કાળા ચંપલ પહેરવાથી આ રીતે બદલાઈ શકે છે તમારી પણ કિસ્મત – શનિદેવને પ્રસન્ન કરવાના આ ઉપાય જરૂર ગમશે..

શનિવારે વ્યક્તિઓ શનિદેવને ખુશ કરવા જુદા જુદા ઉપાયો કરતા હોય છે. થોડાક લોકો શનિ દેવ પર સરસવનું તેલ પણ ચડાવે છે તો કેટલાક કાળી વસ્તુનું દાન કરે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શનિવારે કોઈ ગરીબ અથવા જરૂરમંદ માણસને કાળા ચપ્પલ દાન કરવાથી નસીબ એકદમ ખુલી જાય છે. તો આવો જાણીએ કે શનિવારના દિવસે શનિ દોષ દૂર કરવા શું કરવું જોઈએ.

માન્યતાઓ અનુસાર શનિવારે કોઈ ગરીબ માણસને કાળા ચપ્પલ આપવાથી શનિ દોષ સમગ્ર દૂર થાય છે અને શનિનો નેગેટિવ પ્રભાવ પણ નથી પડતો.

દેવામાંથી બધી રીતે છૂટવા માંગતા હોવ તો શનિવારે તમારી લંબાઈનો એક કાળો દોરો કાપી લો અને તેને પાણીવાળા નારિયેળ પર બાંધીને તેને પાણીમાં એકવાર પધરાવી દો. આવું કરવાથી તમે જલ્દીથી દેવામાંથી છૂટી જશો.

શનિના નેગેટિવ પ્રભાવથી બચવા માટે કાળા કપડામાં પલાળેલા કાળા ચણા તથા કોલસાનો ટુકડો બાંધી કોઈ નદીમાં પધરાવી દો.

શનિની મહાદશાથી બચવા માટે મિડલ ની આંગળીમાં કાળા ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ. વીંટી પહેરતા સમયે એક વાત યાદ રાખવી કે વીંટીને એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે ગંગાજળ અને દૂધમાં રાખી દેવી.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અને નજરદોષથી બચવા માટે શનિવારે તમારા હાથની લંબાઈનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો અને તેને માળાની જેમ પોરવીને ગળામાં પહેરી લેવો.

શનિ દોષથી સમગ્ર છુટકારો પ્રાપ્ત કરવા માટે ઘઉંના લોટની બે રોટલી બનાવવી તથા એક રોટલીમાં સરસવનું તેલ લગાવવું, જ્યારે બીજી રોટલીમાં મીઠાઈનો ટુકડો રાખી દેવો. તેલવાળી રોટલી કાળી ગાયને ખવડાવવી અને મીઠાઈ વાળી રોટલી સફેદ ગાયને ખવડાવવી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!