૨૦ વર્ષથી પિતાને એકનું એક ટીશર્ટ પહેરેલું જોઇને દીકરી શરમ અનુભવતી હતી – હકીકત ખબર પડતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી

આજે તમને જે આ અહેવાલ માં એક દીકરી ની વાત કહીશું જે એકદમ સાચી છે, જે બહુ જ રસપ્રદ અને આકર્ષિત છે. અત્યારે સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતી આ તસ્વીરો અને આ કહાની.. રિયા નામની છોકરી ની છે. જે પોતે જ પોતાની કહાની સોસીયલ મીડિયા પર અપલોડ કરી રહી છે. આ કહાની ચીન ની છે ચીન ની રાજધાની બેજિંગ માં રહેતી રિયા ની છે. તેને પોતાની કહાની જણાવતા કહ્યું કે તે પોતાના પિતા ની અજીબ હાલત જોઇને હેરાન પરેશાન થઈ ગઈ. અને ખુબ જ શરમ જનક પરિસ્થિતિ હતી. તેના  માટે ચાલો જાણીએ પૂરી વાત.

રિયા પોતાની વાત જણાવતા કહે છે કે તેના પિતા ને બોલવાની ટેવ બહુ ઓછી છે. તે રોજ એક જ ટી શર્ટ પહેરે છે, થોડા દિવસ આવું ચાલ્યું પણ પછી આ એમની આદત બની ગઈ. ટેવ સારી પણ હોય અને ખરાબ પણ હોય.. પરંતુ આ તે કેવી ટેવ રોજ એક જ કપડા પેરવા દિવસ હોય કે રાત કોઈ પણ ઋતુ કેમ ના હોય. રિયા ના પિતા એક જ ટીશર્ટ પહેરે છે, આવું એ વર્ષ નહિ. પણ 20 વર્ષ ચાલ્યું. મન માં ને મન માં રિયા ને આ પ્રશ્ન ખટકવા લાગ્યો. તેને પિતા ને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તેને વાત ટાળી દીધી.. રિયા ના પિતા ની આવી હાલત જોઇને કોઈ તો એને પાગલ પણ કહેવા લાગ્યું, અને રિયા ના મિત્રો પણ રિયા ને તેના પિતા ની હાલત પર ટોકવા લાગ્યા.. અને ગમે તે બોલવા લાગ્યા.. આ બધું સાંભળી ને તેને દુખ થયું. પણ જયારે હકીકત સામે આવી ત્યારે બધા આશુ સુકાઈ ગયા.

 

વધુ માં રિયા  એ જણાવ્યું કે એક દિવસ તે ઘર ની સાફ સફાઈ કરતી હતી. ત્યારે તેના હાથમાં તેના તેના માતા પિતા નો હનીમૂન નો આલ્બમ આવ્યો.. હા રિયા ની માતા હવે આ દુનિયા માં નથી તેનો દેહાંત,તે રિયા ને જન્મ આપીને જ આ દુનિયા છોડી ચાલી ગઈ. તેના પિતા એ રિયા ના કારણે બીજા લગ્ન ના કર્યા અને રિયા ના ઉછેર માં પોતાની જીવન વિતાવ્યું. આ આલ્બમ માં તેના માતા પિતા એ મેચિંગ ટીશર્ટ જ પહેર્યા છે. બધા ફોટા માં તેના માતા પિતા ખુબ જ ખુશ લાગી રહ્યા છે, હકીકત જાણી ને રિયા ને ત્વ્ના પિતા પર ગર્વ થયો.. અને જે ગેરસમજ તેના મનમાં હતી તે દુર થઈ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!