800 કરોડના આલીશાન મહેલમાં રહે છે કરીના – સૈફ, અંદરથી તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો, જુઓ તસવીરો

બોલીવુડ હિરોઇન કરીના કપૂર ખાન બની ગયા પછી ફિલ્મો જગતમાં ખુબ જ ઓછી માત્રામાં દેખાવા મળે છે, જો કે તેની પાસે હમણાં એકથી એક મોટા પ્રોજેક્ટ પડેલા છે. તાજેતરમાં કરીના કપૂર રેડિયો શો ‘વ્હોટ વુમેન વોન્ટ્સ’ હોસ્ટ કરી રહી છે. અને તે અક્ષય કુમાર સાથેની મૂવી ‘ગુડ ન્યુઝ’ માં જલ્દી જ દેખાવા મળી શકે તેમ છે.

પણે આપણે બધા એ વાતથી તો જાણકાર જ છીએ કે સૈફ સાથે મેરેજ કરતા પહેલા કરીના કપૂર બીજા અનેક કલાકારો સાથે પણ રિલેશનમાં રહી ચુકી હતી. તો સૈફ અલીખાનને પણ અમૃતા સિંહ સાથે મેરેજ થયા હતા. સૈફ અલીખાનને 2 બાળકો પણ છે.

શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ બાદ કરીના તથા સૈફ અલી ખાનની નજીકતા એકદમ વધી ગઈ હતી. બંને એ એકબીજા જોડે પાંચ વર્ષ ડેટ કર્યા પછી મેરેજ કર્યા હતા.

સૈફ અલી ખાનના પિતાજી મન્સુર અલીખાન પટૌડી પણ એક પ્રખ્યાત ક્રિકેટર હતા. સૈફ અલી ખાન નવાબ પરિવારમાંથી આવે છે. તેની પાસે એકથી એક શાનદાર ઘર દેખાવા મળી આવે છે. આજે અમે તેમને સૈફનો હરિયાણામાં આવેલો નવાબી મહેલ ‘પટૌડી પેલેસ’ ની કેટલીક શાનદાર તસ્વીરો બતાવીશું.

તમને જાણ કરી દઈએ કે આ ‘પટૌડી પેલેસ’ ની કિંમત આશરે 800 કરોડ રૂપિયા છે.આ પેલેસ 10 એકરમાં ફેલાયેલો છે. આ ‘પટૌડી પેલેસ’ 81 વર્ષ કરતા પણ પ્રાચીન છે જેમાં 150 રૂમ આવેલા છે. જેમાં 7 ડ્રેસિંગ રૂમ,7 બેડ રૂમ,સાથે ડ્રોઈંગ રમ તથા ડાઇનિંગ રૂમ પણ છે. આ પેલેસમાં ‘મંગલ પાંડે’,’વીર ઝારા’,ગાંધી: માય ફાધર, મેરે બ્રધરકી દુલહન ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.

પટૌડી પેલેસનું બનાવટ 1953માં 8માં નવાબ ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકી દ્વારા કરાવ્યું હતું. એક એ સમય હતો જ્યારે આ મહેલમાં 100થી પણ વધારે નોકરો કામ કાજ કરતા હતા.

આ પેલેસમાં ખુબ મોટું મેદાન પણ આવેલું છે તથા ઘોડાઓ માટેનો પણ એક મોટો તબેલો આવેલો છે. 9માં નવાબ મન્સુર અલી એટલે કે નવાબ પટૌડીએ તેનું રીનોવેશન કરાવડાવ્યું હતું.

સૈફ-કરીના માટે પટૌડી પેલેસને એક મહેલની જેમ તૈયાર કરવામાં આવ્યું હતું. આ રૂમ કરીના-સૈફનાં મેરેજ પહેલા જ બનાવામાં આવ્યા હતા. કરીનાએ પટૌડી પેલેસમાં સૈફ અલી ખાન સાથે અહીં પોતાનો 35મોં જન્મદિવસ મનાવ્યો હતો.

હમણાં તો સૈફ અલી ખાન અને કરીના મુંબઈમાં તેના દીકરા તૈમુર સાથે રહે છે. હમણાં જ સૈફ હિટ શો નેટફ્લિક્સનું શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે. તો કરીના કપૂર કરણ જોહરની નવી આવનારી મૂવી ‘તખ્ત’માં રણવીર સિંહ,વિકી કૌશલ, આલિયા ભટ્ટ,અનિલ કપૂર,જ્હાન્વી કપૂર,તથા ભૂમિ પેડનેકર સાથે ઝળકશે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!