શહીદ કપૂરના સાવકા પિતાએ 52 વર્ષની ઉંમરે ફરીથી આપ્યો દીકરાને જન્મ, જુઓ ફોટા સાથે ઘણું બધું

એક્ટર શાહિદ કપૂરના સાવકા ભાઈ તથા બોલીવુડમાં મૂવી ‘ધડક’ સાથે પગ મૂકનાર એક્ટર ઈશાન ખટ્ટરના પિતા રાજેશ ખટ્ટરના ઘરે એક નવા મહેમાન પધારી ચૂક્યા છે. ઇશાનના પિતા રાજેશ ખટ્ટર તથા તેમની તૃતીય પત્ની વંદના સજનાની આઈવીએફ ટેક્નિક થી માતા-પિતા બની ચૂક્યા છે. રાજેશે ઈશાનની માં નીલિમા અજીમથી છૂટાછેડા લઈને 11 વર્ષ પહેલા જ વંદના સંજનાની સાથે મેરેજ કર્યા હતા આવામાં આ જોડી પહેલી વાર માતા-પિતા બની છે.

વંદનાએ સુંદર દીકરાને જન્મ આપ્યો છે. આવામાં ઈશાન ખટ્ટર મોટાભાઈ બની ચૂક્યા છે, મૂવી ઈન્ડસ્ટ્રીથી દરેક કોઈ ઇશાનને ફોન કરીને ભાઈ બનવાની ખુશીમાં શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તમને કહી દઈએ કે રાજેશ ખટ્ટર 52 વર્ષની લાંબી ઉંમરે દ્વિતીય વાર પિતા બન્યા છે. રાજેશ તથા વંદનાએ માં-બાપ બનવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બંન્નેની માતા-પિતા બનવાની આ 10 મી કોશિશ હતી.

રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે તેઓએ પોતાના દીકરાનું નામ ‘વનરાજ કૃષ્ણા’ રાખ્યું છે. તેઓએ કહ્યું કે એટલા વર્ષ સુધી કોશિશ કરવા ઉપરાંત પણ તેઓ માતા-પિતા બની રહયા ન હતા જેના લીધે તેઓએ આઇવીએફ ટેક્નિકની સહાય લીધી જેના પછી જાણ થઇ વંદના ટ્વીન્સ બાળકો સાથે ગર્ભવતી છે પણ દુર્ભાગ્યવશ એક બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યો તથા તેના પછી બીજા બાળકને બચાવવા માટે તરત જ સર્જરી કરાવવી પડી હતી, આવી રીતે વનરાજ ખુબ સમસ્યાઓથી તેઓના ખોળામાં આવ્યો છે.

જન્માષ્ટમીના પાવન અવસર પર રાજેશ તથા વંદના પોતાના દીકરાને ઘરે લઈને આવ્યા હતા. ત્રણ મહિના પહેલા જ વંદનાએ વનરાજને પોતાના કોખમાં જન્મ આપી દીધો હતો પણ ત્યારબાદ લઈને અત્યાર સુધી તે હોસ્પિટલમાં જ રહી હતી. રાજેશ જણાવે છે કે,”પિતા બનવું આ વખતે સહેલું ન હતું પણ અમે આ નવા અનુભવથી ખુબ જ ખુશ છીએ”.

ત્રણ મહિના પહેલા જ જન્મ લઇ લેવાને કારણે વનરાજ ખુબ જ કમજોર તથા બીમાર રહેતો હતો જેને કારણે તેને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો. તેઓએ આગળ જણાવ્યું કે 11 વર્ષ પછી આવેલા આ ખુશીના સમાચારને લીધે અમારો પરિવાર ખુબ જ વધુ જ ખુશ છે. કહી દઈએ કે રાજેશ ખટ્ટર શાહિદ કપૂરના સાવકા પિતા તથા ઈશાન ખટ્ટરના વાસ્તવ પિતા છે.

શાહિદ કપૂરની માતા નિલીમાએ પ્રથમ મેરેજ પંકજ કપૂર સાથે કર્યા હતા અને દ્વિતીય લગ્ન રાજેશ ખટ્ટર સાથે કર્યા હતા. નીલિમા તથા રાજેશ ના છૂટાછેડા 18 વર્ષ પહેલા જ થઇ ગયા હતા અને તેના પછી રાજેશે 11 વર્ષ પહેલા વંદના સજનાની સાથે મેરેજ કર્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!