નરગિસ ફખરીએ ખોલ્યું બોલીવુડનું રાજ – કહ્યું, “હું કોઈ ડાયરેક્ટર સાથે….”

બોલીવુડમાં મીટૂ કેંપેન ની જેમ બીજા ઘણા નામો બહાર આવ્યા છે જેને બોલીવુડમાં કામ કરવા માટે આવેલ નવી છોકરીઓની મજબુરીનો ફાયદો ઉઠાવ્યો. આ નામમાં એવા એવા લોકો સામે આવ્યા છે જેના વિશે લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહતું. આવું લગભગ બધી જ અભિનેત્રીઓ સાથે થતું હોય છે પરંતુ અમુક કોર્પોરેટ કરી લે છે જ્યારે અમુક સંઘર્સ સમજીલે છે. તેમાંથી જ એક છે નરગિસ ફાખરી જે ઇન્ડસ્ટ્રીઝ જ ની એક પોપ્યુલર અભિનેત્રી છે. નરગિસ ફાખારીએ બોલીવુડના અનેક રાજ ખોલ્યા, તો ચાલો જાણીએ…

નરગિસ ફાખરીએ ખોલ્યા બોલીવુડના રાજ :

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટાર થી પોતાના કરિયરની શરૂઆત કરનાર નરગિસ ફાખરીની કિસ્મત આ ફિલ્મ પછી બદલી ગઈ. તેને એક પછી એક નવી ફિલ્મો મળી. હાલમાં જ એક પૂર્વ પોર્ન સ્ટાર સાથે વાતચિત કરતા નરગિસએ તેના બોલીવુડના અનુભવ વિશે જણાવ્યું. પોર્નસ્ટાર બ્રિટનીનું નામ ઇન્ટરનેશનલ પોડકાસ્ટમાં આવે છે. એટલું જ નહિ નરગિસે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ઘણા નિર્દેશકોએ તેને શારીરિક સંબંધ બનાવવા માટે કહ્યું હતું પરંતુ તેને આવું કર્યું નહિ અને તેના કારણે તેના હાથમાંથી ઘણા મોટા પ્રોજેક્ટ નીકળી ગયા.

એક ઈન્ટરવ્યુમાં બ્રિટનીએ નરગિસને પૂછ્યું, “મારી જીંદગીમાં મેં કોઈ સીમા બાંધી નહોતી”. હું જાણતી હતી કે મારે શું જોઈએ છે અને તેના માટે મારે શું કરવું છે. આ કારણે જ મારી ઓળખાણ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં બની પરંતુ એવી કઈ સીમા છે જે પોતાના માટે બાંધી કે જેને ખુદના નૈતિક મુલ્યોને ભટકવા ન દીધા.”  આ સવાલનો જવાબ દેતા નરગિસ ફખરીએ કહ્યું, “કદાચ આ મને મારી માં તરફથી મળ્યા છે, પરંતુ તેને સીધી રીતે એવું નથી કર્યું, પરંતુ તેને પુરુષો, સેક્સ અને સંબંધોથી મને ખુબ જ ડરાવી હતી. લગભગ મને મોટાભાગના નૈતિક મુલ્યો તેનાથી જ મળ્યા છે.

હું માણસોમાંથી એક છું જે લોકોની ભૂલો થી શીખે છે. હું ફેમ થવાની એટલી ભૂખી ન હતી એટલે મેં કોઈ પણ કામ કરવા માટે ઉતાવળ કરી નહિ. જેમ કે ન્યુડ ફોટોશૂટ અથવા કોઈ નિર્દેશક સાથે સુવું. આ બધું મેં કર્યું નહિ અને તેના કારણે મારા હાથમાંથી ઘણી મોટી મોટી ફિલ્મો નીકળી ગઈ. હું તેનાથી ખુબ જ પરેશાન પણ થઇ હતી પરંતુ મેં મારા નૈતિક મુલ્યોને દાવ પર લગાવવાનું ઠીક સમજ્યું નહિ.

બ્રિટનીએ નરગિસને પૂછ્યું, “હાલમાં જ મીટૂ મુવમેન્ટ થયું, જેમાં ઘણી સ્ટોરી સામે આવી. તમે આવી ઓફરો નકારી તો તમને તમારામાં અને તે છોકરીઓમાં શું ફરક લાગ્યો?” તેના જવાબમાં નરગિસે કહ્યું, “મેં મારા કામને વધુ આગળ વધવા ન દીધું. મારા માટે મારું કામ મજા માટે હતું. હા મને તેમાંથી પૈસા જરૂર મળતા હતા પરંતુ તે મારા માટે તે જ બધું ન હતું.

આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ :

નરગિસ ફાખરી અમેરિકન એક્ટ્રેસ છે જેને બોલીવુડ ફિલ્મ રોકસ્ટારથી તેના કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મમાં કરી હતી. જેમાં તેની અપોઝીટમાં રણવીર કપૂર હતા અને ફિલ્મ સુપરહિટ ગઈ હતી. નરગિસ ફાખરી એ આ સિવાય મેં તેરા હીરો, અમાવસ, હાઉસફૂલ-3, મદ્રાસ કેફે, અજહર, ડિશુમ, 5 વેડિંગ્સ બેન્જો, ઓમ શાંતિ અને ફટા પોસ્ટર નિકલા હીરો. જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ નરગિસે હોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!