મૃત્યુના 9 મહિના પહેલા જ તમને મળવા લાગે છે આ સંકેત, ઘણાને સંકેત મળતા હશે પણ ધ્યાનમાં નહિ લેતા હોય

જે માણસ આ પૃથ્વી પર જન્મ પ્રાપ્ત કરે છે તેમનું મરણ પણ એક ના એક દિવસ નિશ્ચિત છે. આ ઘટના દરેક વ્યક્તિ સાથે બનતી હોય છે. બધા લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ આવવાનું જ છે તે છતાં પણ બધા જ મૃત્યુથી ખુબ જ ડરતા હોય છે. બધા જ માણસો જાણવા માંગતા હોય છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે તેમનું મૃત્યુ થશે.

ધર્મ શાસ્ત્રમાં પ્રમાણે એવા કેટલાક સંકેત કહેવામાં આવ્યા છે જેના લીધે જાણી શકાય છે આવો તમને આજે કહીએ. જયારે કોઈ માણસ અરીસા સામે જોવે અને જો તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં નથી દેખાતો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાવા લાગે તો તે માણસે સમજી જવું કે મોત થોડા જ સમયમાં તેમને તેમની સાથે લઇ જશે.

મૃત્યુના થોડાક સમય પહેલા એ માણસ ને દરેક વસ્તુઓ એકદમ કાળી દેખાવા લાગે છે. તેમને રંગો વચ્ચેનો ફરક સમજાતો બંધ થઇ જાય છે, અને બધી જ એકદમ કાળું દેખાવા લાગે છે.

કહેવામાં આવે છે કે માણસ નો પડછાયો ક્યારેય તેનો સાથ નથી છોડતો, પણ જયારે મૃત્યુનું તેડું આવે ત્યારે માણસ નો પડછાયો પણ તેનો સાથ એક દિવસ છોડી દે છે. માણસ ને અજવાળામાં, તેલમાં, અને પાણીમાં પણ પોતાનો પડછાયો નથી દેખાતો.

વ્યક્તિના શરીરમાંથી પરેસવાની તો વાસ આવતી જ હોય છે પણ જયારે તેના શરીરમાં પહેલા ક્યારેય ના આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મરણની વાસ સમજવી.

માન્યતાઓ પ્રમાણે, જયારે માણસના ચહેરાનો રંગ પીળો, સફેદ કે હલકો ગાલ પડવા લાગે છે, આ એ વાતની સાબિતી છે કે ૬ મહિનાની અંદર આ માણસનું મૃત્યુ નક્કી છે.

માણસના શરીરમાં પાંચ ઇન્દ્રિયો હોય છે, ધીરે-ધીરે આ ઇન્દ્રિયો એકદમ નબળી પડવા લાગે છે, તો એ માણસનું મૃત્યુ અવશ્ય છે.

મૃત્યુ પામનારા માણસને મૃત્યુના ૧ મહિના પહેલાથી જ જુદા જુદા વિચારો આવવા લાગે છે. એ માણસ એવા લોકો વિશે વાત કરવા લાગે છે જે આ દુનિયામાં જ નથી.

જે માણસનું નાક વાંકુ થઇ જાય છે, બંને કાન ઉપર ચઢી જાય છે તથા આંખોથી અશ્રુ નીકળે છે, એ માણસ તરત જ મૃત્યુની શિકાર બની જાય છે.

કેટલીક એવું પણ થતું હોય છે કે તમારી સાથે કોઈ ચાલી રહ્યું હોય એવો અનોખો ભાસ થાય એટલે કે જયારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે માણસને તેની સાથે સતત કોઈ ચાલી રહ્યું હોય તેવો આભાસ થતો હોય છે. કેટલીકવાર કોઈ વ્યક્તિને તેના પૂર્વજોનો પણ ભાસ થતો હોય છે.

જયારે કોઈ માણસનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને બધું જ બે ભાગમાં વહેંચાયેલ જોવા મળે છે એટલે સુધી કે તે વ્યક્તિને આકાશના પણ બે ભાગ દેખાતા હોય છે. જયારે ખરેખરમાં એવું કશું જ હોતું નથી.

જે માણસનું મૃત્યુ થવાનું છે અને ચાંદમાં પણ તિરાડ દેખાય છે, એવું ફક્ત એ માણસને જ દેખાય છે જેનું મૃત્યુ ૭ દિવસમાં થવાનું હોય છે. જયારે વ્યક્તિનું મૃત્યુ ખૂબ જ નજીક હોય છે ત્યારે તેને આકાશ લોહી જેવું લાલ દેખાવા લાગે છે.

જે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે એને દરેક વખતે પોતાના મૃત પરિજનોનો સાથે હોવાનો અહેસાસ થાય છે. આ અહેસાસ એટલો ગાઢ હોય છે કે એને એવું લાગવા લાગે છે કે એ તે લોકો સાથે જ રહી રહ્યો છે.

પ્રાણાયામ સિવાય આપણે એક નાક કાણામાંથી શ્વાસ લઈએ છીએ જયારે એક નાક છિદ્રમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ અને તમે પૂરતું ધ્યાન આપ્યું હોય તો બને નાસિકાઓમાંથી જુદો જુદો અવાજ આવતો હોય છે પણ જયારે આ અવાજ એ એકસમાન આવે ત્યારે સમજવું કે તમારું મૃત્યુ એકદમ નજીક છે.

જે માણસને પોતાનાઈ ભ્રમરની વચ્ચેની થોડીક જગ્યા દેખાતી બંધ થઇ જાય છે, એ માણસને ૭થી ૯ દિવસોની વચ્ચે મોત થઈ જાય છે. જે માણસ પોતાનું નાક નથી જોઈ શકતો એ ૩ દિવસમાં અને જે પોતાની જીભ નથી જોઈ શકતો એ એક જ દિવસમાં મૃત્યુ પામે છે, એમાં કોઈ શંકા નથી.

જયારે કોઈકવાર કોઈ વ્યક્તિનો ડાબો હાથ એકદમ સતત એક અઠવાડિયા સુધી અકારણ જ ફડકતો રહે તો સમજવું જોઈએ કે તેનું મરણ ૧ મહિના પછી થઇ શકે છે.

જયારે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે ત્યારે તેને તેના નાકનો આગળનો કેટલોક ભાગ દેખાતો એકદમ બંધ થઇ જાય છે. નાક એટલા માટે દેખાતું નથી કેમ કે મૃત્યુનો સમય નજીક આવતા આંખો ઉપર ચઢી જાય છે અને નાક દેખાતું બંધ થઇ જાય છે.

જયારે તમે એવું ઈચ્છો કે આજે તો સંપૂર્ણ શાંતિથી બેસી રહેવું છે પણ જયારે તમે તમારા કાન સંપૂર્ણ બંધ કરો ત્યારે પણ કાનમાં સતત કોઈ ગુંજનનો અવાજ આવતો જ હોય છે, હવે જયારે પણ તમે તમારા બંને કાન બંધ કરો અને તમને કોઈ ગુંજનનો અવાજ ના સંભળાય તો સમજો કે મૃત્યુ નજીક આવી રહ્યું છે.

જે માણસ પર કાળ મંડરાઈ રહ્યો હોય છે એને મરેલો વ્યક્તિઓ દેખાવા લાગે છે. ક્યારેક એકલા તો ક્યારેક બધાની સાથે હોય ત્યારે. આવું થવું એ વાતનો સંકેત હોય છે કે આ દુનિયા સાથે તેમનો સંબંધ જલ્દી જ તૂટવાનો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!