માત્ર ૨૬ રૂપિયામાં કંડકટરની નોકરી કરતા હતા જોની વોકર – આ રીતે વિતાવ્યું 10 ભાઈ-બહેન સાથે બાળપણ

જબરદસ્ત કોમેડી અને હાસ્ય પ્રદર્શન દ્વારા લોકોના દિલોમાં રાજ કરનાર અભિનેતા જોની વોકરનું અસલી નામ બદરુદ્દીન જમાલુદ્દીન કાજી હતું. જોની વોકરનો જન્મ 11 નવેમ્બર 1926માં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. જોની વોકરે તેના કરિયરમાં 300 થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જોની વોકરના પિતા એક મિલમાં મજુરી કરતા હતા. આજે આપણે તેના જીવનની અમુક અજાણી વાતો અને તેના સંઘર્ષ વિશે વાત કરીશું…

સીઆઈડી ફિલ્મનું ફેમસ સોંગ “એ દિલ હૈ મુશ્કિલ જીના યહા જરા હટકે જરા બચકે યહ મુંબઈ મેરી જાન” જોની વોકર પર ફરમાવવામાં આવ્યું હતું. આ ગીત દ્વારા મુંબઈ શહેરમાં ચાલતી બસોની હાલત પણ દર્શાવવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે ફિલ્મોમાં કામ કરવાના સપનાને લઈને જોની વોકર મુંબઈ આવ્યા હતા.

મુંબઈ આવીને જોની વોકરે સ્ટ્રગલમાં બસ કંડકટરની નોકારી પણ કરી હતી. જણાવી દઈએ કે આ નોકરી દરમિયાન જોની વોકરને પગાર રૂપે મહીને માત્ર રૂપિયા ૨૬ જ મળતા હતા. તેમ છાયા બસ કંડકટરની નોકરી મળવાથી જોની વોકર ખુબ જ ખુશ થયા હતા. કેમ કે તેને ફ્રિમાં આખું મુંબઈ ફરવાનો મોકો મળતો હતો. તેના સિવાય તે દરમિયાન તેને મુંબઈના સ્ટુડીઓ માં જવાનો પણ મોકો મળતો હતો.

જોની વોકર ખુબ જ શાંત સ્વભાવમાં બસ કંડકટરની નોકરી કરતા હતા. તે દરમિયાન જોની વોકરની પહેલી મુલાકાત ફિલ્મ જગય્તના ફેમસ વિલેન અંસારી અને આસિફ નાં સચિવ સાથે થઇ. ત્યાબાદ જોની વોકરને ટૂંક સમયમાં ફિલ્મોમાં સીન કરવાનો મોકો મળ્યો. ભીડમાં ઉભા રહેવા માટે જોની વોકરને 5 રૂપિયા મળતા હતા. ઘણો લાંબો સંઘર્ષ કર્યા બાદ જોની વોકરને ફિલ્મ “આખરી પૈમાને”માં એક નાનો એવો કિરદાર નિભાવવાનો મોકો મળ્યો. તેના માટે જોની વોકરને ૮૦ રૂપિયા મળ્યા હતા. જ્યારે બસ કંડકટરમાં કામ કરવા માટે તેને આખા મહિનાના માત્ર ૨૬ જ રૂપિયા મળતા હતા.

એકબાજુ તેના પપ્પાની નોકરી છોટી થવા પર તે 10 બાળકો લઈને મુંબઈ આવ્યા. જોની હોકરને પહેલેથી જ ફિલ્મોમાં કામ કરવાનું જુનુન હતું અને તે હંમેશા લોકોની નકલ કરતા રહેતા. જોની હોકર તેના આ હુનર દ્વારા બસમાં સફર કરતા યાત્રીકોને મનોરંજન આપતા. જોની હોકરનાં આ કામને જોઇને ગુરુદત્તએ તેને ફિલ્મ “બાજી” માં પહેલી વાર કામ કરવાનો મોકો આપ્યો. આ ફિલ્મમાં કામ કર્યા પ્બાદ જોની હોકરે ક્યારેય પાછું વાળીને જોયું જ નહિ. જોની વોકરે ગુરુદત્તની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં “આર પાર”, “પ્યાસા” ‘ચૌદહવી કા ચંદ”, “કાગજ કે ફૂલ”, “મિસ્ટર એન્ડ મિસેજ 55” જેવી સુપરહિટ ફિલ્મો સામેલ છે.

કહેવામાં આવે છે કે બદરુદ્દીન જમાલુદ્દીન નું ફિલ્મી નામ જોની વોકર નામ ગુરુદત્તે જ આપ્યું હતું. જોની વોકર મોટાભાગે તેની ફિલ્મોમાં શરાબીનો કિરદાર નિભાવતા હતા. તેને જોઇને એવું લાગતું હતું કે તેની રિયલ લાઈફમાં પણ દારૂ પિતા હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જોની વોકરે તેના જીવનમાં ક્યારેય દારૂને હાથ પણ નથી લગાવ્યો. જોની વોકર પોતાના અલગ અલગ અંદાજ અને આવાજ થી લગભગ ચાર દશકા સુધી લોકોનું દિલ જીત્યું. આ મહાન હાસ્ય કલાકારનું નિધન 29 જુલાઈ 2003 નાં દિવસે થયું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!