શરીરમાં વધુ ખંજવાળ આવતી હોય તો આપે છે આ સંકેત – શરીરના દરેક ભાગમાં આવતી ખંજવાળનો થાય આ મતલબ

આપણું શરીર 70% પાણી થી બનેલું  છે, શરીર માં કોઈ બીમારી ના હોય તો પણ તમને ખંજવાળ તો આવે, જ્યારે આ ખજવાળ હદ થી વધી જાય તો બીમારી નું રૂપ લય લે છે, પણ આપણાં વડીલો એવું કહેતા કે દરેક ખંજવાળ ના જુદા જુદા લાભ હોય છે, હાથ માં ખંજવાળ આવે તો પૈસા આવે, પગ માં ખંજવાળ આવે તો બહાર ગામ જવાનું થાય, પણ જ્યોતિષ શાસ્ત્ર માં શરીર માં અલગ અલગ જ્ગ્યા પર ખંજવાળ આવવી એની અલગ માન્યતા છે, તો ચાલો તમને જણાવીએ, જુદા જુદા અંગો પર ખંજવાળ આવવાનો શું મતલબ છે.

જમણા હાથમાં શું કામ ખંજવાળ આવે છે ?

 

આપણો જમણો હાથ શુકન માટે વપરાય છે, બધા સારા કામ જમણા હાથે થી જ થવા જોઈએ, એટલે  જ તો જમણા હાથ માં ખંજવાળ આવવી એ સારા શકન કહેવાય, જમણા હાથમાં ખંજવાળ એ ધનલાભ સૂચવે છે, ક્યાક થી પૈસા આવશે, અને એવી જ રીતે ડાબા હાથમાં ખંજવાળ આવવાથી ધનહાનિ  થાય  છે, અચાનક વધારે પડતો ખર્ચો  આવે, એવું સૂચવે છે..

આખો માં  ખંજવાળ શું કામ આવે છે ? 

આખો ને ચોળવી નહીં એવું ડોક્ટર અને વડીલો કહેતા હોય છે, પણ ખંજવાળ આવે તો શું કરવું ? આખો માં ખંજવાળ એ સારો સંકેત છે, આખો માં ખંજવાળ એ ધનલાભ ની નિશાની છે,  તેના થી અટકેલાં નાણાં છૂટા થાય છે,  તેમજ કોઈ ને ઉધાર આપેલા પૈસા પાછા મળી જાય,

શરીર માં ખંજવાળ શું કામ આવે છે ?

શરીર માં ખંજવાળ આવવી એ સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ લાભ અને હાનિ સૂચવે છે, જો પુરુષ ને શરીર પર ખંજવાળ આવે તો તેને પિતા તરફથી ધનલાભ થઇ શકે છે, અથવા પિતા ની મિલકત પણ મળી શકે છે, તેવી જ રીતે જો સ્ત્રી ને શરીર પર ખંજવાળ આવે તો તેની બીમારી સૂચવે છે, તેથી સ્ત્રી ને ખંજવાળ આવે એ સારું ના કહેવાય

હોઠ પાસે શું કામ ખંજવાળ આવે છે ?

એવું કહેવાય છે કે જેની મોફડ મોટી તેને જમવાની ટેવ વધારે હોય છે, સારું સારું ખાવાની આદત હોય છે, એવિ જ રીતે જે વ્યક્તિ ને હોઠ પર ખંજવાળ આવે ત્યારે તેને સારું જમવાનું મળી શકે છે, આને એક શુભ સંકેત પણ માની શકાય,

પગ માં શું કામ ખંજવાળ આવે છે ?

પગ માં ખંજવાળ આવવી એના બીજા પણ કારણો હોય છે, જમણો પગ હોય કે ડાબો પગ હોય બંને માં ખંજવાળ આવે તો બહાર જવાનું જ થાય, અથવા કોઈ જ્ગ્યા પર પિકનિક માટે પણ જઇ શકો,  પગ નો સીધો મતલબ ચાલવાનો જ થાય છે, એટલે  ત્યાં ખંજવાળ નો અર્થ બહાર જવાનું થાય, પણ જો પગ ની પેની વાઢિયાં પર ખંજવાળ આવે તો ખૂબ જ કામ કરવાનું થાય, આવું પણ બની શકે..

પીઠ પર શું કામ ખંજવાળ આવે છે ? 

ઉનાળા માં પરસેવા ના લીધે પીઠ પર બહુ જ ખંજવાળ આવતી હોય છે, પણ પીઠ પર ખંજવાળ આવે તો એ સારું ના કહેવાય, તેનાથી કોઈ પરેશાની આવી શકે છે, અથવા તો બીમારી પણ આવી શકે છે,

માથામાં ખંજવાળ શું કામ આવે છે ?

માથામાં ખંજવાળ માત્ર ખોડો કે જૂ ના કારણે જ આવી શકે છે, પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ ને માથામાં ખંજવાળ આવે તો તેમને પ્રમોશન નો લાભ મળી શકે છે, અથવા તો તેના કામ ના વખાણ થઇ શકે છે, ઉપરી અધિકારી થી શાબાશી મળી શકે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!