શું પૈસા આપીને એવોર્ડ ખરીદે છે બોલીવુડ સ્ટાર્સ? – આ રહ્યા ૯ ગંદા પણ જાણવા જેવા સત્ય

બોલીવુડ ની બધી વાતો નિરાળી હોય છે, તમે એવું સાંભળ્યું હશે કે ફિલ્મ લાઈન બહુ ગાંડી છે, ત્યાં કામ ના કરાય. અમુક ફિલ્મો સારી હોય છે અમુક ખરાબ એવી જ રીતે અમુક અભિનેતા અને અભિનેત્રી સારા હોય અમુક ખરાબ હોય. ફિલ્મો ચાલે તો સારી ના ચાલે તો ખરાબ, ફિલ્મી દુનિયા માં તમે ઘણા એવોર્ડ પણ જોયેલા હશે. આ બધા એવોર્ડ માં બેસ્ટ હિરોઈન અને બેસ્ટ  એક્ટર નો એવોર્ડ પણ આપવામાં આવે છે. પરંતુ આ એવોર્ડ ક્યારેક નકલી તો ક્યારેક એક્ટર ને ખબર જ હોય છે. કે તેમને મળવાનો છે ક્યારેક વધારે પૈસા આપીને પણ મળતો હોય છે. ચાલો તમને જણાવીએ કે એવોર્ડ ની અસલી ની નકલી દિનિયા..

ખોટા હાવભાવ  :-

કોઇપણ એવોર્ડ ફંક્શન 5 થી 6 કલાક નો હોય છે. તો ફિલ્મી સિતારાઓ એટલી વાર સુધી  ના બેસે એટલે એ લોકો ત્યારે જ આવે છે જયારે તેને એવોર્ડ મળવાનો હોય કે કોઈ ને એવોર્ડ આપવાનો હોય. અથવા તેમને સ્ટેજ પર્ફોમ કરવાનુ હોય ત્યારે આવીને થોડી વાર બધા સાથે ટાળી પાડે અને સ્માઈલ કરીને જતા. રહે છે.એટલે વારવાર ટી.વી. પર એક્ટર ની સ્માઈલ  નેજ બતાવે છે..

પર્ફોમન્સ નો ભાવ :-

એકવાર અક્ષય કુમારે ઈન્ટરવ્યું માં કહ્યું હતું  કે એવોર્ડ ઓર્ગેનાઈઝેશન વાળા એવું કે છે કે આ વખતે એવોર્ડ તમને આપશું બસ તમે ડાન્સ પર્ફોમન્સ ના પૈસા ઓછા કરી દો. ત્યારે અક્ષય કહ્યું કે તમે એવોર્ડ તમારી પાસે રાખો અને મારા ડાન્સ ના પુર પૈસા આપી દો. આજ કારણ થી ફિલ્મી સિતારાઓ એવોર્ડ ફંક્શન માં અવવાવું નું ટાળે છે.

નિમંત્રણ પ્રક્રિયા :-

જયારે એવોર્ડ ના આયોજક લીસ્ટ બનાવતા હોય ત્યારે એક પછી એક એક્ટર ને ફોન કરીને પૂછે છે, કે તેઓ એવોર્ડ માં આવી શકશે. કે નહિ અને ક્યારે આવશે તો ત્યારે એમની એન્ટ્રી એટલા વાગે લખે ક્યારેક એવું બંને કે કોઈને આવવામાં મોડું થાય તો તેની જગ્યા પર બીજા કોઈને બોલાવી લે છે. જયારે તે એક્ટર આવે ત્યારે અનુ નામ જાહેર કરે..

ઋષિ કપૂરે ખરીદ્યો પહેલો એવોર્ડ :-

ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યું માં કીધું હતું. જયારે એમની ફિલ્મ “બોબી”આવી હતી. તેના માટે તેને નોમીનેટ કરવામાં આવ્યા હતા. અને આ એવોર્ડ તેમણે પૈસા આપીને લીધો હતો..

એવોર્ડ નો બહિષ્કાર :-

આ એવોર્ડ માં જયારે અવ લોચા ને ગોલમાલ થવા લાગી ત્યારે આમીર ખાન અને સન્ની દેઓલે એવોર્ડ ફંક્શન નો બહિષ્કાર કર્યો હવે તેઓ ક્યારેય એવોર્ડ માં હાજરી નથી આપતા.  આ સાથે આ ટીમ માં નામ જોડાયા કંગના, નાવાજીદીન સીધ્ધ્કી, જોહન અબ્રાહમ, અને અજય દેવગણ પણ સામેલ છે.

સારી એક્ટિંગ ને નજર અંદાજ કરવું :-

ક્યારેક સારા સ્ટાર ને એવોર્ડ મળે છે. અને જેને ફિલ્મ માં ખુબ જ સારું કામ કર્યું હોય તે રહી જાય છે. 2015 માં રીલીઝ થયેલી ફિલ્મ ” બેબી ” માટે અક્ષય કુમાર ને એવોર્ડ મળ્યો જયારે દ્રશ્યમ ફિલ્મ માં અજય દેવગણ ની ભૂમિકા ખુબ જ સારી હતી. અને રીયાલીટી ફિલ્મ “માંજી” માં નાવાજુદીન સીધ્ધ્કી ની લાજવ્બ એક્ટિંગ હતી. બેસ્ટ એક્ટર નો એવોર્ડ શાહરૂખ ખન ની ફ્લોપ થયેલી ફિલ્મ માટે મળ્યો..

નોમીનેટ વગર એવોર્ડ :-

કોઈ મોટા સ્ટાર ને પ્રોગ્રામમાં બોલાવવામાં આવે છે ત્યારે તેને ખુશ કરવા ના ચક્કર માં નોમીનેટ વગર જ એમને એવોર્ડ આપી દેવામાં આપે છે, તેને સ્ટાર ઓફ ધ યર અને સ્પેશ્યલ સ્ટાર ઓફ ધ યર આવા એવોર્ડ આપી દે છે, જેનો ક્યાય ઉલ્લેખ પણ નથી હોતો.

નખરા :-

એક વખત એક અભીનેત્રી એ એવોર્ડ જ છે તે જગ્યા પર આવી ને બહાર કાર પાર્ક કરી અને આયોજક ને ફોન કરીને કહ્યું મને એવોર્ડ મળવાનો છે તો હું આવું. નહિ તો અહી થી જ ચાલી જાવ.. આ અભિનેત્રી કોણ હતી એ હજી સુધી ખબર નથી,

એવોર્ડ ની હરરાજી :-

એવોર્ડ લેવા વાળા નહિ પણ એવા વાળા પણ નક્કી કરીને જ કહે છે હું આ જ એવોર્ડ આપીશ બીજા નહિ. જેમ કે રેખા હમેશા બેસ્ટ એક્ટર ને જ એવોર્ડ અપીશ. એકવાર શ્રીદેવી એ પણ એવું જ કર્યું કે હું પોપ્યુલર વ્યક્તિ ને જ આપીશ કોઈ ગુમનામ થયેલા વ્યક્તિ ને નહિ આપું..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!