52 વર્ષના અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે 22 વર્ષની મિસવર્લ્ડ રહી ચૂકેલ આ અભિનેત્રી

માનુષી છિલ્લરએ મિસ વર્લ્ડનો એવોર્ડ જીતીને વિશ્વભરમાં ભારતને સન્માન અપાવ્યું છે. માનુષીનો જન્મ 18 મેં 1997માં થયો છે. તે હરિયાણાની રહેવાસી છે. માનુષીએ વર્ષ 2017માં મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યો હતો. આ મિસ વર્લ્ડ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેની એક્ટિંગ અને સુંદરતાથી લોકોને તેના દીવાના બનાવવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા જ માનુષી છિલ્લરએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસ્વીરો અને વિડીઓ વાઈરલ કર્યા હતા જેમાં તે અક્ષય કુમાર સાથે અને તેના ફિલ્મ નિર્દેશક સાથે હવન પર બેઠેલી નજરે આવે છે. માનુષી છિલ્લરની ડેબ્યુ ફિલ્મનું નામ “પૃથ્વીરાજ” છે, આ ફિલ્મ માનુષીની પહેલી ફિલ્મ છે.

માનુષીની ઉંમર 22 વર્ષ છે અને તે તેની ફિલ્મ “પૃથ્વીરાજ” માં 52 વર્ષનાં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણની જિંદગી પર બનાવવામાં આવી છે. યશરાજ પ્રોડક્શનમાં બનવા જઈ રહેલી ફિલ્મ પૃથ્વીરાજ આવતા વર્ષે દિવાળી પર રીલીઝ કરવામાં આવશે. શુક્રવારનાં દિવસે મુંબઈમાં “પૃથ્વીરાજ” ફિલ્મનું શ્રીગણેશ કરવામાં આવશે.

આ પૂજામાં ફિલ્મના લીડ રોલ તરીકે અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સાથે સાથે નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્રિવેદી પણ સામેલ છે. ખુબ જ જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું છે. ફિલ્મ “પૃથ્વીરાજ”ની હિરોઈન રૂપે પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલ માનુષી છિલ્લરનાં નામની જાહેરાત યશરાજ ફિલ્મ્સએ શુક્રવારે જ કરી દીધી છે.

આ ફિલ્મ માટે માનુષીની સાથે સાથે અક્ષય કુમારને પણ જબરદસ્ત ટ્રેનીંગ આપવામાં આવી છે. નિર્દેશક ચંદ્રપ્રકાશનું હિન્દી અને સંસ્કૃતિક જ્ઞાન પહેલાથી જ ઘણું સારું રહ્યું છે. અને તે આ ફિલ્મમાં ઈતિહાસને એક પારંપરિક રૂપથી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. “પૃથ્વીરાજ”નાં બીજા મુખ્ય કલાકારો માટે યશરાજ ફિલ્મ્સમાં તોજ ઘણા એક્ટર્સનાં ઓડિશન થઇ રહ્યા છે. માનુષી છિલ્લર હંમેશા કંઇકને કંઇક કારણોસર ચર્ચાઓમાં રહે છે.

એક ઈન્ટરવ્યુંમાં ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી એ જણાવ્યું કે “અમે આ ફિલ્મ માટે ઘણા યંગ અને નવા ચહેરાઓનું ઓડિશન લીધું” આ ફિલ્મ માટે અમે એક ઇન્ડિયન એક્ટ્રેસની શોધમાં હતા. સંયોગિતા ખુબ જ સુંદર હતી અને તેના પર ખુબ જ આત્મવિશ્વાસ પણ હતો. તેથી અમે એક એવા ચહેરાની શોધમાં હતા જેનું ચરિત્ર આ પાત્રથી મળતું હોય. અને આ બધી વસ્તુઓ અમને માનુષીમાં જોવા મળી.

“પૃથ્વીરાજ” ફિલ્મમાં માનુષી સંયોગિતાનું કિરદાર નિભાવી રહી છે. આ કિરદાર નિભાવવા માટે માનુષીએ ઘણી વખત ઓડિશન આપ્યું. અમને પરફેક્ટ કાસ્ટિંગ જોઈતું હતું અને માનુષીના દરેક ઓડિશન જબરદસ્ત હતા. આ રોલ માટે માનુષી અઠવાડીમાં 6 દિવસ રીહર્સલ કરી રહી છે. યશરાજ ફિલ્મ્સની ટીમ માનુષીને આ ફિલ્મ માટે પાછલા 9 મહિનાથી ટ્રેનીંગ આપી રહી છે.

જણાવી દઈએ કે ફિલ્મ “પૃથ્વીરાજ” નો ટીઝર વિડીઓ રીલીઝ થઇ ચુક્યો છે, આ વિડીઓ અક્ષય કુમારે તેના જન્મદિવસ નાં દિવસે શેર કર્યો, અને કેપ્શનમાં અક્ષયે લખ્યું “મારા જન્મ દિવસ પર મારી પહેલી પીરીયડ ડ્રામા ફિલ્મ વિશે જણાવતા મને આનંદ થાય છે, મારું શૌભાગ્ય છે કે મને આ ફિલ્મમાં હીરોનો રોલ નિભાવવાનો મળી રહ્યો છે.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!