ઓછા મેકઅપ અને ખુલ્લાવાળ સાથે સોનાક્ષીએ મનીષ સાથે જંગલમાં જે કર્યું એના આ ફોટા થયા વાઈરલ…જુવો તસવીરો

બોલિવૂડ જગતની ટોપ હિરોઈન સોનાક્ષી સિંહા હમણાં મૂવી દબંગ 3ના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે. ત્યારે પોતાની વ્યસ્તતામાંથી થોડોક સમય કાઢીને સોનાક્ષી એકત્ર તથા હોસ્ટ મનીષ પૉલ સાથે જંગલમાં ફરવા ગઈ છે. આ દરમ્યાનની તસ્વીરો સોનાક્ષીએ હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી છે.

અપલોડ કરવામાં આવેલી આ બધી જ તસવીરોમાં સોનાક્ષી ગ્રે ટોપ તથા કાર્ગો પેન્ટમાં ખૂબ જ કૂલ દેખાઈ રહી છે. તેની સાથે જ તેને હેટ પણ પહેરી છે. જે તેના લૂકને કમ્પ્લીટ કરે છે. આ લૂક સાથે સોનાક્ષીએ એકદમ આછો મેકઅપ લગાવ્યો છે તથા વાળ બધા જ ખુલ્લા રાખ્યા છે, જેના લીધે સોનાક્ષી વધુ સુંદર તથા આકર્ષક દેખાઈ રહી છે.

આ ફોટોમાં સોનાક્ષી સાથે હોસ્ટ મનીષ પૉલ પણ નજરે પડી રહ્યો છે, જેને ટી-શર્ટ તથા જીન્સ પહેર્યું છે. બંને સ્ટાર્સ જીપ પર પોઝ આપીને ઉભા છે. તેમની આ તસ્વીરોમાં તેમના વચ્ચનો બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળી રહી છે. તેમની આ તસ્વીરો કોઈ એડ શૂટના સમયની છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર પવનના વેગે વાઇરલ થઈ રહી છે તથા તેમના ચાહકોને ખૂબ જ ગમી રહી છે અને ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેમના ચાહકો આ તસ્વીરો પર વિવિધ કૉમેન્ટ્સ પણ કરી રહયા છે. તમને કહી દઈએ કે સોનાક્ષી સિંહા અને મનીષ પૉલ ખૂબ જ સારા મિત્રો છે. આ બંને ઘણીવાર સ્ટેજ શેર કરતા જોવા મળે છે. કેટલાક સમય પહેલા પણ મનીષ અને સોનાક્ષી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 10ના સ્ટેજ પર સાથે દેખાયા હતા.

આ દરમિયાન બંનેએ ખૂબ જ વધુ મસ્તી કરી હતી અને સોનાક્ષીએ મનીષને સાડી પહેરવામાં હેલ્પ કરી હતી. આ જોડીએ સલમાન ખાનના દબંગ ટૂરમાં પણ સ્ટેજ શેર કર્યું હતું.

જો મૂવી ની વાત કરીએ તો સોનાક્ષીની ફિલ્મ ખાનદાની શફાખાના હમણાં જ રિલીઝ થઇ હતી, જેમાં તેની સાથે અનુ કપૂર, વરુણ શર્મા અને બાદશાહ પણ દેખાવા મળ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!