એક સમયે જુહી ચાવલાનો પાગલ દીવાનો હતો ઇમરાન ખાન – સગાઈની આવી તૈયારી કરી લીધેલી જુવો

જૂહી ચાવલા ખુબ જ ટેલેન્ટેડ અને સુંદર અભિનેત્રી છે. 90 માં દશકામાં જૂહીએ તેની સુંદરતાથી લાખોના દિલ જીત્યા હતા. તે સમયે તેની એક્ટિંગના પણ ખુબ જ વખાણ કરવામાં આવતા હતા, તે સમયે દરેક જુવાનો પોતાનું દિલ જૂહી ચાવલા પર હારી બેઠા હતા. જૂહી ચાવલા એ, “ડર”, “કયામત સે કયામત તક”, “હમ હૈ રાહી પ્યાર કે” અને “યસ બોસ” જેવી સુપર ડુપર ફિલ્મોમાં કામ કર્યું છે.

જૂહી ચાવલાને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. જણાવી દઈએ કે હવે જૂહી ચાવલા 51 વર્ષની થઇ ચુકી છે. તેનો જન્મ 1967માં થયો હતો. જૂહી ચ્વાલા બોલીવુડની સામાન્ય અભિનેત્રી નથી તે 90 માં દશકની સૌથી સુપરહિટ અભિનેત્રી રહી ચુકી છે. 90 માં દશકમાં જૂહીના કરોડો ફેંસ હતા. આ કરોડો ફેંસમાંથી એક હતા ઇમરાન ખાન…

ઇમરાન ખાનને તેના મામા આમીર ખાનની હિરોઈન જૂહી ચાવલા સાથે પ્રેમ થઇ ગયો હતો. જે સમયે ફિલ્મ “કયામત સે કયામત તક” નું શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયથી જ ઇમરાન જૂહી ચાવલા પર ફિદા હતા, જણાવી દઈએ કે ત્યારે ઇમરાનની ઉંમર થોડી નાની હતી. ઇમરાન ખાનને એવું મહેસુસ થવા લાગ્યું કે તે આ ફિલ્મમાં આમીર ખાનની જગ્યાએ હોત તો સારું હતું.

“કયામત સે કયામત તક” ફિલ્મમાં આમીર ખાનની નાનપણની ભૂમિકા ઇમરાન ખાને નિભાવી હતી. અને તે ફિલ્મની હિરોઈન જોઇને નાની ઉંમરે જ ઈમરાનું દિલ જૂહી ચાવલા પર આવી ગયું હતું. એટલું જ નહિ ઈમરાને એક ઈન્ટરવ્યુંમાં તેના નાનપણ નાં પ્રેમ વિશે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેને જૂહી ચાવલાને પ્રપોઝ પણ કરી દીધું હતું.

ઈમરાને જણાવ્યું, “જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે મારું જૂહી ચાવલા પર ઘણું ક્રશ હતું. ફિલ્મ “કયામત સે કયામત તક” માં જ્યારે મેં તેને જોઇ તો તે અને એટલી સારી લાગી કે તેને પ્રપોઝ પણ કરી દીધું હતું. સૌથી રસપ્રદ વાત તો એ હતી કે તે સમયે તેની ઉંમર માત્ર 4 વર્ષ હતી.

ઇમરાન ખાન જૂહી ચાવલાને એટલી હદે પસંદ કરવા લાગ્યા કે એક વખત ફિલ્મ “કયામત સે કયામત તક” નાં શૂટિંગ દરમિયાન તેને જૂહી ચાવલાને અંગુઠી પણ ગીફ્ટમાં આપી હતી અને તેને કહ્યું હતું કે તેને ખુબ જ પસંદ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવા માંગે છે.  ઇમરાન ખાનની વાત સાંભળીને જૂહી ચાવલા હસવા લાગી હતી અને તેના પ્રેમને જોઇને પીગળી ગઈ અને તેની પાસેથી અંગુઠી લઇ લીધી હતી.

જૂહી ચાવલાના ઘણા દીવાના હતા, પરંતુ તેને જાય મહેતા સાથે જ લગ્ન કર્યા. જાય મહેતા સાથે તેની પહેલી મુલાકત સાઉથ આફ્રિકામાં થઇ હતી. જાણવા મળ્યું છે કે ફિલ્મ નિર્દેશક રાકેશ રોશને તેની મુલાકાત કરાવી હતી.  આ મુલાકાત બાદ જાય મહેતાની પહેલી પત્ની પ્લેન ક્રેશ માં મૃત્યુ પામી, તે દરમિયાન જૂહી ચાવલાએ એક બેસ્ટ ફ્રેન્ડની જેમ જાય મહેતાનું ધ્યાન રાખ્યું અને તેને પૂરી રીતે સપોર્ટ કર્યો.

થોડા સમય પછી 1995 માં જૂહી ચાવલા ને જય મેહતાએ લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે જૂહી જાય મહેતાથી 7 વર્ષ નાની છે. પોતાના કરિયર માટે જૂહીએ લગભગ 2 વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી હતી. પ્રેગ્નેત થયા પછી જ જૂહીએ તેના લગ્નનો ખુલાસો કર્યો. હાલમાં જૂહી ચાવલાને 2 બાળકો છે. જૂહીના બંને બાળકો જાહ્નવી અને અર્જુન ફિલ્મી દુનિયાથી દુર છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટીવ નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!