દીકરાએ ખોલ્યું પિતાનું મોટું રહસ્ય – આદિત્ય પંચોલી અને કંગનાનાં અફેર વિશે દીકરાએ કહી દીધી આ મોટી વાત

મોટા ભાગે બાપ દીકરીનાં મજબુત સંબંધ વિશે જ વાત થતી હોય છે પરંતુ એક દીકરાને તેના પિતા સાથે કેવો સંબંધ હોય છે તેના વિશે ઘણી ઓછી ચર્ચાઓ થતી હોય છે. જો કે દીકરીઓને પિતા સાથે વધુ ભળતું હોય છે પરંતુ દરેક જગ્યાએ એવું ન પણ હોય. એક દીકરો જીવનમાં ઘણુબધું તેના પિતા પાશેથી શીકે છે અને તેના પિતાને જ આદર્શ માને છે. દીકરાની ફરિયાદો તો પિતા સંભાળતા  જ હોય છે, પરંતુ જોવાનું એ છે કે એક પિતા પર ખોટા આરોપ લાગે તો દીકરાનું શું રીએક્શન હોય છે. આ વાતનું એક તાજું ઉદાહરણ છે આદિત્ય પંચોલી અને તેનો દીકરો સુરજ પંચોલી.

આદિત્ય પંચોલીનું નામ કંગના રનૌત સાથે જોડવામાં આવ્યું છે. કંગનાએ ” આપ કી અદાલત” નામનાં શો પર આદિત્ય પંચોલી પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેને કહ્યું હતું કે આદિત્ય તેની સાથે ઘરેલું હિંસા કરતા હતા. મારામારી કરતા હતા અને રૂમમાં બંધ કરીને પણ રાખતા હતા. જો કે આ કંગનાનાં કરિયરના શરૂઆતી દિવસોની વાત છે.

તે સમયે કંગના ઇન્ડસ્ટ્રીઝમાં નામ કમાવવાની કોશિશ કરી રહી હતી. તે દરમિયાન તેનું પરણિત આદિત્ય ચોપડા સાથે લવ અફેર ચાલુ થયું હતું. આદિત્ય કંગનાથી ઉંમરમાં 20 વર્ષ મોટા અને બે દીકરાના બાપ હતા, જો કે તેમ છતાં તેને કંગના સાથે પ્રેમ થઇ ગયો હતો. કહેવાય છે કે આદિત્યએ કંગના માટે નવું ઘર પણ ખરીદ્યું હતું અને કંગનાએ કાનાવ્યું કે આ જ ઘરમાં ત્રાસ આપતા.

જ્યારે એક બાજુ આદિત્યનું કહેવું હતું કે આ પ્રેમ કોઈ જુનુન વાળો ન હતો. અમે લોકો બસ ગ્રુપમાં સાથે બેસતા. આદિત્યએ એ પણ જણાવ્યું કે ફિલ્મ ગેંગસ્ટરનાં રીલીઝ બાદ કંગના ઘણી બદલી ગઈ હતી. તે હંમેશા મોટી મોટી વાતો કરતી હતી પરંતુ એ ભૂલી ગઈ હતી કે તેને ફિલ્મોમાં કામ પણ આદિત્ય પંચોલીનાં કનેક્શનનાં કારણે જ મળ્યું હતું. આ રીતે આદિત્ય પંચોલી અને કંગનાનાં અફેરને લઈને ઘણી અલગ અલગ ચર્ચાઓ થઇ છે. એવામાં આદિત્યના દીકરાએ હાલમાં જ આ વાતને લઈને કંઇક કીધું છે.

સ્પોર્ટબોય ને આપેલ ઇન્ટરવ્યુંમાં સૂરજે જણાવ્યુ કે તેને પિતા આદિત્ય અને કંગનાનું અફેર અને બ્રેકઅપ જેવી ઘટનાઓ થઇ તો તેને એ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી હતી. સુરજ કહે છે કે તે તેનો અંગત મામલો હતો. હું તેમાં કોઈ રસ ધરાવતો ન હતો. મેં મારું બાળપણ મોતાભાગી દાદા દાદી સાથે જ વિતાવ્યું છે. મારું માનવું છે કે આ મારા માતા પિતા અને તેનો (કંગના) નો અંગત મામલો હતો. તે લોકોએ આ મામલો અંદરોઅંદર સમજી લીધો અને દરેકનાં જીવનમાં ઉતારચડાવ તો આવે જ છે. હા તેના જીવનમાં જે થયું તેનાથી હું ખુશ નથી પરંતુ તે તેની પોતાની જિંદગી છે.

Sooraj Pancholi returns to Twitter

સુરજે તેના પિતાના ગુસ્સા વિશે પણ વાત કરી. તેને કહ્યું કે મારા પિતા એ લોકોમાંથી નથી જે પોતાની ફીલિંગ્સ અંદર છુપાવીને રાખે છે. જો તમે તેની સાથે આવી હરકતો કરશો તો તે ગુસ્સે તો થશે જ ને. તે ક્યારેય કારણ વગર ગુસ્સે થતા નથી. તેમજ સુરજે તેની માતા વિશે પણ કહ્યું કે તે પણ શાંત સ્વભાવની છે જ્યારે કંગના અને સુરજ નો વિવાદ થયો હતો ત્યારે આદિત્યની પત્ની જરીના એ તેનો ખુબ જ સપોર્ટ કર્યો હતો અને ઘર તુટતા બચાવ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!