સલમાનના બોડીગાર્ડનો દીકરો કરવા જઈ રહ્યો છે ફિલ્મોમાં એન્ટ્રી – લૂકમાં આપે છે સલમાનને પણ ટક્કર

સલમાન ખાન બોલીવુડના એકમાત્ર એવા હીરો છે જેના લીધે આજે બોલીવુડમાં ઘણા એક્ટર છે. સલમાને બોલીવુડમાં ઘણા હીરો-હિરોઈનોને મોકો આપ્યો છે. ઘણા સાથે તેને પોતે કામ કર્યું છે જ્યારે ઘણાને લોન્ચ કર્યા છે. સોનાક્ષી, કટરીના, ડેજી શાહ, જેવી હિટ અભિનેત્રીઓનું કરિયર બનાવી ચૂકેલ સલમાન ખાન હાલમાં મહેશ માંજરેકર ની દીકરી સઈ માંજરેકરનું કરિયર સેટ કરવામાં વ્યસ્ત છે.

જણાવી દઈએ કે સઈ માંજરેકર ફિલ્મ “દબંગ-3” થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જે ફિલ્મ 20 ડિસેમ્બરે રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ડાયરેક્ટર પ્રભુદેવા છે. ભાઈજાન હાલમાં તેની આવનાર ફિલ્મ દબંગ-3 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે દરેક જગ્યાએ ફિલ્મનું પ્રમોશન કરવા માટે જાય છે.

જેમ અમે તમને જણાવ્યું કે સલમાન સઈ સિવાય બોલીવુડની ઘણી અભિનેત્રીઓનું કરિયર બનાવી ચુક્યા છે. હવે આ લીસ્ટમાં એક નામ હજુ સામેલ થવા જઈ રહ્યું છે. અને અહીં આ નામ કોઈ સ્ટાર કીડનું નથી પરંતુ સલમાનનાં નજીકના શેરા નાં દીકરા ટાઈગરનું છે. જાણવા મળ્યું છે કે સલમાન ખાન ટૂંક સમયમાં ટાઈગરને લોન્ચ કરશે. જણાવી દઈએ કે ગયા વર્ષે જ સલમાન ટાઈગરને લોન્ચ કરવાના હતા પરંતુ હરણના કેસમાં સજા મળવાથી વાત અહીં જ અટકી ગઈ.

ટાઈગરથી ઈમ્પ્રેસ છે સલમાન :

શેરા સલમાન ખાનની સાથે દરેક જગ્યાએ જોવા મળે છે. શેરા ઘણા સમયથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે. શેરાએ હાલમાં જ શિવસેના પાર્ટી પણ જોઈન કરી છે. જો કે મોટાભાગના લોકો શેરા વિશે તો જાણે છે પરંતુ તેના દીકરા ટાઈગર વિશે હજુ ઘણા ઓછા લોકો જાણે છે.

જણાવી દઈએ કે અત્યારે સલમાન ગમે ત્યાં બહાર જાય તો શેરા નો દીકરો ટાઈગર તેની સાથે જ જોવા મળે છે. સુત્રો અનુશાર જાણવા મળ્યું છે કે 24 વર્ષનાં ટાઈગરથી સલમાન ખુબ જ ઈમ્પ્રેસ છે. ટાઈગરનું ફીટનેશ અને તેનો સ્વભાવ સલમાન ખાનને ખુબ જ પસંદ છે. જાણવા મળ્યું છે કે પોતાના પ્રોડક્શન હાઉસના વેન્ચરમાં સલમાન ટાઈગરને લોન્ચ કરી શકે છે. જેમ તેને સુરજ પંચોલીને લોન્ચ કર્યો હયો.

20 વર્ષથી સલમાનનો બોડીગાર્ડ છે શેરા :

જણાવી દઈએ કે શેરાનું અસલી નામ ગુરમીત સિંહ જોલી છે. તે છેલ્લા 20 વર્ષથી સલમાનનો બોડીગાર્ડ છે. સલમાન શેરાને ઘરનો એક સભ્ય જ માને છે. આજે સલમાનની સાથે સાથે શેરાને પણ આખું બોલીવુડ ઓળખે છે. સલમાનને જ્યાં પણ જવાનું હોય શેરો તે જગ્યાએ એક દિવસ વહેલો પહોંચી જાય છે. ઘણી વખત તો તેને રસ્તો સાફ કરવા માટે 5-5 કિલોમીટર સુધી ચાલવું પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે શેરા બોડી બિલ્ડીંગમાં ઘણા એવોર્ડ પણ જીતી ચુક્યો છે. શેરો બોડી બિલ્ડીંગમાં જૂનીયર મિસ્ટર મુંબઈ અને જૂનીયર મિસ્ટર મહારાષ્ટ્ર જેવા એવોર્ડ જીતી ચુક્યો છે.

હોલીવુડ સ્ટાર્સની આપતા હતા સુરક્ષા :

શેરાએ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તે સલમાન ખાનની સુરક્ષા એક દોસ્તની જેમ કરે છે, પહેલા તે મુંબઈમાં સલમાન ખાનનાં પડોસી હતા, બાદમાં તેના બોડીગાર્ડ બની ગયા. સલમાનનાં કહેવા પર શેરાએ પોતાની ઇવેન્ટ કંપની પણ ખોલી છે જેનું નામ “વિજ્ક્રાફ્ટ” છે. સાથે સાથે તે એક ‘ટાઈગર સિક્યુરિટી” નામની સિક્યુરિટી એજન્સી પણ ચલાવે છે. આ કંપની બોલીવુડ અને મોટા મોટા સ્ટાર્સને સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે. સલમાન પહેલા શેરા ભારત આવતા હોલીવુડ સ્ટાર્સને સુરક્ષા પૂરી પાડતો હતો.

જૂવો શેરા અને તેના દીકરા ટાઈગરની અમુક તસ્વીરો :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!