શું તમે તમારા કુળદેવી કે ઇષ્ટદેવ ને માનો છો? જો હા તો આ પોસ્ટ જરૂર વાંચજો
દોસ્તો આપણા આ ભારત દેશમાં લોકો દેવીદેવતાને ખુબ જ આસ્થા સાથે માનતા આવે છે. જે હજારો નહિ પણ લગભગ લાખો વર્ષોથી આપણા દેશમાં દેવી અને દેવતાઓનું અનેરું વિશેષ મહત્વ રહ્યું છે. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ એક અનોખા સંસ્કારનું પ્રતિક કહેવામાં આવે છે. આજે અમે દોસ્તો તમને કંઈક એવી ખાસ વાત કહેવા જઈ રહ્યા છીને જે દરેક લોકોએ જાણવી અને સમજવી ખુબ જ જરૂરી બની જાય છે.

દોસ્તો દરેક હિંદુ ફેમિલી કોઈને કોઈ દેવતા અથવા દેવીને માનતા હોય છે અને તેના પર અતુટ શ્રદ્ધા રાખીને તેનું પૂજા અર્ચના પણ કરતા હોય છે. અલગ અલગ શ્રદ્ધા અનુસાર લોકો જુદા જુદા દેવની પૂજા કરતા હોય છે. તેવી જ રીતે જુદા જુદા દેવીઓનું પણ લોકો પૂજન કરતા હોય છે. દોસ્તો એવું આપના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આ ઘોર કળીયુગમાં માત્ર એક જ વાર ભગવાનના નામનું સ્મરણ સાચા હૃદય અને માંથી લેવામાં આવે તો તેનું ફળ લાખો ગણું મળે છે. તો દોસ્તો તમે પણ જો તમારા માતાજી એટલે કે કુળદેવી અથવા ઇષ્ટદેવને માનતા હોવ તો આ લેખ અવશ્ય વાંચો અને આગળ શેર પણ કરો.
આજે અમે આ લેખમાં કુળદેવી વિશે તથા તેના આગવા મહિમા વિશે તમને જાણવા જઈ રહ્યા છીએ. દોસ્તો આપણા સમાજમાં દરેક માણસોને પોતાના કુળ પ્રમાણે કુળદેવી અને ઇષ્ટદેવ હોય છે. પણ એવું માનવામાં આવે છે કે કુળદેવી તથા ઇષ્ટદેવના આશીર્વાદથી જ તમારી ફેમિલી સુખ, શાંતિ તથા સલામતી પ્રાપ્ત કરી શકે છે. કારણ કે આપણા હિંદુધર્મમાં બધા જ દેવતા અને દેવીનું એક આગવું શૈલી અને આગવું મહત્વ છે. જે તેના ભક્ત માટે એક વરદાનરૂપ પુરવાર થાય છે.
ઘણી વખત આપણે દેખતા હોઈએ કે કેટલાક લોકો કરોડો રૂપિયા કમાતા હોય તથા વધુ પૈસા વાળા હોવા છતાં પણ સુખી ક્યારેય નથી હોતા. તેનું કેમકે ઘણી વખત એવું પણ બની શકે કે તમારા ફેમિલીમાં જે આધ્યાત્મિક વાતાવરણ પ્રસરાયરેલું હોય તે ખુબ જ કમાતા હોય તેવા પૈસાદાર લોકોના ઘરમાં ન હોય. જેના લીધે તેવા ઘરોમાં વધારે કંકાસ, ઝગડા, મતભેદ જેવી બાબતો રહેતી હોય છે. જો તમે તમારા કુળદેવી અને દેવતાને પૂરી શ્રદ્ધાથી માનતા હોવ તો તમારા પરિવારમાં આધ્યાત્મિક તેજ અને સંતોષ જોવા મળે છે. આ એક સાચી હકીકત છે. જે માણસો દ્વારા પોતે અનુભવવામાં આવ્યું છે.
દોસ્તો કુળદેવી અથવા તો ઇષ્ટદેવના દર્શન કરવાથી શું ફાયદો થાય તે આવો જાણીએ. જો તમે તમારા કુળદેવી તથા ઇષ્ટદેવ પર જરૂરી શ્રદ્ધા રાખો અને વર્ષમાં એકાદ વખત બંનેના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. જો તમે વર્ષમાં ફક્ત એક જ વાર જઈ શકતા હોવ દર્શન માટે તો પણ તમને એવું લાગશે કે આખી લાઇફ થાક ઉતરી ગયો. ગમે એટલી ચિંતા અને તકલીફ હશે પણ તમારા કુળદેવીના દર્શન એક વાર અવશ્ય કરો એટલે એક ખુશીનો અહેસાસ થવા લાગશે.
લાઈફમાં અનેક વખત તકલીફો બધાને આવતી હોય છે. જેની સામે લડવું પડતું હોય છે. તો તેવું તકલીફમાં આપણે ઘણી વાર મુંજવણમાં મુકાઇ જતા હોઈએ છીએ. પણ જો તમે કુળદેવીને પૂરી શ્રદ્ધા સાથે માનતા હોવ તો તમારી સમક્ષ બધી જ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે અને માતાજી તમારી અવશ્ય રક્ષા પણ કરશે.
ઘણી વખત આપણે તકલીફના સમયમાં ખોટા નિર્ણયો લઇ લેતા હોઈએ છીએ. તો આવા સમયે પણ કુળદેવી તથા ઇષ્ટદેવ આપણા માર્ગદર્શક બનીને આપણને ખોટો નિર્ણય લેતા બચાવી શકીએ છે. કેમ કે કુળદેવી અને ઇષ્ટદેવ ક્યારેય પણ પોતાના સાચા ભક્તને તકલીફ નથી પડવા દેતા.
આપણે ઘણી વખત વ્યક્તિઓને એવું પણ કહેતા જોયા હોય કે આ વિશ્વ માં બધી કિસ્મત હોય એ પ્રમાણે થતું હોય.તો દોસ્તો તેવા લોકો માટે એવું જ કહેવું બહેતર રહેશે કે જ્યારે શરીર બીમાર પડે ત્યારે નસીબ પર છોડી દેવાય, હોસ્પિટલમાં દવા લેવા માટે ન જવાય. પરંતુ દોસ્તો આપણી સંસ્કૃતિમાં બધી જ શક્તિપીઠો એક હોસ્પિટલ જ કહેવામાં આવે છે. કેમ કે આપણા બધા જ દેવ સ્થાનોમાં જે શાંતિ અને સુખનો અહેસાસ થાય છે તે લગભગ તમને દુનિયાની કોઈ પણ જગ્યા પર નહિ થતો હોય. ઘણી વાર આપણે જોતા હોઈએ કે જે માણસ આધ્યત્મ સાથે સંકળાયેલો હોય તે ખુબ જ ખુશ નજર આવતો હોય છે. તો તેની પાછળનું ફક્ત એક જ કારણ છે કે તેની ઉપર તેના ઇષ્ટદેવ કે તેના કુળદેવીની કૃપા છે. ઘણી વાર લોકો એવું પણ કહેતા હોય છે કે જીવન માટે દવા નહી પરંતુ દુવા કામ કરી જાય છે. તો આ વાક્ય બિલકુલ સાચું છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.