જો તમારે પણ રૂપિયા ઉધાર લેવા પડતા હોય તો આ 1 ઉપાય કરો, જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાથી પરેશાન નહિ થાઓ

આજના આ ઝડપી યુગમાં પૈસાની જરૂરત કોને નથી હોતી? નસીબે જ કોઈ એવું માણસ હશે જેને પૈસાની જરૂરત નહિ હોય. હમણાં મધ્યમવર્ગના માણસ માટે ઘરમાં બે છેડા ભેગા કરવા એ ખૂબ જ પરેશાન જનક બની જતું હોય છે. ઘણી વખત તો એવું પણ થતું હોય કે એક મુશ્કેલી પૂરી થાય અને તેની સાથે જ બીજી બે નવી મુસીબત આવીને જ ઉભી જ હોય. દરેક માણસની લગભગ દરેક તકલીફનો ફક્ત એક જ ઉપાય છે અને તે છે પૈસા.

હા જો માણસ પાસે પૈસા હોય તો તે ઘણું બધું કરી શકે પણ કેટલાક લોકો હોય છે જેમની જોડે પૈસા નથી હોતા પણ તે છતાં તેને અમુક કામ કે પ્રસંગ જે કરવા પડે એ તો કરવા જ પડે છે. પછી એક જ ઉપાય એ માણસ પાસે હોય અને એ ઉપાય કરે છે એ છે બીજા પાસેથી પૈસા ઉધાર માંગવા.

માણસ ઉધાર પૈસા લઇ તો એક ફટકામાં લઈ લે છે પણ જયારે તે પૈસા પાછા આપવાના આવે છે ત્યારે તેની જોડે અગાઉ થી વ્યવસ્થા થઇ ગઈ હોય તો ખૂબ જ સારી વાત છે પણ જયારે તેની પાસે પૈસા નથી હોતા અને એ આપવાનો સમય આવી જાય છે ત્યારે તેને વધુ પરેશાની થાય છે. પછી ઘણી વખત માણસ એ એક ઉધાર ચુકવવા માટે બીજા પાસેથી ઉધાર લઈને ચૂકવતો હોય છે પણ આ કોઈ સરળ રસ્તો નથી જો તમને પણ આવી સમસ્યા દિવસે દિવસે થતી હોય તો આજે અમે તમારી લાવ્યા છે બહુ સસ્તો ઉપાય જેમાં તમારે બહુ ખર્ચો પણ નથી કરવાનો. આવો કહીએ શું ઉપાય કરવાનો છે.

જો તમે ક્યારેય પૈસા ઉધારમાં લેવાનું મન બનાવી રહ્યા છો તો તમારે પૈસા એ બુધવારના દિવસે લેવા અવશ્ય જોઈએ અને જો કોઈ દેવું ઓછું કરવા માંગો છો અને પૈસા પાછા આપવા માંગો છો તો તમારે એ વ્યવહાર એ મંગળવારના દિવસે અવશ્ય કરવો જોઈએ. આ ઉપરાંત તમે મંગળવારના દિવસે હનુમાનજી અથવા મહાદેવ મંદિરમાં જઈને લાલ મસુરની દાળ અર્પણ કરવાની રહેશે.

ગમે તેટલો શ્રમ કરો પણ પૈસા ભેગા નથી થઇ રહ્યા અને દરરોજ બીજા કોઈ પાસેથી ઉધાર લેવા પડે છે તો તમારે આ એક સારો ઉપાય કરવાનો છે તમારે ઘરના મુખ્ય દરવાજાની ડાબી તથા જમણી એમ બંને બાજુ લીલા રંગના ગણપતિની મૂર્તિ અથવા ફોટો લગાવવાનો રહેશે.

વધારે પ્રમાણમાં દેવું થઇ ગયું હોય તેવા દોસ્તો માટે આ એક સાચો ઉપાય છે તેમણે દર બુધવારના દિવસે ગણપતિ સ્ત્રોતનો પાઠ કરવાનો રહેશે અને સાથે સાથે મગ બાફીને તેમાં ઘી ઉમેરીને એ વાનગી એ ગાયને ખવડાવવાની રહેશે. આ ઉપાય કર્યાના કેટલાક જ સમયમાં તમને ફર્ક તેખાવા લાગશે.

જો તમે માનો છો કે ફરીથી ક્યારેય તમારે કોઈની પાસે પૈસા માંગવા ના પડે તથા તમને સારી કમાણી થાય તો તમારે દિવસમાં બે વાર કીડીઓને લોટ અને ખાંડ મિક્સ કરીને ખવડાવવું રહેશે. જો દરરોજ આ કામ ના કરી શકો તો તમે તમારા ઘરના સારા પ્રસંગોમાં અથવા તો સારી તિથિઓના દિવસે પણ આ કામ કરી શકો છો. આમ કરવાથી તમને તત્કાળ દેવામાંથી મુક્તિ મળશે અને ભવિષ્યમાં તમારે કોઈ જોડેથી પૈસા લેવાની જરૂરત નહિ રહે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!