પત્ની મદદ માટે રડતી રહી – લોકો વિડીયો ઉતરતા રહ્યા અને પછી….

આજના સમય માં જયારે માણસાઈ ની વાતો કરતા  હોઈ અને એવા મેસેજ બધા ને સેન્ડ કરતા હોઈ છીએ પણ હકીકત કઈ જ અલગ છે, લોકો કોઈ ને મદદ કરે તે પહેલા જ તે ઘટના નો વિડીઓ બનાવવામાં આવે છે, એવી જ એક ઘટના બની છે, બિહાર રાજ્ય માં જ્યાં દિવસે એક હત્યા થઈ ગઈ, તે વ્યક્તિ ની પત્ની ચીસો પાડીને બધાને મદદ માટે બોલાવતી હતી પણ કોઈ તેની મદદ કરવા ના આવ્યું બધા મોબાઈલ પર તેનો વિડીઓ બનાવવામાં મશગુલ હતા..

સુત્રો ના જણાવ્યા અનુસાર ફૈજલ નામનો ૩૨ વર્ષ નો યુવાન તેની પત્ની સાથે બાઘ એક્ષપ્રેશ થી હાવડા જઈ રહ્યો હતો,બપોર ના સમયે ફૈજલ પ્લેટફોમ નંબર પર ઉંભો  હતો, ત્યારે જ ભીડ માંથી કોઈ નકાબ પહેરીને આવ્યો અને તેને માથામાં ગોળી મારી દીધી, આ જોઈ તેની પત્ની ચૌકી ગઈ, અને રડવા લાગી જોર જોર થી ચીસો પાડવા લાગી, બધા પાસે દોડીને મદદ માગતી હતી પણ કોઈ એ તેની મદદ ના કરી, અને અંતે તે રડતા રડતા બેભાન થઇ ગઈ, તમને જાણી ને નવાઈ લાગશે કે ત્યાં ઓફીસ માં સ્ટેશન માસ્તર હતા છતાં કોઈએ મદદ ના કરી,

 

પોલીસે જણાવ્યા અનુસાર ફૈજલ સુલ્તાનપુર નામે ગામ માં રહેતો હતો તેના પિતા નું નામ રહેમાન હતું તે હાવડા જતો હતો, દિવસ ના બનેલી આ ઘટના ને જોઈ બધા માં ભય બેસી ગયો, જયારે પોલીસ તે સ્થળ પર આવી અને ફૈજલ અને તેની પત્ની ને સદર હોસ્પિટલ માં લઈ જવામાં આવી ત્યારે રસ્તા માં જ તેની ફૈજલ નું મૃત્યુ નીપજ્યું,

ફૈજલ ના લગ્ન હજુ એક વર્ષ પહેલા જ થયા હતા એવું માનવામાં આવે છે, કે તેના લગ્ન ના વિવાદ ને કારણે કોઈએ તેને ગોળી મારી હોય, વધુ માં પોલીસ તપાસ કરી રહી છે, રેલ્વે સ્ટેશન નો સિ.સિ.ટી.વી.કેમેરો પણ ચેક કર્યો, અને હજુ તપાસ ચાલુ છે, પરંતુ કોઈ સુરાગ નથી મળ્યો,

જે રીતે હત્યા કરવામાં આવી છે તેના પરથી લાગી રહ્યું છે કે હત્યા કરનાર ફૈજલ ને બહુ જ સારી રીતે ઓળખે છે, પોલીસે ફૈજલ ના મિત્રો સાથે પણ પુછતાછ શરુ કરી છે, મુઝ્ઝફર ના રેલ્વે પોલીસ અધ્યક્ષ અશોક કુમારે જણાવ્યું કે આ હત્યા વિવાદ માં થઈ હોવાનું માનવામાં આવે છે, પણ હજુ તપાસ ચાલું છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

 

Leave a Reply

error: Content is protected !!