સંજુ બાબાની 308 ગર્લ ફ્રેન્ડ વાળી વાત પર આ એક્ટ્રેસે કહ્યું “દરેક બુરાઈ ની જડ તો આ …”

બોલીવુડ એક્ટર સંજય દત્ત્ત “પાનીપત” નાં પ્રમોશન માટે કોમેડી કિંગ કપિલ શર્મા શો માં પહોંચ્યા. જ્યાં કપિલ શર્માએ સંજય દત્તને તેની 308 ગર્લ ફ્રેન્ડનું રહસ્ય પૂછ્યું અને તેના પર એક્ટરે જવાબ આપ્યો કે આંકડા પુરા જ ન થયા. સંજય દત્તની આ વાત સાંભળીને “ધ કપિલ શર્મા શો” માં હાજર દરેક લોકો હસવા લાગ્યા. પરંતુ દીપનીતા શર્માએ કહ્યું કે જો એક મહિલા પણ શો માં આવી રીતે જ વાત કરે તો તે પણ શું લોકો માટે જોક જ હોત. દીપનીતાએ કરેલ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યું છે.

 

દીપનીતા શર્માએ ટ્વીટ કરીને “ધ કપિલ શર્મા શો” માં સંજય દ્વારા ગર્લફ્રેન્ડ વિશે કરવામાં આવેલ વાત પર નારાજગી જાહેર કરી. તેને ટ્વીટમાં લખ્યું, “એક શો પર એક્ટર પોતાની આગલી મુવીના પ્રમોશન માટે આવે છે અને પોતાની 300 થી વધુ ગર્લફ્રેન્ડ વિશે વાત કરે છે. અને તેના પર હોસ્ટ અને ઓડીયન્સ મજાક સમજીને હશે છે. શું થશે જ્યારે કોઈ મહિલા આ જ વાત એક શો માં કરશે તો? શું તે પણ જોક હશે?


જણાવી દઈએ કે ફિલ્મ “સંજુ” માં સંજય દત્ત (Sanjay Dutt) ની 308 ગર્લફ્રેન્ડ સાથે જોડાયેલ વાતની રજૂઆત કરવામાં આવી છે. જેના પર સંજય દત્તને કપિલ શર્માએ સવાલ કર્યો હતો. બાદમાં કપીક શર્માએ પૂછ્યું કે શું ભાભી (માન્યતા દત્ત) ને આ વાતની ખબર હતી કે ફિલ્મ રીલીઝ બાદ ખબર પડી.

કપિલની આ વાત નો જવાબ દેતા સંજયે કહ્યું, “મને પૂછવામાં આવ્યું હતું પરંતુ મેં કહ્યું કે ભૂતકાળની વાતો ભૂલી જા” વાત કરીએ વર્ક ફ્રન્ટની તો સંજય દત્ત ફિલ્મ “પાનીપત” માં અહમદ શાહ અબ્દાલી નાં કિરદાર માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર અને કૃતિ સેનન પણ લીડ રોલમાં છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!