ફક્ત ૧ પાન ખિસ્સામાં રાખવાથી ધન અને સફળતા મળ્યા વગર નહિ જ રહે – વાંચો વિગત

જીવનના સફળ થવાનું મહત્વ જેનાથી થાય છે કે તેઓ પોતાના લાઈફમાં કેટલા કામિયાબ બની ગયા છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માણસ ખુબ જ પરિશ્રમ કરતા હોય છે પણ સફળતા પ્રાપ્ત કરવા માટે ફક્ત ને ફક્ત મેહનત જ નહીં પણ ભગવાનની કૃપા પણ ખુબ જ આવશ્યક છે. માણસો પોતાના ઇષ્ટ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે વિવિધ ઉપાયો કરતા હોય છે તેનાથી જીવન પર અનુકૂળ દ્રષ્ટિ બની રહે છે.

ધાર્મિક શાસ્ત્રોના પ્રમાણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તેઓને ખુશ કરવા પણ ખુબ જ આવશ્યક છે, આવામાં ભગવાન ની સૌથી સુંદર વસ્તુનો જો પૂજામાં શામિલ કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ થવી ફાઇનલ છે. આજે અમે તમને એક એવા જ વિશેષ ઉપાય વિશે જાણ કરવા જઈ રહ્યા છીએ.

આ ઉપાય એક એવી વસ્તુ છે જેનો પૂજા-સામગ્રીમાં રોજબરોજ ઉપયોગ કરવામાં આવે છે તથા નાની એવી વસ્તુ તમારા નસીબને બદલાવા માટે ખુબ જ તાકાત રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ નાગરવેલના પાનની જે ખુબ જ સરળતાથી બજારમાં પ્રાપ્ત થઈ જાય છે.આવો તો આ લેખમાં જાણીએ આ પાનના કેટલાક ઉપાય વિશે.

ઈચ્છાપૂર્તિ માટે:

દરેક દેવી દેવતાઓમાં ભગવાન શિવજીને સૌથી વધુ ઝડપથી ખુશ થનારા માનવામાં આવે છે માટે જ તેને ભોળાનાથ માનવામાં આવે છે. ભગવાન શિવજીને ખુશ કરવા માટે માણસો દરેક સંભવ પૂજા-પાઠ કરતા હોય છે તથા તેના આશીર્વાદને પ્રાપ્ત કરે છે. આવામાં ભોળાનાથને ખુશ કરવા માટે નાગરવેલનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે સોમવારની સવારે શિવજીને નાગરવેલનું પાન ધરાવી દો પણ ધ્યાન રાખો કે પાન કપાયેલું અથવા તો સુકાયેલું હોવું ન જોઈએ. નાગરવેલના આ પ્રયોગ દ્વારા પણ શિવજીના આશીર્વાદને મેળવી શકાય છે.

વ્યાપારમાં લાભ પ્રાપ્તિ હેતુ:

જો તમે વ્યાપાર ક્ષેત્રથી સંકળાયેલા છો તો તમારા માટે એક ખુબજ સારો ઉપાય છે. આ ઉપચારમાં તમને શનિવારના રોજ 5 પીપળાના પાન તથા 8 નાગરવેલના દાંડી વાળા પાનને દોરામાં પરોવીને દુકાન કે ઓફીસ માં પૂર્વ દિશામાં બાંધી મૂકી દો. પાનના સુકાઈ જવા પર તેને પાણીમાં પ્રવાહિત કરવા મૂકી દો. આ ઉપચાર લગાતાર 5 શનિવાર સુધી કરવાથી તમારા વ્યાપારમાં વૃદ્ધિ થવાથી કોઈપણ રોકી નહીં શકે.

મનોકામનાઓ પુરી કરવા માટે:

ભગવાનશિવને ભોળે નાથ તરીકે પણ માનવામાં આવે છે કારણ કે તે પોતાના ભક્તોથી ખુબ જ જલ્દી ખુશ થઇ જાય છે. ભગવાન શિવની પૂજામાં જો તમે નાગરવેલના પાનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો જેનાથી પૂજાનું ફળ વિવિધ ગણું વધી જાય છે સાથે જ મનની દરેક ઈચ્છાઓ અને મનોકામનાઓ પણ પૂર્ણ થઇ જાય છે.

ખરાબ નજર થી છુટકારો પ્રાપ્ત કરવા માટે:

કામમાં અનેક વખત અડચણ તથા અસફળતાની પાછળ ખરાબ નજર પણ મોટું કારણ બની જતું હોય છે. આવામાં આ પાન તમને વધુ ખરાબ નજરથી બચાવાનું કામકાજ કરે છે, જો તમારી ઉપર પણ ખરાબ નજરનો સાયો બની રહે છે તો પાન માં ગુલાબની 7 પાખડીઓ રાખીને ખાઈ લો. ખરાબ નજરનો પ્રકોપ તમારા નજીક પણ નહિ આવે.

સફળતા પ્રાપ્ત કરવાનો હેતુ:

પરિશ્રમ કર્યા બાદ પણ સફળતા પ્રાપ્ત થતી નથી તો સવારે ઘરેથી બહાર નીકળવાના સમયે પાનને પોતાના ખિસ્સા કે પર્સમાં અચૂક રાખો. આવા ઉપાયથી તમારા કાર્ય ક્ષેત્રમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

બુધ ગ્રહ માટે:

ગ્રહોની વિવિધ ચાલમાં આવતા પરિવર્તનને કારણે ઘણી વખત માણસોને પોતાની કુંડળીમાં બુધ ગ્રહ ખરાબ હોવાંથી વિવિધ તકલીફો આવતી હોય છે, જેને કારણે લોકોના ઘણા કામ અધૂરા રહી જાતા હોય છે. નાગરવેલનો પ્રયોગ તમારી આ તકલીફને વધુ દૂર કરી શકે છે. બુધ ગ્રહને લીધે કામમાં રોક આવવાને લીધે લોકોએ બુધવારના દિવસે નાગરવેલનું મીઠું પાન ચોક્કસ ખાવું જોઈએ. આ સિવાય બુધવારના દિવસે બુધ દેવતાને નાગરવેલનું પાન અર્પણ કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!