આ 9 સ્ટાર કિડ્સને મળેલી સૌથી મોંઘી ગીફ્ટ – અરાધ્યા બચ્ચનને મળી અધધ આટલી મોંઘી ગીફ્ટ

ગીફ્ટ એક એવી વસ્તુ છે કે દરેક લોકો ઈચ્છતા હોય કે તેને કોઈ ગીફ્ટ આપે, ગીફ્ટને લઈને દરેકના મનમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ હોય છે. ખાસ કરીને જ્યારે જન્મ દિવસ હોય તો ગીફ્ટ લેવાની મજા અલગ જ છે. ગીફ્ટ દરેક પ્રકારની હોય છે સસ્તી, મોંઘી, પરંતુ તેની વેલ્યુ પ્યારથી લગાવવામાં આવે છે નહિ કે કિંમત થી. પરંતુ જો તમારા માતા-પિતા અમીર હોય તો મોંઘી ગીફ્ટના ચાન્સ વધી જતા હોય છે. એવામાં આજે અમે તમને જણાવીશું બોલીવુડ સિતારાઓના બાળકોને મળેલ મોંઘી ગિફ્ટો વિશે…

તૈમુર અલી ખાન :

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર સોશિયલ મીડિયા પર સૌથી વધુ પોપ્યુલર સ્ટાર કિડ્સ છે. પટૌડી ખાનદારનાં આ લાડલાને તેના જન્મદિવસ પર રેડ કલરની Jeep Grand Cherokee SRT ટોય મળ્યું હતું. તેમજ બીજા જન્મ દિવસે તૈમુરને ગીફ્ટમાં Mercedes McLaren  ટોય મળ્યું હતું.

અબરામ ખાન :

શાહરૂખ ખાન નો સૌથી નાનો દીકરો અબરામ ખાન પણ સોશિયલ મીડિયામાં ઘણો ફેમસ છે. અબરામને તેના જન્મદિવસ પર એક ટ્રી હાઉસ મળ્યું હતું. તેને Sabu Cyril એ ડીઝાઈન કર્યું હતું. જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો બંગલો જન્નત પણ તેને જ ડીઝાઇન કર્યો હતો.

આરાધ્યા બચ્ચન :

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા હંમેશા સોશિયલ મીડિયાની હેડલાઈન બને છે. આરાધ્યાને તેના પહેલા જન્મ દિવસ પર તેના પાપા અભિષેક બચ્ચન તરફથી Mini Cooper S મળી હતી. તેના સિવાય આરાધ્યા બચ્ચન પાસે દુબઈમાં 54 કરોડ રૂપિયાનું હોલીડે હોમ પણ છે.

સુહાના ખાન :

શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન સોશિયલ મીડિયા પર તેની સુંદર તસ્વીરોને લઈને ખુબ જ ચર્ચાઓમાં રહે છે. હાલમાં જ તેને એક શોર્ટ ફિલ્મમાં પણ તેને જબરદસ્ત અભિનય નિભાવ્યું હતું. તે ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ આવી શકે છે. સુહાનાને તેના 16 માં જન્મ દિવસ પર પાપા શાહરૂખ તરફથી ડાયમંડનું બ્રેસલેટ ગીફ્ટમાં મળ્યું હતું.

આર્યન ખાન :

આર્યન ખાન શાહરૂખ ખાનનો મોટો દીકરો છે, તેમજ તેનો લૂક પણ તેના પીતાની જેમ એકદમ હેંડસમ છે. હાલમાં તે લંડનમાં અભ્યાસ કરી રહ્યો છે. આર્યન પણ થોડા વર્ષોમાં બોલીવુડમાં એન્ટ્રી મારી શકે છે. આર્યનના એક જન્મદિવસ પર શાહરૂખ ખાને તેને Audi A6 કાર ગીફ્ટમાં આપી હતી.

ત્રિશાલા દત્ત :

સંજય દત્તની દીકરી ત્રિશાલા વિદેશમાં રહે છે તે સંજયની પહેલી પત્ની ઋચાની દિકરી છે. ત્રિશાલા તેના જબરદસ્ત લૂકને લઈને એક સોશિયલ મીડિયા સ્ટાર છે. તેને પાપા સંજય તરફથી ગીફ્ટમાં એક મોંઘી ઈમ્પોર્ટેડ કાર મળી હતી.

રુહી અને યશ જોહર :

રુહી અને યશ કારણ જોહરના જુડવા બાળકો છે. કારણ સિંગલ છે અને તેને આ બાળકો સરોગેસી (કોખ) દ્વારા રાખ્યા છે. કારણે તેના બાળકોને ગીફ્ટમાં એક આખી નર્સરી આપી દીધી હતી.

વિવાન કુન્દ્રા :

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના દિકરા વિવાન પણ ખુબ જ ક્યુટ છે. તેને તેના માતા-પિતા તરફથી ગીફ્ટમાં Lamborghini મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!