અગર તમારી ઉમર પણ ૨૮ થી ૩૪ વર્ષ વચ્ચે હોય તો લાલ કિતાબમાં સૂચવેલ આ ઉપાય જરૂર કરજો

કોઈપણ દૈનિક રાશિફળ હોય કે વાર્ષિક રાશિફળ હોય એ વ્યક્તિ ના જન્મ ના ગ્રહ પ્રમાણે ચાલે છે, એટલે કે તેના પર નિર્ભર કરે છે, જ્યોતિષ ના અનુસાર 28 થી 34 વર્ષ દરમિયાન મંગળ, બુધ,  અને રાહુ  ની અસર સૌથી વધારે રહે છે, આ બધા ભારે ગ્રહો કહેવાય જેથી તેમની અસર વ્યક્તિ ના જીવન પર સૌથી વધારે રહે છે, તેને  કોઈપણ કાર્ય માં સફળતા ના મળી શકે, તેમનું ભવિષ્ય ખોરવાઈ જાય છે, જો તમારી ઉમર 28 થી 34 વર્ષ ની વચ્ચે છે તો આ લેખમાં બતાવેલા ઉપાય તમારે કરવા જોઈએ જેથી તમે મંગળ, બુધ, ના પ્રભાવ થી બચી શકો. અને તમને સફળતા મળે અને મનગમતી વસ્તુ પ્રાપ્ત થાય શકે.

28 થી 34 વર્ષ ના સફળતા મેળવવા કરો આ ઉપાય :- 

હનુમાનજી ની પૂજા કરવી :- 

લાલ કિતાબ અનુસાર રોજ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ, રોજ હનુમાન ચાલીસા વાચવી અને તેની પૂજા કરવાથી બધા ગ્રહો તેમણે અનુકૂળ રહે છે, આ સિવાય  મંગળવારે હનુમાનજી ના મંદિરે જઇ ને તેલ નો દીવો કરી સિંદુર અર્પિત કરવું, આ કાર્ય કરવાથી કોઈપણ ગ્રહની અસર તમારા જીવન પર નહીં રહે અને તમને સફળતા મળશે,કેમ કે સૌથી ભારે ગ્રહ શનિ પણ હનુમાંન જી ના ચરણો માં છે, તો બીજા ગ્રહ ને અટકાવવા માટે હનુમાન જી ની પૂજા કરવી જોઈએ..

ગોળ આપવો :- 

એવું કહેવાય છે કે જેને રાહુ નડતો હોય એને ગોળ ગાય ને આપવો જોઈએ, આવી વાત માનતા પહેલા લાલ કિતાબ નું અનુસરણ કરવું, ગોળ નું દાન કરવું તેથી પણ બુધ અને મંગળ ગ્રહ ની દશા ઘટે છે, મંગળ અને બુધ ગોળ નું દાન કરવું અને ગોળ જમવામાં પણ લેવો, જ્યારે પણ ઘર ની બહાર જાવ ત્યારે ગોળ ખાય ને જાવું, આવું કરવાથી કાર્ય પૂરું થાય અને કોઈ અડચણ નહીં આવે..

ગુસ્સો ના કરવો :- 

ક્યારેય પણ કોઈના પર ગુસ્સો ના કરવો ગુસ્સો કરવાથી કામ અને સંબંધ બંને બગડે છે, જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે વ્યક્તિ શું બોલે તેની એને ખબર નથી હોતી, બને ત્યાં સુધી કોઈ પર ગુસ્સો ના કરવો બધા સાથે પ્રેમ થી વાતો કરવી,

લીમડાની પૂજા કરવી :- 

લાલ કિતાબ અનુસાર લીમડાના ઝાડ ની પૂજા કરવી જોઈએ તેનાથી લાભ થાય છે, રોજ સવારે લીમડાના ઝાડ ને જળ અર્પણ કરવું જોઈએ, આવું કરવાથી જીવન માં આવતી બધી મુસકેલીઓ માથી છુટકારો મળે છે, અને અટકેલાં કામ પૂરા થાય છે,

આખમાં આંજળ લગાવવું :- 

દર મંગલવારે આખોમાં સફેદ સુરમો લગાવવાથી મંગળ ગ્રહ શાંત રહે છે, તમને કોઈ પણ તરીકે ની મુશ્કેલી નો સામનો ના કરવો પડે, જો તમને સફેદ સુરમો ના મળે તો તમે કળા રંગ નો સુરમો પણ લગાવી શકાય છે,

લીલા રંગ ની વસ્તુ દાન કરવી :- 

બુધવારે લીલા રંગ ની વસ્તુ નું દાન કરવું, અથવા ગાય ને લીલું ઘાસ આપવું, બુધવારે બુધ ગ્રહ ની વાર્તા સાંભળવી અને વાર્તા પૂરી થાય પછી કોઈપણ લીલા રંગ ની વસ્તુ ની પ્રસાદી આપવી, આ કરવાથી બુધ ગ્રહ નો પ્રકોપ ઓછો થાય છે, આ બધા બતાવેલા ઉપાઈ 28 થી 34 વર્ષ ના કરે તો તેને જીવન માં સફળતા જરૂર થી મળે છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

 

Leave a Reply

error: Content is protected !!