કરિશ્મા કપૂરની દીકરીની નવી તસવીરો – માં કરતા પણ સુંદર દેખાય છે જુનિયર કપૂર

બૉલીવુડ નું  પ્રખ્યાત  કપૂર ખાનદાન જે  4 પેઢી થી બૉલીવુડ પર રાજ કરે છે, એવા રણધીર કપૂર ની દીકરી કરિશ્મા કપૂર જેને બૉલીવુડ પર ખૂબ જ સારી ફિલ્મો આપી છે, અને બધી સુપર ડૂપર હિટ રહી ચૂકી છે, તેમણે ગોવિંદા સાથે બહુ જ સુપર હિટ ફિલ્મો કરી છે, કરિશ્મા કપૂરે લાંબા સમય થી ફિલ્મો માં કામ કરવાનું બંધ કરી દીધું છે, ક્યારેક કોઈ ફંક્શન માં જોવા મળે તો ઠીક પણ તે સોસિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે,   અને પોતાના ફેંસ સાથે જોડાયેલી રહે છે, દરેક પાર્ટી માં એનો અંદાજ બધાથી અલગ જ હોય છે, તે હજુ પણ પહેલા જેવી જ દેખાય છે,

તમને ખ્યાલ જ હસે કે કરિશ્મા કપૂરે 2003 માં  બિઝનેશ મેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા, તેને બે બાળકો છે સમાયરા અને કિયાના, ત્યાર પછી તેમણે 2016 માં તેમના પતિ થી છૂટાછેડા લય લીધા, લાંબા સમય થી તે બંને બાળકો સાથે એકલીઓ જ રહે છે,

 

અને બંને બાળકો પોતાના પિતા સંજય કપૂર ને ક્યારેક મળતા હોય  છે, પણ બંને નો ઉછેર કરિશ્મા કપૂરે જાતે જ કરે છે, અને બંને નું ખૂબ જ ધ્યાન રાખે છે, બધી જગ્યા પર એ બંને બાળકો સાથે જ જોવા મળે છે, હાલમાં તેની દીકરી સમાયરા ની સાથે તેના ખૂબ જ સુંદર ફોટા જોવા મળે છે,

તેને જોતાં એવું લાગે છે કે તે કરિશ્મા જેવી જ સુંદર  છે, સૂત્રો ના જણાવ્યા પ્રમાણે કરિશ્મા એ એવું કીધું કે સમાયરા એની ઉમર કરતાં નાની છે, પણ તેને ફેશન ની સમાજ ખૂબ  જ સારી છે, જો એને કઈ ના ગમે તો તે પેરવા જ ના દે હું ક્યારેય પણ પાર્ટી માં જાવ ત્યારે એ જ કપડાં અને જ્વેલરી એજ સિલેક્ટ કરી આપે છે,

તમને ખબર ના હોય તો જણાવીએ દઈએ કે સંજય કપૂર ના પહેલા લગ્ન નંદિતા શાહ સાથે થયા હતા,તેની સાથે છૂટાછેડા લીધા પછી કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા. ત્યાર પછી સંજયે પ્રિયા સચદેવ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા, કરિશ્મા કપૂર તેના બંને બાળકો સાથે બબીતા ના ઘરે રહે છે,

2016 માં બંને છૂટાછેડા લીધા પછી સંજયે 10 કરોડ રૂપિયા અને એક ડુપ્લેક્સ આપ્યું, એ ઉપરાંત તે દર મહિને બંને બાળકો નો અભ્યાસ ના ખર્ચા પણ આપે છે,     વર્ષ 2013 માં કરિશ્મા ની દીકરી સમાયરા ને એક શોર્ટ ફિલ્મ માં જોવા મળી હતી, પણ કરિશ્મા કપૂરે ક્યારેય પણ ફિલ્મો માં કામ કરસે ક નહીં તેની જાણકારી આપી નથી,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!