જયારે સિકંદરે એક સાધુને ૫ સવાલો પૂછ્યા – આવા જવાબ સાંભળીને સિકંદર પણ ચોંકી ગયેલો

સિકંદરને તો તમે બધા જાણતા જ હસો, આજસુધીનાં ઈતિહાસમાં તેના વિશે ઘણા લેખો લખાયા છે. આખી દુનિયાને જીતવાનું સપનું ધરાવતો સિકંદર તેની ૨૧ વર્ષની ઉંમરે જ મેશેટોનિયાનો રાજા બની ગયો હતો. અને ત્યારથી જ તેને નક્કી કર્યું હતું કે હવે આખી દુનિયા પર કબજો કરવો છે. જો કે સિકંદર એક તાકાતવાર રાજા હતો તેથી તે એક પછી એક યુદ્ધમાં જીત મેળવતો ગયો.

જણાવી દઈએ કે સિકંદર તેની લડાઈના સમયમાં ભારતમાં પણ 2 વર્ષ વિતાવ્યા હતા. સિકંદર ભારતમાં તક્ષશિલા વિસ્તારમાં રહેતો અને તેને આપણા દેશમાં પણ ઘણા યુદ્ધ કર્યા હતા. ભારતમાં તેને કોઈ અંગત સૈનિકે સિકંદરને કહ્યું કે આ દેશમાં ૫ થી 10 દિગંબર સાધુઓ રહે છે. ત્યારબાદ સિકંદર આ બધા જ સાધુને ભેગા કરે છે અને બધાના ગુરુને બોલાવવાનું કહે છે.

દરેક સાધુઓ તેને ગુરુને બોલાવે છે અને સિકંદર સામે હાજર કરે છે, એવામાં સિકંદરે ગુરુઓને કહેલું કે હું તમને જે સવાલ પુછુ તેનો તમારે સાચો જવાબ આપવાનો રહેશે, શરત એમ હતી કે જો જવાબ ખોટો પણ પડે તો માથું પણ કપાઈ શકે છે. સિકંદરે ભારતના સાધુઓને તેના એક પછી એક સવાલો પૂછવાનું ચાલુ કર્યું. સિકંદર દ્વારા પૂછવામાં આવેલ સવાલ અને સાધુઓ દ્વારા આપવામાં આવેલ જવાબ ખુબ જ રસપ્રદ હતા. જો કે આ સવાલોમાંથી જાણવા પણ મળે છે. તો ચાલો જોઈએ…

પહેલો સવાલ : સિકંદરે પહેલો સવાલ કરતા ભારતના સાધુઓને કહ્યું કે, “દુનિયામાં સૌથી વધારે સંખ્યા મરેલાની કે જીવાતની?” જો કે આપણે આવા સવાલો કરવામાં આવે તો આપણે અંદાજો પણ લગાવવાનું બંધ કરી દઈએ ત્યારે તે સમયમાં આપણા દેશના સાધુઓએ જવાબ આપ્યો હતો કે મૃત્યુ પામેલ લોકો જીવિત ન હોવાથી તેની ગણતરી જ કરવામાં આવતી નથી . તેથી જીવતા લોકોની સંખ્યા જ વધુ હોય.

બીજો સવાલ : બીજો સવાલ કરતા સિકંદરે કહ્યું કે, “સૌથી વધારે શું છે, સમુદ્ર કે જમીન? ત્યારે આપણા દેશના સાધુઓ એ જવાબ માં કહ્યું કે સમુદ્રની નીચે પણ આખરે જમીન જ છે ને? અને તેના પર જ સમુદ્ર ટકેલો છે.” સાધુના આવા જવાબ સાંભળીને સિકંદર પણ વિચારવા લાગ્યો કે  ભારતના સાધુઓ પાસે આટલું જ્ઞાન ક્યાંથી?

ત્રીજો સવાલ : ત્રીજા સવાલમાં સિકંદરે પૂછ્યું, “જીવન મરણમાં સૌથી વધારે મજબુત શું છે?” આ સવાલનો સાચો અને જોરદાર જવાબ આપતા સાધુઓએ કહ્યું કે સૌથી વધારે મજબુત જીવન જ છે, જે લાખો દુખ પાડવા છતાં આજે હયાત જીવે છે. જ્યારે મૃત્યુ તો દુખ સહન કરી જ ન શકે, તે માટે આમાંથી સૌથી વધારે મજબુત જીવન છે.

ચોથો સવાલ : સિકંદરે સાધુને ચોથો સવાલ કર્યો કે, “સૌથી વધારે લુચ્ચું પ્રાણી કયું છે?” આ સવાલના જવાબથી સિકંદર એકદમ ગુસ્સે થઇ ગયો કેમ કે આ સવાલનો જવાબ જ સિકંદર પોતે હતો, ગુરુજીએ સિકંદર સામે જોઇને કહ્યું કે હું અત્યારે જેની સામે જોઈ રહ્યો છું એ છે સૌથી લુચ્ચું પ્રાણી. સિકંદર આ સાંભળીને વિચારવા લાગે છે કે ભિખારી જેવો વ્યક્તિ મારા જેવા સમ્રાટને ડર રાખ્યા વગર આવી રીતે કેમ કહી શકે.

તેથી સિકંદરે ગુરુજીને એક સવાલ પૂછ્યો કે, “જો બધાનું પ્રિય વ્યક્તિ બનવું હોય તો શું કરવું?” ત્યારે આપના દેશના સાધુઓ તેને પ્રેમથી જવાબ આપે છે કે તું ભલે દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ બન પરંતુ લોકોમાં તારો એટલો બઢો ભય પેદા ન કર. દુનિયાનો પ્રિય ટુ આપોઆપ બની જઇસ.

આટલા જવાબો સાંભળીને સિકંદર સાધુને હજુ એક પ્રશ્ન પૂછે છે કે, દુનિયામાં સૌથી પહેલા રાત આવી કે દિવસ? સાધુએ આ પ્રશ્નનો જવાબ પણ ખુબ જ સારો અને સાચો આપ્યો સાધુએ જણાવ્યું કે, “Night by Half a Day” એટલે કે રાત અને દિવસ બંનેના માધ્યમાંથી આ શરૂઆત થયેલી છે. તે સમયને ભારતીય શાસ્ત્રોમાં બ્રહ્મમુહુર્તનો સમય હતો, ગુરુજીનો આ જવાબ સાંભળીને સિકંદર અને ત્યાં હાજર દરેક લોકો ચોંકી ગયા કે આ ભારતના સાધુઓ પાસે આટલું બધું જ્ઞાન ક્યાંથી?

સિકંદરે આટલા સ્માર્ટલી જવાબો સાંભળીને છેલ્લે તેના મનની ઈચ્છા દર્શાવાતો એક સવાલ કર્યો કે, “વ્યક્તિ ભગવાન કેવી રીતે બની શકે?” આ પ્રશ્નનો જવાબ પણ એટલો જ જબરદસ્ત હતો, સોકંદર પણ જવાબ સંભાળીને ચોંકી ગયો. ગુરુજીએ જવાબમાં કહ્યું કે અસંભવ કામ સંભવ કરી શકે ત્યારે વ્યક્તિ ભગવાન બની શકે. જેમ કે ઠંડી, તડકો, વરસાદ જે ભગવાન આપે છે એ કોઈ વ્યક્તિ આપવા લાગે તો તે ભગવાન બની જાય. પરંતુ કોઈ માણસાથી આ કામ શક્ય નથી એટલા માટે કોઈ વ્યક્તિ ભગવાન બની જ ન શકે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!