૨૦૨૦ ના વર્ષની શરૂઆતથી આ ૫ વસ્તુઓ નો ત્યાગ તમને અપાવશે અકલ્પનીય સફળતા – જાણી લો વિગત

નવું વર્ષ બસ હવે થોડા જ દિવસો માં આવશે. ત્યારે નવા વર્ષ ને લઈને બધા ના જીવન માં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. બધા નવા વર્ષ નું સ્વાગત કરવા ત્યાર જ છે. કોઈ તો નવા વર્ષે નવા નિયમો લેતા હોય છે.કે  આ વર્ષે મારા માં આ બદલાવ લાવીશ. પણ થોડા સમય પછી આ નિયમો બધા ભૂલી જાય છે.ક્યારેક એવું બનતું હોય છે. કે લોકો ગયા વર્ષે જે ભલો કરી હોય એ આ વર્ષે નહિ કરું એવું પણ કહેતા હોય છે. આજે તમને જણાવીશું કે નવા વર્ષ 2020 માં તમે કઈ ચીજો છોડશો. તો તમને સફળતા મળશે. અને જીવન માં આગળ વધી શકશો..

આ લેખ પરથી લેખક નીરજ ની કહેલી વાત યાદ આવે છે. “ વર્ષો અને તારીખો તો બદલાતા રહેશે જો તારે કઈ બદલવું જ હોય તો બદલ ખુદને એ જરૂરી છે.”  

આળસ:-

આળસ માણસ નો સૌથી મોટો શત્રુ છે. જેમ એક મ્યાન માં બે તલવાર ના રહી શકે, તેમ જ જીવન માં આળસ અને સફળતા બંને સાથે ના રહી શકે. આળસ થી તમે વાચી ના શકો કે ના બીજા કામ કરી શકો આજે કરીશ ને કાલે કરીશ એમાં જ બધા કામ રહી જાય છે. અને તમારો ગ્રોથ અટકી જાય છે. સફળતા જોતી હોય તો આળસ નો ત્યાગ કરવો પડશે.

નિરાશા :-

જે કોશિશ કરે છે. એને સફળતા મળે જ છે. નિરાશા અને ડીપ્રેશન બંને ખુબ જ ખાતરનાક છે. એકવાર અસફળ થયા તો શું થયું કોશિશ તો કરવી જ જોઈએ હર માની ને બેસી રહેવાથી કઈ જ નહિ મળે. અને જો નિરાશા ને વળગી રહેશો તો તબિયત પણ બગડશે, એટલે હમેશા સકારાત્મક વિચારો અને આગળ વધો..

ઘમંડ :-

તમારી પાસે જે કઈ છે એનો ક્યારેય ઘમંડ ના કરવો.. પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખવો પણ વધારે પડતો આત્મવિશ્વાસ ક્યારેક જોખમી બંને છે. બધાની સાથે વિનમ્રતા થી  વાત કરવી. ગમે તે ઉચાઇ પર પહોચી જાવ પણ બધાને વિનમ્રતા થી બોલાવશો તો જ તમારું મન બધા રાખશે.

ગુસ્સા :-

જયારે તમને ગુસ્સો આવે ત્યારે વ્યક્તિ ને ખબર ના હોય કે તે શું બોલે છે. પોતાના પરથી કાબુ ગુમાવી દે છે. ઘણી વખત ગુસ્સો અવે ત્યારે  સામે કોણ છે એપણ જાણ્યા  વગર જ બોલતા હોય છે.અને ઘણી વાર બહુ જ મોટું નુકશાન થઇ જાય છે.વય્ક્તિ જયારે ગુસ્સા માં હોય ત્યારે તેનું મગજ કામ કરતુ બંધ થઈ જાય છે. એવા માં ગુસ્સા પર કાબુ રાખવો અને સમજદારી થી કામ લેવું..

તમારી અંદર રહેલી ખોટ :-

કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી બધા ની અંદર કોઈ ને કોઈ ખામી તો હોય જ છે. તેને જાણી ને દુર કરવાનો પ્રયત્ન કરો. વ્યકતી પોતાની ખામી થી પણ ઘણું શીખી શકે છે. પોતાની ખામી ને જાણી ને ખૂબી માં પરીવર્ત કરવાનો પ્રાંતન કરો.. તમને સફળતા મળશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!