તેના સિવાય અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લીન્ટન પણ મુકેશ અંબાણીની ખાસ મહેમાન બનીને ભારત આવી હતી. દેશનાં સૌથી મોટા લગ્નમાં રાજનીતિ, રમત-ગમત અને ફિલ્મ જગતની મોટી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. મીડિયા રિપોર્ટરનું માનીએ તો આ રોયલ વેડિંગમાં 750કરોડથી પણ વધુ રૂપિયા ખર્ચ થયા હતા.

લગ્ન પછી ઇશા પતિ આનંદ સાથે સાઉથ મુંબઈના વર્લી વિસ્તારમાં સ્થિત ઘર Gulita માં રહે છે. આ ઘર ઈશાના સસરાએ ગીફ્ટ કર્યું છે. આ ઘરની કિંમત અંદાજે 450 કરોડ જણાવવામાં આવી રહી છે. આ ઘર 50 હજાર વર્ગ ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલ છે. આ આલિશાન ઘરમાં કુલ પાંચ ફ્લોર છે.

જેમાં ઘણા ડાયનીંગ રૂમ, પૂલ, મંદિર, ત્રણ બેસમેંટ અને ઘરમાં કામ કરતા નોકરોના રૂમ પણ સામેલ છે. ઘરની બિલકુલ સામે અરબ સાબર નો સુંદર નજારો જોવા મળે છે. આજે અમે આ પોસ્ટમાં તમારા માટે ગુલીટાની તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઇને તમારી પણ આંખો પહોળી થઇ જશે.

જણાવી દઈએ કે, ઇશાના લગ્ન ભારતના ફેમસ ઉદ્યોગપતિ અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે થયા છે. અજય પિરામલ, પિરામલ ગ્રુપના માલિક છે. પિરામલ અને અંબાણી પરિવારની ઓળખાણ વર્ષો પહેલાની છે. બંને પરિવાર એકબીજાને પાછલા 4 દશકાથી ઓળખે છે. પિરામલ ગ્રુપનું નામ દેશમાં ટેક્સટાઈલ માટે જાણીતું છે.

જૂવો ઘરની અંદરની તસ્વીરો :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!