આ દિવ્યાંગ વ્યક્તિને ઘરે બોલાવીને આ સુપરસ્ટારે કેમ એમના પગ પકડ્યા? કારણ વાંચવા જેવું છે

માણસાઈ એક એવી વસ્તુ છે જે દરેકનું દિલ જીતી લે છે. તમે દુનિયામાં ગમે એટલા મોટા, સફળ કે અમીર માણસ બની જાવ પરંતુ લોકો તમને દિલથી ત્યારે જ પસંદ કરશે જ્યારે તમારામાં તેનું અભિમાન ન હોય અને તમે માણસાઈ ભૂલ્યા ન હોય. આવા જ એક સુપરસ્ટાર રજનીકાંત છે. સાઉથ ફિલ્મોથી લઈને બોલીવુડ સુધી રજનીકાંતના સ્ટાર પાવરનો દબદબો છે.

તેની ગણતરી ભારતના સૌથી મોટા સુપરસ્ટારમાં થાય છે. રજનીકાંત પાસે પૈસાની પણ કોઈ કમી નથી. તેની દરેક ફિલ્મો કરોડોની કમાણી કરે છે. જો કે તેમ છતાં રજનીકાંત એક ખુબ જ વિનમ્ર, સરસ અને સાદગી ભર્યું વ્યક્તિત્વ ધરાવે છે. તેનો આ વ્યવહાર લોકોનું દિલ જીતી લે છે. આ વાતનું તાજુ ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું.

હાલમાં સોશિયલ મીડિયા પર અમુક તસ્વીરો ખુબ જ ઝડપથી વાઈરલ થઇ રહી છે. આ તસ્વીરમાં રજનીકાંત એક દિવ્યાંગ વ્યક્તિ સાથે બેઠેલા જોવા મળે છે. આ દિવ્યાંગ વ્યક્તિનું નામ છે પ્રણવ બાલાસુબ્રમણ્ય. જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તેને બંને હાથ હતા નહિ. તેથી તેને પોતાના પગથી જ બધા કામ કરવાનું ચાલુ કરી દીધું. આપના માટે પગથી થતા નાના મોટા કામ કરવા પણ મુશ્કેલ બની જતા હોય છે જ્યારે પ્રણવ તેના હુન્નર અને લગન થી તે આજે પગથી પેન્ટિંગ બનાવવા લાગ્યો છે. અને એક શ્રેષ્ઠ આર્ટીસ્ટ બની ગયો છે.

ઘણા લોકો બંને હાથ હોવા છતાં પણ સારી પેન્ટિંગ બન્નાવી શકતા નથી જ્યારે દિવ્યાંગ પ્રણવ બંને હાથો ન હોવા છતાં બંને પગ થી પણ એક જોરદાર ચિત્ર બનાવી લે છે. પ્રણવ મૂળ કેરળના અલાથુરનો રહેવાસી છે. માત્ર પેન્ટિંગ જ નહિ પરંતુ પગથી ચેક પણ સાઈન કરી લે છે અને ફોન થી સેલ્ફી પણ લઇ લે છે. હાથથી થતા દરેક કામ તે પગેથી કરી લે છે. થોડા સમય પહેલા જ પ્રણવે એક રીયાલીટી શો માં જીતેલ રકમ bપુર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવી હતી.

હાલમાં જ પ્રણવે તામિલની સાપ્તાહિક મેગેઝીન “Ananda Vikatan” માં આપેલ ઇન્ટરવ્યુંમાં રજનીકાંતને મળવાની ઇચ્છા જાહેર કરી હતી, એવામાં જ્યારે આ વાતની જાણ સુપરસ્ટાર રજનીકાંતને થઇ તો તેને આર્ટીસ્ટ માટે તરત જ ફ્લાઈટની ટીકીટ બૂક કરવી અને તેને સીધો તેના ચેન્નાઈ સ્થિત ઘરે મળવા માટે બોલાવ્યો.

પ્રણવ જ્યારે રજનીકાંતના ઘરે મળવા ગયો તો ખુબ જ ખુશ થયો. પ્રણવે તેના પગથી બનાવેલ રજનીકાંતનું પોર્ટ્રેટ ચિત્ર તેને ભેટ આપ્યું. ત્યારબાદ રજનીકાંતે હાથ મળવવાનો ઇસારો કરીને પ્રણવના પગને ટચ કર્યો. એટલું જ નહિ રજનીકાંતે પ્રણવ સાથે લાંબા સમય સુધી વાતચીત પણ કરી. તેમજ રજનીકાંતે પણ પ્રણવને કંઇક ભેટ આપી.

રજનીકાંતના આ વ્યવહારથી તેના ફેંસ હના ખુશ થયા. લોકોનાં માનવામાં નથી આવતું કે રજનીકાંત જેવા સુપરસ્ટાર પ્રણવ જેવા દિવ્યાંગ વ્યક્તિને માત્ર ઘરે બોલાવીને તેના પગ પણ પકડશે. આને કહેવાય જમીન સાથે જોડાયેલ અસલી માણસ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!