રીયાલીટી શો નું કડવું સત્ય – આ રીતે ફિક્સ વિજેતા અને ભાગ લેનારની ઈમોશનલ વાતોની સ્ક્રીપ્ટ બને છે

ટેલીવિઝન પર આવતા પ્રોગ્રામ તો બધા જુએ જ છે. સિરિયલો  અને રીયાલીટી શો, કોમેડી શો, ટી.વી.ચેનલ વાળા ઓ પોતાની ટી.આર.પી. વધારવા ક્યારેક સાચું તો ક્યારેક ખોટું લઈ ને આવે છે. ટી.વી. પર આવતા રીયાલીટી શો જેમાં પોતાના પસંદ ના પ્રતિયોગી ને જીતાવવા વોટ આપતા હોય છીએ, પણ તમને ખબર છે આ બધું મોટા ભાગ નું મિર્ચ મસાલા વાળું હોય છે. રીયાલીટી શો જેટલા બહાર થી સારા દેખાય છે. એટલા જ અંદર થી ખરાબ અને ખોખલા છે. ચાલો જાણી આવા રિયાલીટી શો ની પૂરી માહિતી..

કોન બનેગા કરોડ પતિ :-

ઘર ઘર માં જાણીતો ટી.વી. શો “કોન બનેગા કરોડ પતિ” જેમાં સાધારણ નાગરિક ને એક પ્લેટફોર્મ મળે છે. જેમાં તે પ્રશ્ન ના જવાબ આપી ધનરાશિ મેળવી  શકે. આ પ્રોગ્રામ માં આવતા વ્યક્તિ ઓ ની અંગત જીવન ની વાતો ક્યારેક ખોટી હોય છે. ત્યાં રહેલા પ્રતિયોગી ને કોની સાથે વાત પણ નહિ કરવાની એવા નિયમો હોય છે. આ બધું તેના ટી.વી.શોની ટી.આર.પી. વધારવા થતું હોય છે. અને તમને જણાવીએ કે કોઈએ જીતેલા પૈસા માંથી પુરતી રકમ એને નથી મળતી.  તેમણે જીતેલી રકમ માંથી ટેક્સ અને ટીડી એસ કપાય જાય છે જો વ્યક્તિ 1 કરોડ રૂપિયા જીતે તો તેના હાથમાં માત્ર 96.10  લાખ જ આવે. ઓડીયન્સ પોલ ની લાઈફ લાઈન પણ ફિક્સ કરેલી હોય છે.

બીગ બોસ :-

અત્યારે ખુબ જ ચાલતો રીયાલીટી શો બીગ બોસ 13 માં પ્રતિયોગી ને જનતા ના વોટ પર નહી પણ બીગ બોસ ની ટીમ જ નક્કી કરે છે. જેના લીધે ટી.આર.પી ઘટતી દેખાય એને ઘર થી બહાર કાઢી મુકે છે. અને તે અંદર રહેલા ઘર ના સભ્યો ને ખબર જ હોય છે. તમને ખબર જ હશે કે ત્યાં સ્મોકિંગ કરવા માટે નો અલગ રૂમ છે જ્યાં કેમેરા નથી. ત્યાં સ્મોકિંગ ની સાથે શરાબ ની વ્યવસ્થા પણ કરાય છે. બીગ બોસ ના ઘર માં સાફ સફાઈ માટે અલગ સ્ટાફ છે કાયમ ત્યાની સાફ સફાઈ કર છે. અને સાથે રસોઈ પણ ક્યારેક બનાવી આપે છે.

ઇન્ડિયા ગોટ  ટેલેન્ટ અને ઇન્ડિયન આઇડીયલ :-

આવા શો માં વિજેતા પહેલાથી નક્કી હોય છે. અને બેકગ્રાઉન્ડ સ્ટોરી અને સ્ક્રીપ્ટ મુજબ જ કામ થાય છે. આવા શોમાં ખરાબ ગેટ ગાય અને ડાન્સ કરે એવા ને ખાસ લઈ આવે છે. જેથી શોમાં કોમેડી થાય અને ટી.આર.પી. વધે.

સવાર થી ઉભેલા લાઈન માં પ્રતિયોગી નેખાબ્ર નથી હોતી કે એ સિલેક્ટ થાશે કે નહિ.. ક્યારેક એવું બંને છે તમને સિલેકશન રાઉન્ડ માં ના પાડી હોય અને પછી ફોન કરીને જણાવે કે તમે સિલેકટ છો.. ક્યારેક તો એવું બંને છે કે શો ની ટીમ વાળા જ પ્રતિયોગી ને ગોતી ને લઈ આવે છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!