આ કારણે થતા હોય છે શિયાળામાં સાંધાના દુખાવા – આ ઉપાયોથી બચી શકાય છે

શિયાળાની સિઝનમાં વૃદ્ધ લોકોને સાંધાના દુખાવા અને અકળાવાની સમસ્યા વધુ રહેતી હોય છે. સાંધામાં દુખાવો થવાથી ચાલવામાં ઘણી મુશ્કેલી પડે છે. શીયાળા દરમિયાન તાપમાન ઓછું થવાથી સાંધાની રક્તવહીનીઓ સંકોચાય જાય છે. અને લોહીનું તાપમાન પણ ઓછુ થઇ જાય છે. આવું થવાથી સાંધામાં અકળામણ અને દુખાવો થવા લાગે છે.

સાંધાના દુખાવા અને અકળામણ ની આ પરેશાનીને આર્થરાઈટીસ નાં નામે ઓળખાય છે અને સામાન્ય 40 વર્ષથી મોટી ઉંમરના લોકો ખાસ કરીને મહિલાઓ આ સમસ્યાનો શિકાર બને છે.  આર્થરાઈટીસ થવાથી સાંધા સિવાયના શરીરનાં અન્ય અંગ પણ સોજી જાય છે અને હાથના હાડકા પણ સોજી જાય છે અને દુખાવો થાય છે. આજે આપણે વાત કરવાના છીએ આર્થરાઈટીસ થી શિયાળામાં કેવી રીતે બચી શકાય, જો તમે અહીં જણાવેલ વાતોને ફોલોવ કરશો તો તમે ક્યારેય આર્થરાઈટીસનો શિકાર નહિ બનો.

આ વાતોનું ધ્યાન રાખવાથી નહિ થાય સાંધાના સુખાવા :

તડકામાં બેસો :

વિટામીન ડી હાડકાઓ માટે ખુબ જ જરૂરી છે. તેથી તમે રોજ ઓછામાં ઓછી 15 મિનીટ સુધી ધૂપમાં બેસો. તડકામાં બેસવાથી શરીરની વિટામીન ડી મળી રહે છે અને શરીર ગરમ રહે છે. જેના કારણે અકળામણની સમસ્યા નથી રહેતી. એટલું જ નહિ તડકામાં બેસવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. તેથી શિયાળામાં સવારના સામાન્ય તડકામાં બેસવું જોઈએ.

સંતરા ખાવ :

વિટામીન ડી વાળો ખોરાક ખાવાથી શરીરમાં વિટામીન ડી ની કમી રહેતી નથી. તેથી શિયાળામાં બની શકે તો સંતરા અને અન્ય ખાટા ફાળો રોજ ખાવાનું રાખો, ખાટા ફાળો ખાવાથી શરીરમાં વિટામીન ડી ની માત્રા જળવાઈ રહે છે અને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી નથી.

દૂધ પીવો :

દૂધમાં કેલ્શિયમ હોય અને અને કેલ્શિયમ હાડકાઓ માટે ખુબ જ જરૂરી હોય છે. દૂધ પીવાથી હાડકાઓ મજબુત બને છે અને તેમાં દુખાવાની સમસ્યા રહેતી નથી. દૂધ સિવાય દહીં અને પનીર પણ હાડકા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

માલીશ કરો :

હાડકા માટે સરસોનું ટેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને સરસોના ટેલથી હાડકાની માલીશ કરવાથી દુખાવાની સમસ્યા રહેતી નથી. સાંધામાં દુખાવો અને અકળાપણ થવા લાગે તે સરસોનાં તેલની માલીશ કરાવી જોઈએ તેનાથી આ સમસ્યા દુર થઇ જાય છે. સર્સોનું ટેલ થોડું ગરમ કરીને તેમાં લસણ નાખો ત્યારબાદ તેને હરાવે હાથે સાંધાના દુખાવા પર લગાવો આ ટેલ લગાવવાથી દર્દ દુર થઇ જશે અને અકળામણ પણ દુર થઇ જશે. સરસોનું ટેલ ન હોય તો તમે તલનું ટેલ પણ લઇ શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!