લગ્ન પછી એકદમ ખત્મ થઇ ગયું આ અભિનેત્રીઓનું ફિલ્મી કરીયર – હવે પૈસા માટે કરે છે આવા આવા કામો…

આજના સમય માં જ્યાં ભણતર આટલું બધુ વધી ગયું, છોકરો હોય કે છોકરી પોતાના કરિયર અને ભવિષ્ય ને લય ને બહુ સિરિયસ હોય છે, જ્યારે પણ લગ્ન ની વાત આવે ત્યારે દરેક છોકરી ની એક જ શર્ત હોય છે કે હું નોકરી નહીં મૂકું, શું લગ્ન પછી કરિયર પૂરું થઇ જાય છે, ?

કદાચ હા, આજે આપણે વાત કરશું  બૉલીવુડ ની ખાસ અને ટોપ ટેન માં ગણાતી અભિનેત્રી ની કે જેનું ફિલ્મી કરિયર લગ્ન પછી ઠપ થાય ગયું, કોઈ કામ આપવા તૈયાર નથી  માત્ર અભિનેત્રી  જ નહીં પણ અમુક અભિનેતા પણ છે, જેને લગ્ન પછી કામ નથી મળતું,

ક્યારેક અભિનેત્રી ને જે રોલ મળે છે, એમાં મન મારી ને કામ કરવું પડે છે, કાજોલ, માધુરી દિક્ષિત, ઐશ્વર્યા રાય, જેવી અભિનેત્રી ની એક સમય એ બોલિવુડમાં બોલબાલા હતી, અને આજે તેઓ કામ માટે વલખાં મારે છે,

અનુષ્કા શર્મા :- 

અનુષ્કા શર્મા બૉલીવુડ માં પહેલી ફિલ્મ કિંગ ખાન થી ઓળખાતા શાહરુખ ખાન સાથે “રબ ને બનાદિ જોડી ” માં કામ કર્યું,  જે 2008 માં રીલીઝ થઇ, જેને બોક્સ ઓફિસ પર  ધૂમ મચાવી ત્યાર બાદ અનુષ્કા એ  એક પછી એક સુપર હિટ ફિલ્મો કરી, “બેન્ડ બાજા બારાતી “,  ” પિકે “, “સુલ્તાન”, “જબ તક હૈ જાન”, જેવી ફિલ્મોમાં કામ કરી હમેશા ચર્ચા માં રહી છે,

2017 માં ટોપ પર પહોચેલી અભિનેત્રી અનુષ્કા શર્મા એ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા, લગ્ન પછી અનુષ્કા એ ” ઝીરો “, “સૂઈ ધાગા “, જેવી ફિલ્મો કરી પણ તેની બધી ફિલ્મો ફ્લોપ થઇ..

પ્રિયંકા ચોપડા :- 

પ્રિયકા ચોપડા બૉલીવુડ ની સફળ અભિનેત્રી માથી એક છે, તેને બૉલીવુડ ની સાથે હોલીવુડ માં પણ કામ કર્યું, પ્રિયંકા એ 2015 થી લઈને 2018 સુધી ક્વાટીકો થી ડ્રોમાં સીરિઝ માં કામ કર્યું, આટલી સફળ અભિનેત્રી હોવા છતાં તેને લગ્ન બાદ કામ મળતું નથી, 2018 માં પ્રિયંકા એ તેનાથી નાની ઉમર ના છોકરા સાથે લગ્ન કર્યા, જે અમેરિકન સિંગર છે,

આ સમયે તેને સલમાન ખાન સાથે ની “ભારત ” ફિલ્મ ની ઓફર પણ આવી હતી, પણ તેને પોતાના લગ્ન હોવાને કરણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી,  અને 1 ડિસેમ્બર 2018 ના તેમણે નિક જોનસ સાથે લગ્ન કર્યા, 2019 માં પ્રિયંકા ની ફિલ્મ ” ધ સ્કાય ઇસ પિન્ક ” રીલીઝ થઇ પણ તે કઈ ખાસ ચાલી નહીં,

ઐશ્વર્યા રાય :- 

ઐશ્વર્યા રાય બૉલીવુડ નું જાણીતું નામ જે પહેલા “મિસ વર્લ્ડ ” બની અને પછી એને બોલોવૂડ માં કામ કરવાનું શરૂ કર્યું, તેને તામિલ માં કામ કર્યું,  ત્યાર  પછી તામિલ ફિલ્મ ની કોપી ” જીન્સ ” ફિલ્મમાં કામ કર્યું, અને બૉલીવુડ માં બધાને તેનું કામ ગમ્યું જેથી કરીને સુભાષ ઘઈ એ ” તાલ ” ફિલ્મની ઓફર કરી આ ફિલ્મ બોક્સ ઓફિસ માં સુપર હિટ થઈ ગઇ,

ત્યારપછી એમણે એક પછી એક સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું, 2007 માં તેને અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને ગૃહસ્થ જીવન ની શરૂઆત કરી, અને ત્યાર થી જ એમનું ફિલ્મી કરિયર સમજો પૂરું થયુ, લગ્ન બાદ એમણે “જોધા અકબર “, “રોબટ “, ” એક્શન રિપ્લે “, માં કામ કર્યું પણ તે કઈ ખાસ કમાલ ના બતાવી શકી,

કાજોલ :- 

કાજોલ 90 ના દાયકા ની અભિનેત્રી છે, તેને ” બેખુદી ” ફિલ્મ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી, કાજોલ પહેલી એવિ અભિનેત્રી છે જેનો રંગ ઘઉંવર્ણ છે છતાં પણ તેમણે એક થી એક સુપર હિટ ફિલ્મો આપી છે, ” દિલ વાલે  દુલ્હનીયા લે જાયેંગે “, “દિલ્લગી “, ” કરન અર્જુન “, કુછ કુછ હોતા હૈ “,જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કરી પોતાની છાપ  બોક્સ ઓફિસ પર બનાવી છે, ત્યાર પછી એમણે અજય દેવગન સાથે લગ્ન કર્યા,

લગ્ન બાદ પણ તેમણે બહુ જ ફિલ્મો માં કામ કર્યું અને સફળતા પણ મેળવી, “કભી ખુશી કભી ગમ”, “દિલવાલે “, ” માય નેમ ઇસ ખાન ” જેવી સુપર ડુંપર ફિલ્મો માં કામ કર્યું, કાજોલ એક એવી અભિનેત્રી છે, જેને લગ્ન બાદ પોતાના ફિલ્મી કરિયર માં સફળતા મેળવી અને છેલ્લે તેમણે “હેલિકોપ્ટર ઇલા ” માં કામ કર્યું અને તે ફિલ્મ પછી તેની કોઈ ફિલ્મ જોવા નથી મળી..

માધુરી દિક્ષિત :- 

માધુરી દિક્ષિત જેને બધા ધક ધક ગર્લ થી ઓળખે છે, તેની એક્ટિંગ ની સાથે તેના ડાન્સ ના પણ બધા દિવાના હતા, તેની ફિલ્મો રીલીઝ થયા પહેલા જ સુપર હિટ થઇ જતી, લોકો તેને જોવા માટે જ મોટા પડદા પર જતાં, તેને સુપર હિટ ફિલ્મોની યાદી માં ” હમ આપકે હૈ કોણ “, “ખલનાયક “,  “બેટા “, રામ લખન “, “દિલ તો પાગલ હૈ ” છે, તેના શાનદાર અભિનય અને સુંદરતા ણે કારણે તેના ચાહકો ની સંખ્યા માં વધારો જોવા મળે છે,

તેને પોતાના કરિયર ની શરૂઆત ” અબોધ ” ફિલ્મ થી કરી, 1999 માં માધુરી દિક્ષિતે ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા, લગ્ન બાદ પણ તેને ફિલ્મો માં કામ કરવાનું ચાલુ રાખ્યું, “પુકાર”, “લજ્જા”, “હમ તુમારે હૈ સનમ”, જેવી ફિલ્મો બોક્સ ણે આપી પણ તે કઈ બહુ ચાલી નહીં, છેલ્લે તે “ટોટલ ધમાલ” માં જોવા મળી,

અસીન થોટ્ટુકમલ :- 

અસીન સાઉથ ની એક સફળ અભિનેત્રી છે, તેને પોતાનું ફિલ્મી કરિયર 16 વર્ષ ની ઉમરે શરૂ કરી દીધું હતુ, તેને સાઉથ ઇન્ડ્રસ્ટી માં અને બૉલીવુડ માં પોતાના નામ નો ડંકો વગાડયો છે, અસીને આમિર ખાન ની ફિલ્મ “ગજની ” થી બૉલીવુડ માં એન્ટ્રી કરી, ત્યાર પછી એમણે “રેડી “,  “બોલ બચ્ચન “,

જેવી સુપર હિટ ફિલ્મો આપી, 2016 માં આ અભિનેત્રી એ માઇક્રોમેક્સ ના કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા, અને ત્યાર થી તેમણે ફિલ્મ કામ કરવાનું બંધ કરી દીધું..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

 

Leave a Reply

error: Content is protected !!