2020માં લાલ કિતાબમાં જણાવેલ આ 5 ઉપાય કરવાથી બની જશો માલામાલ – ત્રીજો ઉપાય ખુબ જ જરૂરી

લાલ કિતાબના અમુક એવા ઉપાય છે જે તમને કર્જના સંકટમાંથી મુક્તિ અપાવીને ધન પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. પરંતુ શરત માત્ર એટલી છે કે લાલ કિતાબ અનુસાર કર્મોને શુદ્ધ રાખવા જોઈએ, કેમ કે લાલ કિતાબમાં ઉપાયથી વધુ અસરકારક તેની સાવધાનીઓ હોય છે. આજે અહીં લાલ કિતાબ અનુસાર ધન પ્રાપ્તિના સામાન્ય પરંતુ અચૂક ઉપાયો જણાવીશું. તો ચાલો જાણીએ…

1 તાળાથી ખુલશે કિસ્મત :

કોઈ પણ શુક્રવારે તાળાની દુકાને જઈને લોઢાનું કે સ્ટીલનું એક બંધ તાળું ખરીદી લો, ખુલ્લું તાળું નહિ. તાળું ખરીદતી વખતે દુકાનદારને પણ ખોલવાની નાં પાડો અને તમે પણ ન ખોલો. બસ બંધ તાળું જ ખરીદીને લઇ આવો. તે તાળાને શુક્રવારની રાત્રે જ સુતી વખતે તમારી પથારી પાસે રાખો. શનિવારે સવારે ઉઠીને સ્નાન કરીને તાળું ખોલ્યા વિના જ કોઈ મંદિર કે દેવસ્થાન પર રાખી દો. તાળું રાખ્યા પછી કઈ પણ બોલ્યા વગર, અને પાછળ વળીને જોયા વગર સીધા તમારા ઘરે આવો. જેવું કોઈ તે તાળાને ખોલશે એટલે તમારી કિસ્મતનું તાળું પણ ખુલી જશે અને તેની કિસ્મત પણ ખુલી જશે.

2 ગ્રહોનો ઉપચાર :

જો તમારો કોઈ ગ્રહ ખરાબ છે અથવા નીચો છે તો આ મુજબ ઉપાયો કરવા :- સૂર્ય : બહેતા પાણીમાં ગોળ, તાંબુ અથવા તાંબાનો સિક્કો વહાવો. ચન્દ્ર : દૂધ અથવા પાણી ભરેલું વાસણ સીરહાનામાં રાખીને સુઈ જવું અને આગળ દિવસે કીકરના જડમાં બધું પાણી નાખી દો. મંગળ : સફેદ સૂરમાં આંખોમાં લગાવીને વહેતા પાણીમાં રેવડિયા, પતાસા, મધ અને સિંદુર વહાવો. બુદ્ધ : બાળાઓને લીલા વસ્ત્રો અને લીલી બંગળીઓ દાન કરો, દાંત સાફ રાખો.

ગુરુ : માથા પર ચાંદર અને કેસરનું તિલક લગાવો. પીપળાના ઝાડમાં જળ ચડાવો. ચણાની દાળ દાન કરો. શુક્ર : જુવાર, ઘી, કપૂર, દહીં દાન કરો સુગંધિત પદાર્થોનો ઉપયોગ કરો. શની : કીકરનું દાતણ કરો. વૃક્ષના જડમાં ટેલ નાખો. રાહુ : જૌને દૂધથી ધોઈને વહેતા પાણીમાં બહાવો. મૂલીનું દાન કરો અથવા વહેતા પાણીમાં કોલસા વહાવો. ખિસ્સામાં ચાંદી રાખો. કેતુ : કાળા અને સફેર તલ વહેતા પાણીમાં વહાવો.

3 અન્ન દાન :

રાત્રે સુતી વખતે માથા બાજુ પલંગ નીચે એક વાસણમાં જૌ ભરીને રાખી દો. ત્યારબાદ સવારે ઉઠીને તે કોઈ ગરીબને દાન કરી દો અથવા પક્ષીને ખવડાવી દો, ઘરના દરેક વ્યક્તિએ રસોડામાં બેસીને જ ભોજન કરવું. ભોજનના ત્રણ ભાગ હોય છે. પહેલો ભાગ કાગડાને ખવડાવો, બીજો ભાગ કુતરાને અને ત્રીજો ભાગ ગાયને ખવડાવો. કાળા કુતરાને શનિવારના દિવસે સરસોના તેલથી બનેલી રોટલી ખવડાવવાથી ફાયદો થશે. તેમજ સવા 5 કિલો લોટ અને સવા કિલો ગોળ મેળવીને રોટી બનાવીને ગુરુવારના દિવસે સાંજે ગાયને ખવડાવો. 3 ગુરુવાર સુધી આ કાર્ય કરવાથી ગરીબાઈ દુર થઇ જશે.

4 તિજોરીમાં સોનાની અને નોટો ની ગણતરી :

લાલ કિતાબમાં જણાવ્યા અનુસાર ઘરમાં સુદ્ધા સોનું અને કેસર ને સાથે રાખવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને પરિવારમાં પ્રગતિ થતી રહે છે. તમારી તિજોરીમાં 10 ની લગભગ 100 થી વધુ નોટો રાખો. ખિસ્સામાં હંમેશા સિક્કાઓ તો રાખવા જ. ખુદને અમીર માનવાનું ચાલુ કરી ડૉ અને તેવા જ કપડા પહેરો. તમે જે ખરીદવા માંગો છો તેના વિશે કલ્પના કરો. જે લોકો ખુદને ગરીબ માને છે તે હંમેશા ગરીબ જ રહે છે. તેમજ નોટની એક થપ્પી રાખો અને રોજ રાત્રે સુતી વખતે તેને ગણીને માથા નીચે રાખી દો, સવારે ઉઠીને તેને તિજોરીમાં રાખી દો.

5 દ્વારની પૂજા અને પીપળાનાં ઝાડ નીચે દીવો :

ભગવાનની પૂજા કર્યા બાદ અંતમાં ઘરના મુખ્ય દ્વારની પૂજા કરો. દરવાજાની બંને બાજુ સાથીયા કરીને તેની પૂજા કરો. સાથીયા પર ચોખાની એક ઢગલી બનાવો અને એક એક સોપારી પર કલવા બાંધીને તેને તે ઢગલી પર રાખો. આ ઉપાયથી ધનલાભ થશે. તેમજ ડર શનિવારે પીપળાનાં વૃક્ષ નીચે ઘી નો દીવો પ્રગટાવો અને સુગંધિત અગરબતી પણ કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!