ખોટી જગ્યાએ ઘરમાં કલોક લગાવવાથી સમય ખરાબ થઇ શકે – આ જગ્યાઓ પર ઘડીયાર ના લગાવો

વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુ તેના નિયત સ્થાન પર લગાડવામાં આવવી જોઈએ. તો જ એનો પ્રભાવ પડે જેમકે ઇશાન ખૂણા માં બાથરૂમ ના હોવું જોઈએ. ઇશાન ખૂણા માં હમેશા ભગવાન નો વાસ હોઈ છે. જો કોઈ ના ઘરમાં ઇશાન ખૂણા માં બાથરૂમ હોઈ તો તેના પરિવાર માં કાયમ બીમારી રહે છે.વ્યક્તિ ને પગ નો દુખાવો થઈ શકે છે.

આજકાલ ત્યાર બનતા ફ્લેટ કે મકાન માં આવી કોઈ બાબત ની જાણકારી કોઈ રાખતા નથી.  પણ જયારે ઘર કે ઓફીસ ની ખરીદી કરો ત્યારે વાસ્તુ શાસ્ત્ર જોઈ લેવું. આજે અપને વાત કરશું ઘડીયાલ ની કે ઘર માં કે ઓફીસ માં ઘડીયાલ કઈ દિશા માં લગાવી જોઈએ. જી હા ઘડીયાલ હોઈ છે સાચો સમય બતાવવા માટે પણ જો એ ઉંધી દિશા માં હોઈ તો તમારો સમય બગડી પણ શકે છે.

ઘડીયાલ દક્ષીણ દિશામાં ના લગાવો :-

શાસ્ત્રો અનુસાર ઘડીયાલ ને દક્ષીણ દિશા માં ના લગાવો,  દક્ષીણ દિશામાં પિતૃઓ નો વાસ હોઈ છે. એવું પણ કહેવાય છે,કે દક્ષીણ દિશા માં આવેલું ઘર પણ અશુભ માનવામાં આવે છે. દક્ષીણ દિશા માં ઘડીયાલ ને લગાવવું અશુભ માનવામાં આવે છે. ઉતર,  પૂર્વ, પશ્ચિમ, દિશા માં જ ઘડીયાલ ને લગાવી જોઈએ તે દિશા શુભ પણ છે અને તેમાંથી સકારાત્મક એનર્જી મળી રહે છે..

ઘરના દરવાજા પર ના લગાવો ઘડીયાલ :-

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર ના દરવાજા પર ઘડીયાલ લગાવી અશુભ માનવામાં આવે છે.  ઘર ના કોઈ પણ દરવાજા પર ઘડીયાલ ના લગાવી શકાય.  જયારે વ્યક્તિ દરવાજા પરથી પસાર થાયછે, તો નકારાત્મક ઉર્જા પસાર થાય છે. જો દરવાજા પર ઘડીયાલ લગાવી હોઈ તો ઘરમાં કલેશ અને તનાવ ઉભો થઇ શકે છે.

એન્ડુલમ વાળી ઘડીયાલ લગાવો :-

એન્ડુલમ વાળી ઘડીયાલ ડ્રોઈંગ રૂમ માં લગાવવા થી ઘરમાં શાંતિ રહે છે. અને એન્ડુલમ વાળી ઘડીયાલ શુભ માનવામાં આવે છે. જેવી રીતે ઘર માં ઘંટ વગાડવાથી નકારાત્મક ઉર્જા કે નકારાત્મક શક્તિ નાશ પામે છે. તેવી રીતે આ ઘડીયાલ ના વારવાર અવાજ કરવાથી ઘરમાં નકારાત્મક વિચારો આવતા નથી. અને બરકત રહે છે.

બંધ ઘડીયાલ ને ફેકી દો :-

બંધ ઘડીયાલ દીવાલ પર લાગેલી હોઈ કે હાથ [પર બંધાવાની હોઈ તેને  તરત જ રીપેર કરાવી લો અથવા ફેકી દો. બંધ ઘડીયાલ ને અશુભ માનવામાં આવે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ બંધ ઘડીયાલ આપણો સમય રોકી દે.છે. અને જીવન માં દરેક કામ માં રુકાવટ ઉભી કરે છે. એટલે સાવધાની રાખજો તમારા ઘરમાં જો બંધ ઘડીયાલ હોઈ તો એને રીપેર કરવો અથવા ફેકી દો..

સમય ને આગળ પાછળ ના કરો :-

સમય અનુસાર જ ઘડીયાલ રાખવી જોઈએ. તેનો સમય બદલવાથી વ્યક્તિ ના જીવન પર અસર પડે છે. જો ઘડીયાલ ને પાછળ કારવામાં આવે તો વ્યક્તિ ને ખુબ જ તકલીફ ભોગવવી પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખુબ જ જરૂરી છે કે ઘડીયાલ સાચા સમય પર ચાલે..

ઘડીયાલ નો આકાર બદલવો :-

ઘડીયાલ નો આકાર ખુબ જ મહત્વ નો છે, તમારા ઘરમાં ઘડીયાલ ગોળ, ઈંડા આકાર કે લંબગોળ,  6 કે 8 મુદ્રા વળી હોઈ તો શુભ માનવામાં આવે છે, વાસ્તુ શાસ્ત્ર મુજબ ત્રિકોણ આકાર ની ઘડીયાલ અશુભ ગણવામાં આવે છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!