સૈફ નહીં પણ કરીનાનો પહેલો ક્રશ હતો આ અભિનેતા, કહ્યું કે – 8 વખત એની ફિલ્મ જોઈ હતી…. જુઓ ફોટા સાથે ઘણું બધું

કરીના કપૂર ખાનની કરિયર લાઇફ ઘણી સારી રીતે ચાલી રહી છે. કરીના કપૂરની હમણાં જ ત્રણ મૂવીનું પ્રોડક્શન કામ દમદાર ચાલી રહ્યું છે. આ ઉપરાંત કરીના કપૂરે ખાને રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ પહેલી વખત ડેબ્યુ કર્યું છે. હમણાં જ  કરીનાએ તેના પહેલા ક્રશને લઈને આ સૌથી મોટો ખુલાસો કર્યો હતો.

મીડિયા રિપોર્ટ ના કહ્યા પ્રમાણે, શોના હોસ્ટ કરણ વાહીએ કરીનાને તેના પ્રથમ ક્રશને લઈને સવાલ કર્યો.હતો. ઘણા સમય સુધી મનાવ્યા પછી કરીનાએ કહ્યું હતું કે, તેનો પહેલો ક્રશ 90ના દાયકાનો એક્ટર રાહુલ રોય હતો. કરીનાએ રાહુલ રોયની પ્રથમ મુવી ‘આશિકી’ 8 વાર જોઈ લીધી હતી.

આ મૂવી પ્રખ્યાત ડાયરેકટર મહેશ ભટ્ટને ડાયરેક્ટ કરી હતી. 1990માં રિલીઝ કરવામાં આવેલી આ મૂવીમાં રાહુલ રોય તથા અનુ અગ્રવાલ મુખ્ય પાત્રમાં હતા. આ મૂવીમાં આલ્બમે જબરદસ્ત કામયાબી પ્રાપ્ત કરી હતી.

કરિનાની આ ખુલાસા ભરી વાત સાંભળીએ જાતે રાહુલ પણ પરેશાન થઇ ગયો હતો. જે સમયે ફિલ્મ રિલીઝ થઇ તે સમયે રાહુલ રોયની ઉંમર ફક્ત ને ફક્ત 22 વર્ષની હતી. આ ફિલ્મ પછી રાહુલને એક બાદ એક ફિલ્મ મળવા લાગી હતી. પરંતુ એક પણ ફિલ્મ સફળ થઇ ના હતી.

ફિલ્મોમાં ઉપરાંત રાહુલ રોય ‘બિગ બોસ સીઝન-1માં પણ દેખાવા મળ્યો હતો. શો દરમિયાન તે વધુ પડતો ચૂપ જ રહ્યો હતો. રાહુલે આ શો જીત્યો હતો. વર્ષ 2017માં રાહુલે ભાજપ જોઈન કર્યું હતું.

હવે જો કરિનાની વાત કરવામાં આવે તો તેને સૈફ સાથે 2012માં મેરેજ કરી લીધા હતા. સૈફ તથા કરીનાને પુત્ર તૈમુર છે. તે પણ મીડિયામાં વધુ ચર્ચામાં રહે છે. હમણાં જ કરીના-સૈફે તેની 7મી વેડિંગ એનિવર્સરી મનાવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!