‘તારું મોઢું તો જો’ સુંદર ન હોવાને લીધે ડાયરેક્ટરોએ કરી હતી વારંવાર રીજેક્ટ, આજે કરે છે બોલીવુડ પર રાજ, જુઓ તસવીરો

મૂવી ‘હિન્દી મીડિયમ’ ની સફળતા પછી હવે તેની સિક્વલ ‘અંગ્રેજી મીડિયમ’ તૈયાર કરી રહી છે. ઇરફાન ખાનની આ મૂવી એપ્રિલ 2020માં રિલીઝ કરવામાં આવશે.

મૂવી હિરોઈન રાધિકા મદને ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની જગ્યા એ લેવામાં આવી છે. આ મૂવીમાં ઇરફાન ખાનની પુત્રીનું પાત્ર રાધિકા મદન પાત્ર ભજવી રહી છે. રાધિકા મદને ફિલ્મ પટાખાથી બોલિવૂડ જગતમાં પગ મૂક્યો હતો. આ ઉપરાંત તે ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં પણ દેખાવા મળી હતી.

આ પહેલા એવા અહેવાલ પ્રાપ્ત થાય હતા કે આ પાત્ર માટે સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાનને ફિલ્મમાં લેવામાં આવશે. પરંતુ, બાદમાં મુખ્ય જાહેરાત કરવામાં આવી હતી કે રાધિકા મદન આ પાત્ર કરશે. હમણાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં, રાધિકા પણ મદને આ વાત તરફ ધ્યાન દોર્યું, પણ તેને કોઈનું નામ લીધું નથી.

હિરોઈન રાધિકા મદનના કહ્યા પ્રમાણે, તેની ભૂમિકાને નેપોટિઝમની નજર લાગી શકે એમ હતી. સાચે તો ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેની ભૂમિકા સ્ટાર કિડને આપવા માંગતા હતા.

રાધિકા મદને જણાવ્યું હતું કે તે આ ભૂમિકા માટે નિર્માતાઓ તથા દિગ્દર્શકોને કેટલી મુશ્કેલીથી મનાવ્યા અને એમ પણ જણાવ્યું કે તે આ ભૂમિકા માટે ઘા બધા ઓડિશન આપવા પણ તૈયાર છે. આ પછી છેક એને આ પાત્રમાં મળી શકી.

પંરતુ, તેમણે કોઈ જવાબ આપ્યો નથી કે શું આ ઘટના મૂવી ‘અંગ્રેજી મીડિયમ’ સાથે સંકળાયેલી છે. પણ તે એકદમ સ્પષ્ટ છે કે આ મામલો ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ અંગેનો હતો, કેમ કે આ ફિલ્મમાં સારા અલી ખાનની એન્ટ્રી અંગે ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. એવા અહેવાલો પણ હતા કે સારા આ ફિલ્મમાં ઇરફાનની પુત્રીનો રોલ કરશે. આવી સ્થિતિમાં, રાધિકા મદન નામ લીધા વિના, સ્પષ્ટ રીતે સારા પર જ પ્રશ્નો ઉભા કરે છે.

જો કે મૂવી ‘પટાખા’ પછી હવે ઇરફાનની મૂવી રાધિકા મદન માટે એક ખૂબ મોટી તક આપી છે. રાધિકાએ નાના પડદે એક મોટું સ્થાન પ્રાપ્ત કરીને સીધા જ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. રાધિકાને બોલિવૂડથી એ ફરિયાદ પણ હતી કે તેના અભિનયને પસંદ કરનારા ડિરેકટરો પણ તેને એમ કહીને રોલ આપવાનો ના કરી દેતા હતા કે તે સુંદર નથી. રાધિકાનું માનવું છે કે તેને તેના લૂકને કારણે કામ મળતું ન હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!