રુદ્રાક્ષ પહેરવાથી મહાદેવ પ્રસ્સન રહે છે પણ આ નિયમો પ્રમાણે રુદ્રાક્ષ પહેરવો જરૂરી છે – નહિ તો તકલીફ પડી જશે

શુ તમે જાણો છો રુદ્રાક્ષ પહેરવાના નિયમો? રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ પર સાક્ષાત મહાદેવની કૃપા બની રહે છે.

રુદ્રાક્ષ પહેરવાના નિયમો –

રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ મનાય છે. અને તેને ધારણ કરવાથી જીવનમાં રહેલી પીડાઓ દૂર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષ વિષે કહ્યું છે કે, રુદ્રાક્ષના વૃક્ષની ઉત્પતિ ભગવાન શિવના આંસુડાથી થઈ હતી. જ્યારે ભગવાન શંકરના આંસુઓ ધરતી પર પડ્યા ત્યારે તેનાથી એક ઝાડ ઉત્પન્ન થયું જે રુદ્રાક્ષના નામે ઓળખાયું. રુદ્રાક્ષ ખુબ પવિત્ર અને ચમત્કારી હોય છે. જેને ધારણ કરવાથી કેટલીય મુશ્કેલીઓ માંથી મુક્તિ મળે છે.

ક્યા પ્રાપ્ત થાય છે રુદ્રાક્ષનું વૃક્ષ?


રુદ્રાક્ષના વૃક્ષ હિમાલય વિસ્તાર,આસામ અને ઉત્તરાખંડ રાજ્યના જંગલોમાં ખુબ મળી આવે છે. ભારત સિવાય તે નેપાળ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ મળી આવે છે અને આ દેશોમાંથી તેની નિકાસ કરવામાં આવે છે. આ રુદ્રાક્ષ કેટલા પ્રકારના છે, તેને ધારણ કરવાના નિયમો કેવા છે, ધારણ કરવાથી શું લાભ થાય છે તે બધી જાણકારી આ પ્રમાણે છે.

રુદ્રાક્ષના પ્રકારો :


રુદ્રાક્ષ ૧૪ પ્રકારના હોય છે. રુદ્રાક્ષમાં મુખ નીકળેલા હોય છે અને જે રુદ્રાક્ષમાં એક મુખ હોય તેને એકમુખી કહેવામાં આવે છે. જેમાં ચાર મુખ હોય તેને ચાર મુખી, તેવી જ રીતે રુદ્રાક્ષ ૧૪ મુખી હોય છે. દરેક પ્રકારના રુદ્રાક્ષની એક ચોક્કસ ખાસિયત હોય છે.

એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મુક્તિ મળે છે. આ પ્રકારનો રુદ્રાક્ષ કર્ક,સિંહ અને મેષ રાશિના વ્યકિતઓએ અવશ્ય ધારણ કરવો જોઈએ.

બે મુખી રુદ્રાક્ષ એ શિવ અને પાર્વતીના સ્વરૂપ તરીકે ઓળખાય છે. તેને ધારણ કરવાથી મનોવાંછિત ફળ મળે છે. કર્ક રાશિના લોકો જો તે પહેરે તો તેમને સારો લાભ થાય છે.

ત્રણ મુખ વાળા રુદ્રાક્ષને ત્રિદેવનું રૂપ માનવામાં આવે છે.જે વિદ્યા સાથે સંબંધિત છે.

ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મ સ્વરૂપ તરીકે ઓળખાય છે. જે ચતુર્વિધ ફળ પ્રદાન કરે છે.

પંચમુખી રૂદ્રાક્ષ ખુબ જ શુભ મનાય છે જેને ધારણ કરવાથી પાપ ધોવાય જાય છે.મેષ, કર્ક,સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના લોકો માટે પંચમુખી રૂદ્રાક્ષ લાભદાયી બની રહે છે.

છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શત્રુઓ નાશ પામે છે. તે સિવાય તેનાથી શુક્ર ગ્રહને શાંત રાખવા માટે પણ તેને ધારણ કરવામાં આવે છે.

સાત મુખી રુદ્રાક્ષ જે કામદેવના સ્વરૂપ તરીકે ઓળખાય છે જેને ધારણ કરવાથી ધન પ્રાપ્ત થાય છે.

આઠ મુખી રુદ્રાક્ષ આઠ દિશાઓ અને આઠ પ્રકારની સિદ્ધિઓ દર્શાવે છે જેને ધારણ કરવાથી પુણ્ય મળે છે.

નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક પ્રકારની પીડાઓ દૂર થઈ જાય છે.

શાસ્ત્રોમાં દશ મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુના સ્વરૂપ તરીકે ઓળખાય છે. જેને ધારણ કરવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અગિયાર મુખી રુદ્રાક્ષ એકાદશી સ્વરૂપે છે જેને પહેરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે.

બાર મુખી રુદ્રાક્ષ દ્વાદશ એટેલે કે આદિત્ય સ્વરૂપે છે જે જીવનમાં પ્રકાશ પ્રકટ કરે છે.

તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નસીબ ચમકી ઉઠે છે.

ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનને શાંતિ મળે છે.

રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો :


રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો જો જોઈએ તો, રુદ્રાક્ષ પવિત્ર કરવાથી જ પહેરવો જોઈએ અને તે શ્રાવણ માસના કોઈપણ સોમવાર, શિવરાત્રી કે કોઈ પણ પૂનમના દિવસે ધારણ કરવાથી શુભ ફળ આપે છે.

રુદ્રાક્ષ સવારના સમયે ધારણ કરવો જોઈએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમે સવારના સમયે સ્નાન કર્યા બાદ પહેરી શકો.

રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો મુજબ, રુદ્રાક્ષ ધારણ કરવાના સાત દિવસ પહેલા સરસોના તેલમાં ડુબાડી રાખો. આઠમે દિવસે તેને સરસોનાં તેલમાંથી કાઢી, સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને પંચામૃત ( દૂધ,મધ,દહી, તુલસી અને ગંગાજળ) મા ડુબાડો.

પંચામૃતમા થોડો સમય રાખ્યા બાદ તેને કાઢીને ગાંગાજળથી પવિત્ર કરો અને તેની પર ચંદનનું તિલક લગાવો. ત્યાર બાદ તમે તેને ધારણ કરો.

રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ તમે જ્યારે પણ મંદિરે જાવ તો તેને શિવલિંગ સાથે સ્પર્શ કરાવો. સમયાંતરે તેને ગંગાજળ અને પંચામૃતથી પવિત્ર કરો.

રુદ્રાક્ષ ધારણ કરતા સમયે તમે નીચે જણાવ્યા પ્રમાણેના મંત્રો માથી કોઈ પણ એક મંત્રનો જાપ ૧૦૮ વાર કરી લ્યો. મંત્ર જાપ કરવાથી રુદ્રાક્ષ સાથે જોડાયેલ લાભ જલદી પ્રાપ્ત થાય છે. નીચે જણાવેલ મંત્ર જે દિવ્ય છે અને તે શિવપુરાણમાં પણ આપેલા છે.-

૧) ૐ હિં નમઃ
૨) ॐ હ્રી નમઃ
૩) ॐ કલીનમઃ
૪) ॐ ક્રો ક્ષૌ રૌ નમઃ
૫) ॐ હિં હૂં નમઃ
૬) ॐ હૂં નમઃ

રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ આ વાતનું ધ્યાન રાખવું :

રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ,

માંસનુ સેવન ન કરવું.

તમે તમારી પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો અને રુદ્રાક્ષને પણ પવિત્ર રાખો.

ક્યારેય પણ તેને ગંદા હાથ વડે સ્પર્શ ન કરો.

તેને હંમેશા નાભિથી ઉપર જ ધારણ કરો.

બની શકે તો દર સોમવારે તેને પવિત્ર કરીને તેની પૂજા કરો.

જો તમે એક મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો તેને સફેદ દોરામાં, સાત મુખી રુદ્રાક્ષને કાળા દોરામાં અને તેર મુખી રુદ્રાક્ષને પીળા દોરામાં વીંટીને જ ધારણ કરવો જોઈએ. જ્યારે અન્ય રુદ્રાક્ષને તમે લાલ દોરો, સોનું કે તાંબામાં નાખીને પણ ધારણ કરી શકો છો.

રુદ્રાક્ષ પહેરવાથી થતા લાભ :

નકારાત્મક ઉર્જાથી બચી શકો.
રુદ્રાક્ષ ધારણ કરવાથી પ્રથમ ફાયદો એ છે કે, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષ પહેરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય અને જીવનમાં સકારાત્મકતા ઊર્જા આવે છે.

બીમારીઓ દૂર રહે :


શિવપુરાણ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક પ્રકારના રોગોથી તમે બચી શકો છો. એટલું જ નહીં જો કોઈ રોગ લાગુ પડી જાય અને રુદ્રાક્ષ ધારણ કરવાથી તે રોગ પણ દૂર થઈ જાય છે. માટે એક સ્વસ્થ શરીર માટે રુદ્રાક્ષ ધારણ કરી લ્યો.

શનીના દોષથી બચાવ :


સાથે શની પ્રદોષનું મહત્ત્વ પણ જાણો,

શનીદેવના પ્રકોપથી બચવા માટે લોકો કેટલાય ઉપાયો કરે છે. જેથી શનીદેવની કૃપા બની રહે. જો તમારી કુંડળીમાં શનિદેવની બુરી દશા ચાલી રહી હોય તો તમે રુદ્રાક્ષ ધારણ કરી લ્યો. જેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત કરશો. અને તે તમને કોઈપણ પ્રકારનું નુકશાન નહિ કરી.

જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે :


રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે તેને ધારણ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી હોય તો રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરો.

દરેક કાર્યમાં પ્રગતિ મળે :


જે લોકોને પ્રગતિ નથી મળતી તેઓએ રુદ્રાક્ષ જરૂરથી ધારણ કરવો જોઈએ. તેનાથી જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત થશે. સાથે જ બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

મનોવાંછિત ફળ મળે :


જો તમારી કોઈ મનોકામના પૂરી ન થતી હોય તો તમે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરી લ્યો. એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમે ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો.

બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોમાંથી મુક્તિ :


જી હા, રુદ્રાક્ષ ધારણ કરવાથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે જે લોકોને આવા રોગ છે તેઓ જો પંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરી લ્યે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોમાંથી મુક્તિ મળે છે. માટે જો તમને આવા રોગ હોય તો રુદ્રાક્ષ ધારણ કરી લ્યો.

લગ્ન થવાના સંજોગો ઉભા થાય:


જે લોકોના લગ્ન જલદી થતાં નથી તેઓ જો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી લે તો તેનાથી તેમના લગ્ન જલદી થઈ જાય છે અને યોગ્ય જીવનસાથી મળે છે.

રુદ્રાક્ષ શું છે, તેને ધારણ કરવાના નિયમો તથા તેના લાભ જાણ્યા પછી તમારે તે જરૂર પહેરવો જોઈએ. કારણકે, તે ખૂબ જ શક્તિશાળી છે.

તો આવી રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે..આભાર

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!