જોની લીવરનો દીકરો ધરાવે છે 6 પેક બોડી અને સાથે સાથે કરે છે આ કામ – જોની લીવરથી ઘણો અલગ છે…

જોની લીવર આજે બોલીવુડમાં એક મોટું નામ છે. તેના સમયમાં તેને દર્શકોને કોમેડી કરીને ખુબ જ હસાવ્યા છે. આજે પણ તે જયારે ફિલ્મોમાં આવે છે તો હસાવ્યા વગર રહેતા નથી. જોની લીવરને તો બધા જાણતા જ હશે પરંતુ તેના દીકરા જેસ્સી લીવર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આજે આપણે વાત કરીશું જોની લીવરના દીકરા જેસ્સી લીવર વિશે. તમને બધાને વર્ષ 2001 માં આવેલ ફિલ્મ “કભી ખુશી કભી ગમ” ફિલ્મ તો યાદ હશે જ, આ ફિલ્મમાં ઘણા બધા જાણીતા સિતારાઓ સાથે જોવા મળ્યા હશે.

ફિલ્મમાં જેસ્સીએ જોની લીવરના દીકરા “ઘસીટારામ” નો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મમાં તેના ડાયલોગ ખુબ જ મજેદાર અને ફન્ની હતા. ફિલ્મમાં જ્યારે રોહન (ઋતિક રોશન) પૂછે છે કે ક્યાં ગયા તો માત્ર ઘસીટારામ જવાબ દેતા બોલે છે – ‘ચુપ, બતાતા હું. હલ્દીરામ કા થોડા ખિસકા હૈ. વો લંડન ગયા હૈ એક દિન  મેં ભી જાઉંગા,’ તેમજ તે રોહનને બોલાવ્યા વગરનો મહેમાન કહે છે. ‘જે મફત નો દારુ પીવા માટે આવ્યો છે.’

આ વાત 2001 ની છે. હવે થોડાક પ્રેઝેન્ટ એટલે કે 2019 માં આવો. “વાર” ફિલ્મ તો તમે બધાએ જોઈ જ હશે, તેમાં પણ ઋતિક રોશન લીડ એક્ટર તરીકે હતા. જો કે ફિલ્મમાં જોની લીવરનો દીકરો જેસ્સી પણ હતો જે તમે કદાચ નોતી કર્યું નહિ હોય. ફિલ્મમાં જ્યારે કબીર (ઋતિક  રોશન) અને તેની ટીમ નો સામનો પ્રાથમિક આંતકવાદી સંદિગ્ધ ને પકડતા હતા ત્યારે તેનું મૃત્યુ થયું હતું. જેસ્સે દ્વારા નિભાવેલ રોલ ભલે વધુ યાદગાર ન હોય પરંતુ તેને આટલા વર્ષો પછી મોટા પરદા પર જોઇને ઘણું સારું લાગે છે.

જણાવી દઈએ કે જોની લીવરનો દીકરો 29 વર્ષનો છે. તેને પોતાની એક્ટિંગ ડેબ્યુ બોમન ઈરાની સાથે એક ટીવી એડ માં કર્યું હતું. આ જેતુન ટેલની એડ હતી અને જેસ્સે તેમાં બોક્સર બન્યો હતો જ્યારે બોમન તેનો કોચ હતો. આ એડ ખુબ જ મજેદાર હતી. ત્યારબાદ જેસ્સી ‘એ વાલી આશિકી” ફિલ્મમાં સપોર્ટીંગ રોલમાં પણ જોવા મળ્યો હતો.

જેસ્સીને ફીટ રહેવા માટે ઘણો શોખ છે. હાલમાં જ તે પોતાની સિક્સ પેક બોડી માટે સોશિયલ મીડિયા પર જેસ્સે વાઈરલ પણ થયો હતો. જેસ્સી જ્યારે 10 વર્ષનો હતો તો તેને કેન્સર પણ થયું હતું પરંતુ હિંમત રાખીને તે ઠીક થઇ ગયો.

જેસ્સી એ પણ તેના પિતાની જેમ કોમેડી કરવાની ટ્રાઈ કરી હતી પરંતુ ફેલ થઇ ગયો. જો કે તેની કોલેઝનાં નાટકોમાં તેને બેસ્ટ એક્ટરના એવોર્ડ મળી ચુક્યા છે. હાલમાં તે પોતાનું ફોકસ કોમેડી થી હટાવીને ડ્રામામાં અને મ્યુઝીકમાં કરી રહ્યો છે. જેસ્સી ફિલ્મ મેકર પૂનિત મલ્હોત્રાને ફિલ્મ “ગોરી તેરે પ્યાર મેં” માં અસીસ્ટ પણ કરી ચુક્યો છે.

જેસ્સીએ પહેલા 12 પછી તેનો અભ્યાસ છોડી દીધો હતો અને ન્યુયોર્કના Lee Strasberg Theatre & Film Institute થી અભિનય સીખ્યું હતું. જો કે બાદમાં તેની બહેનના કહેવાથી જેમીના કહેવા થી લંડનથી Human Resource management માં માસ્ટર ડીગ્રી લીધી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!