માં પોતાની નાનકડી 1 વર્ષની દીકરીને રૂમમાં બંધ કરીને જતી રહી, વર્ષો પછી દીકરીને જોવા આવી તો થઈ ગઈ દંગ

કોને ખ્યાલ હતો કે રશિયામાં એક ઘરમાં ત્યજી દેવાયેલી બાળકીને એક સ્ત્રી દત્તક લઇ લેશે અને ત્યારબાદ આ બાળકી દેશની સૌથી ઉત્તમ અને પ્રશંસાપાત્ર છોકરી બની જશે. આશરે 15 વર્ષ પહેલા રશિયાના યારોસ્લેવમાં એક વ્યકિતએ એક ઘરમાંથી એક બાળકીના જોર જોરથી રડવાનો અવાજ સાંભળ્યો. ત્યારે આ વ્યક્તિને એવું લાગ્યું કે કદાચ આ તેના મગજનો વહેમ છે, પણ આવું કેટલાક દિવસો સુધી સતત ચાલ્યું ત્યારે તેને પોલીસને આ સમગ્ર વાતની જાણ કરી.

પોલીસ તે જગ્યાએ જોઈને ચોંકી ઉઠી કેમ કે ત્યાં ફક્ત 1 વર્ષની બાળકી હતી. તેનાથી પણ વધુ ચોંકાવનારું તો એ હતું કે ઘરમાં રહેતા બધા જ લોકો ઘરનો સમાન લઇ ગયા હતા પણ ફક્ત આ માસૂમ નાનકડા બાળકને મૂકીને ગયા હતા. આ જોઈને લાગતું જ હતું કે તેઓ બાળકીને ત્યજીને ગયા છે. આ પછી આ બાળકીને નબળી થઇ ગઈ હોવાના લીધે હોસ્પિટલ લઇ જવામાં આવી. આ બાળકીની ઓળખાણ લીઝા વેરબિટ્સકાયા તરીકે થઇ હતી. શરીરથી સ્વસ્થ થયા પછી લીઝાના માતાપિતાની ભાળ કશેથી પણ ન મળતા તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરીને અનાથાશ્રમ મોકલી દેવામાં આવી હતી.

જયારે લીઝા હોસ્પિટલમાં દાખલ કરી હતી, ત્યારે ઇન્ના નિકા નામની એક યુવતી ત્યાં પોતાના દીકરાની સારવાર અર્થે હોસ્પિટલ આવતી ત્યારે તેને લીઝાને જોઈ હતી. નિકાનું માસૂમ હૃદય આ ત્યજી દેવાયેલી નાની બાળકીને જોઈને એકદમ કંપી ઉઠ્યું હતું. નિકા રોજ લીસાની મુલાકાત લેતી અને તેને રોજ નવા રમકડાં આપતી કે તેના માટે ખાવાનું પણ લાવતી. નિકાના બે દીકરાઓ હતા જેથી તેને ક્યારેય પણ કોઈને દત્તક લેવા વિશે વિચાર કર્યો ન હતું. ત્યારે એક દિવસ નિકાને ખ્યાલ આવ્યો કે લિઝાને અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવી છે ત્યારે તેને ભાન થયું કે લીઝા વિના નહિ રહી શકે. તો તેને તરત જ લિઝાને દત્તક લેવાની તૈયારી બતાવી દીધી. આ પછી લીઝા કાયદેસર નિકાની દત્તક લીધેલ દીકરી બની ગઈ.

લિઝાને મનમાં લાગેલા આઘાતને લીધે મોટા અવાજોથી ડર લાગતો હતો, પણ નિકાએ તેની જે રીતે દેખરેખ તથા ઉછેર કર્યો, તે આજે એક અદભૂત નૃત્યાંગના અને મોડલ બની ગઈ છે. પોતાના ભાઈ કરતા જુદી દેખાવાના લીધે સ્કૂલમાં લોકો લિઝાને ખૂબ જ હેરાન કરતા હતા, પણ નિકાના લીધે જ લિઝામાં આત્મવિશ્વાસ આવ્યો, અને મોટી થયા પછી હવે તે મોડલ બની ચુકી છે, અને ઘણા બ્યુટી કોન્ટેસ્ટ જીતી ચુકી છે.

અરે તે પ્રખ્યાત થઇ ત્યારે તેની સગી માતાએ તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ નિકાએ લિઝાને મળવા ની ચોખ્ખી ના પાડી દીધી અને પછી તેની કોન્ટેક્ટ ડિટેલ્સ લિઝાને આપવામાં આવી. પણ હવે બધો જ આધાર લીઝા પર છે કે તેને કોની સાથે રહેવું. લીઝા હવે તેની સગી માતાનો ચહેરો પણ જોવા નથી માંગતી તથા તે નિકાને જ પોતાની અસલી માતા માને છે. આ દરમ્યાન લિઝાએ ઘણા ટેલેન્ટ કોમ્પિટિશન તથા બ્યુટી પેજન્ટ જીતી લીધા છે. તેને ટીન મોડલ તરીકે કામ પણ મળ્યું છે. નિકાના પ્રેમને લીધે એક માસૂમ બાળકીની જિંદગી બચી ગઈ. કેટલું અદભૂત છે કે પ્રેમ અને દેખભાળ કોઈના જીવનને કેટલી હદ સુધી બદલી શકે છે. અને ચમત્કાર સર્જી શકે છે!

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!