આ રીતે નાક પરથી પણ નક્કી કરી શકાય છે માણસનો સ્વભાવ – આવા નાક વાળા હોય છે ખતરનાક…

કોઈ પણ વ્યક્તિની સુંદરતા જોવી હોય તો તેના નાક પર વધુ ધ્યાન આપવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્રોનું માનવું છે કે મનુષ્યની સુંદરતામાં નાક નું ઘણું મહત્વ છે. જો આખું શરીર સુંદર છે પરંતુ નાકનો આકાર બરોબર નથી તો બધી જ સુંદરતા નકામી લાગે છે. જો કે નાક માત્ર માણસની સુંદરતા જ નહિ પરંતુ માણસનો સ્વભાવ પણ દર્શાવે છે. જો તમે કોઈ વ્યક્તિના સ્વભાવ વિશેજાણવા માંગો છો તો તમે તેના નાક પર જરૂર ધ્યાન આપો. આજે આપણે અહીં જોશુ કે કેવા નાક વાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.

સીધું નાક :

જો કોઈ વ્યક્તિનું નાક સીધું હોય તો તેને સમજવું થોડું કઠીન છે. સમુદ્ર શાસ્ત્રોનું માનવું છે કે સીધા નાક વાળાના દિલમાં એ મગજમાં શું ચાલી રહ્યું છે તે સમજવું ખુબ જ મુશ્કેલ હોય છે. આ પ્રકારના નાક વાલા લોકો જલ્દી કોઈને બધું કહેતા નથી, કે કોઈને દિલની વાત પણ જણાવતા નથી. મોટા ભાગે આવા લોકો ખુદને શાંત રાખે છે. તે કોઈના પ્રેમમાં પણ સહેલાઇથી પડતા નથી. જો કે આવા લોકો પ્રોફેશનલ જીવનમાં ખુબ જ સફળ માનવામાં આવે છે. તેની અંદર શું ચાલી રહ્યું છે તે તમે સમજી નહિ શકો, અને તેના લીધે તમે તેના આગળ પગલા વિશે જાણી શકતા નથી એવામાં તેના સફળતા સહેલાઇથી મળી રહે છે.

સપટી નાક :

બની શકે કે ચપટી નાક વાળા સુંદરતામાં વધુ સારા ન લાગે પરંતુ તેની રીયલ લાઈફમાં તે ખુબ જ સફળ વ્યક્તિ હોય છે. કહેવાય છે કે આ લોકો નાની ઉંમરે જ સફળતા મેળવે છે. કળા અને સ્પોર્ટના ફિલ્ડમાં હંમેશા તમને ચપટી નાક વાળા જ લોકો જોવા મળશે. આ લોકો ઈમાનદાર અને સીધા હોય છે. તેને માત્ર પ્રોફેશનલ સફળતા જ નહિ પરંતુ પરિવારને પણ સન્માન મળે છે . આ લોકો બીજા વિશે ખરાબ વિચારતા નથી.

પોપટ જેવું નાક :

જે લોકોનું નાક પોપટ જેવું હોય તેનાથી થોડું સાવધાન રહેવું જોઈએ. આવા લોકો ઘણા તેજ અને ગરમ સ્વભાવના હોય છે.  તેનામાં સફળતાની એટલી દીવાનગી હોય છે કે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી શાંતિથી બેસતા નથી. જે તેના વ્યવહારને સમજી નથી શકતા એવા લોકોને તે દુશ્મન માની લે છે. તે પોતાના મનના માલિક હોય છે અને તેના મનનું જ ધાર્યું કામ કરે છે. આ લોકો મહેનતુ હોય છે અને તેની મહેનત થી સફળતા મેળવે છે.

ઊંચું નાક :

જો કોઈ વ્યક્તિનું નાક ઊંચું છે તો તે સ્વાભાવિક રીતે ગુસ્સા વાળા વ્યક્તિ હશે. જો કે તેની અંદર જોસ પણ હશે. દિલના સાફ હોય છે પરંતુ તેનો વ્યવહાર હંમેશા અન્ય લોકોથી અલગ હોય છે. પ્રેમ સંબંધના મામલે પણ ભાગ્ય તેનો સાથ નથી આપતું અને તે હંમેશા દગો ખાય છે. જો કે આ વ્યક્તિ અહંકારી હોય છે.

નાનું નાક :

જે લોકોનું નાક નાનું હોય છે તે પોતાની ધૂનમાં જ મસ્ત રહે છે. આવા લોકોને બીજાનું વધુ મતલબ નથી હોતો. તે કોઈ સાથે સીધી રીતે ઝઘડો પણ કરતા કે નથી લપ પણ નથી કરતા. જો કે તેને જલ્દી ગુસ્સો નથી આવતો પરંતુ એકવખત આવી ગયા પછી તેના પર કંટ્રોલ પણ નથી થતો. તેના મિત્રો અને પરિવારનાં લોકો તેને અહંકારી માને છે.

મોટું નાક :

જે લોકોનું નાક મોટું હોય છે તેની સુંદરતા થોડી ઝાંખી પડી જાય છે. જ્યારે કોઈ તેની વાતો સંભાળવા લાગે તો તે તેમાં જ ખોવાઈ જાય છે. તેને શબ્દો ખુબ જ યાદ રહી જાય છે અને સાચા સમયે સાચી વાત કરી નાખે છે. જીવનમાં ખુબ જ આગળ વધે છે અને સફળ થાય છે. જો કે તેની અંદર અહંકારીની આવાના પણ રહે છે જેના લીધે તેને ઘણી વખત અપમાનિત થવું પડે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!